અયોધ્યા કેસ: ગુજરાતના અનેક શહેરોમાં અપાયુ એલર્ટ, સંવેદનશીલ વિસ્તારમાં ખાસ રખાશે નજર..

અયોધ્યા કેસ: ગુજરાતના અનેક શહેરોમાં અપાયુ એલર્ટ, સંવેદનશીલ વિસ્તારમાં ખાસ રખાશે નજર

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને લઇ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10.30 કલાકે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા મામલે ચુકાદો આવવાનો છે ત્યારે ગુરુવારથી જ તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે આ મામલે ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ ગુજરાત પોલીસની રજાઓ કેન્સલ કરાઈ છે અને નોકરીમાં પાછા ફરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

image source

અયોધ્યા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારના દુષ્પ્રચાર કે કોઈ પણ સંપ્રદાયની વિરુદ્ધ ભડકાઉ કન્ટેન્ટના પ્રસાર પર નજર રાખવા માટે જિલ્લાના 1600 સ્થાનો પર 16 હજાર સ્વયંસેવક હાજર રાખ્યા છે. અયોધ્યા જિલ્લાને ચાર ઝોન- રેડ, યલો, ગ્રીન અને બ્લૂમાં વહેંચવામાં આવ્યો છે. તેમાં 48 સેકટર બનાવવામાં આવ્યા છે. વિવાદિત પરિસર, રેડ ઝોનમાં સ્થિત છે.

ગુજરાતના અનેક શહેરોમાં એલર્ટ અપાયુ

image source

અમદાવાદમાં ઉસ્માનપુરા ખાતે આવેલી હજરત સૈય્યદ શમ્મે બુરહાની દરગાહ પર રાષ્ટ્રીય શિયા સુફી સંઘઠન દ્વારા કોમી એકતા જાળવવા શુક્રવારની નમાઝ પછી દુઆનું આયોજન કરવામાં આવ્યું હતું. દુઆનાં કાર્યક્રમમાં શિયા સુફી સમાજનાં નાગરિકો જોડાયા હતા અને ચુકાદા બાદ બન્ને ધર્મનાં નાગરિકો કોમી એકલાસ જાળવી રાખે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

image source

આ સાથે જ જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો ત્યાં પણ પોલીસ કમિશ્નર દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરની જનતાને અપીલ કરતા જણાવ્યું કે, રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઇ રહે અને તમામ લોકો ભાયચાર તેમજ એકતાની ભાવનાથી હળીમળીને રહે તે જરૂરી છે. સવારથી જ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ શહેરમાં પેટ્રોલિંગ કરશે સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને SOG દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.

image source

અયોધ્યા ચુકાદાના પગલે વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સવારથી જ વડોદરાના વિવિધ વિસ્તારમાં પોલીસના જવાનો ખડકાયા છે. 2500 પોલીસ અધિકારીઓ અને જવાનો સુરક્ષા માટે સજ્જ છે. આમ, જ્યારે વડોદરના માંડવી વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ પોલીસની ટીમ ગોઠવી દેવાઈ છે.

image source

એસઆરપીના જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા છે. એસઆરપીની વધુ ત્રણ ટીમ બોલવાઈ છે. કુલ એસઆરપીની 6 ટીમ સુરક્ષા માટે તૈનાત રહેશે. વડોદરા પોલીસ કમિશનરે તમામ પોલીસના જવાનોને બંદોબસ્ત કરવા સૂચના આપી છે. વડોદરાનો ચાર દરવાજા વિસ્તાર અતિ સંવેદનશીલ વિસ્તાર છે.

image source

અયોધ્યા મામલે મહેસાણામાં હેડક્વાર્ટર સહિત જિલ્લાના તમામ પોલીસ મથકમાં પોલીસ ખડેપગે રહેશે. જિલ્લાના એક એસપી સહિત 5 ડીવાયએસપી અને તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઇ ખડેપગે રહેશે. પેરા મિલિટરી ફોર્સ સહિત 3000 હજારથી વધુ પોલીસ કર્મી ખડે પગે રહેશે. સેન્સીટિવ વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવશે.

રેલવેએ RPFની રજાઓ રદ કરી

image source

અયોધ્યા પરના ચૂકાદાને જોતા રેલવે પોલીસે પણ એક એડવાઈઝરી બહાર પાડી છે. તમામ કાર્યાલયોને મોકલવામાં આવેલા 7 પાનાના દસ્તાવેજોમાં પ્લેટફોર્મ, સ્ટેશન અને યાર્ડ પર ખાસ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ હિંસાની દ્રષ્ટિએ સંવેદનશીલ અને એવા સ્થાનોની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું છે કે જ્યાં અસામાજિક તત્વો વિસ્ફોટક છુપાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ