એક ક્લિકે જાણી લો તમે પણ શું છે રામ મંદિરનો મામલો…

વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીની રાજકીય પ્રવૃત્તિના એક મહત્વ પૂર્ણ ભાગરૂપે અયોધ્યા રામ મંદિર માટે એક અભૂતપૂર્વ નિર્ણય લઈને આંદોલનને નવી દિશા પ્રદાન કરી હતી….

આજે રાજકારણની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ ભૂમિ વિવાદિત કેસનો નિર્ણય સુપ્રીમ કોર્ટ આપવા જઇ રહી છે. વર્ષ ૧૯૯૦માં ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી આ રથયાત્રાના રણનીતિકાર તરીકે સોમનાથ રથયાત્રામાં સામેલ હતા.

image source

તે સમયે ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી સોમનાથથી તા.૨૫ સપ્ટેમ્બરના રોજ રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ રથયાત્રા ૩૦ ઓક્ટોબરના રોજ અયોધ્યામાં સમાપ્ત થવાની હતી. આ જ દિવસે એટલે કે ૩૦ ઓક્ટોબરના દિવસે જ અયોધ્યામાં ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી કારસેવાની જાહેરાત કરી હતી. સોમનાથથી અયોધ્યા રથયાત્રા લગભગ ૧૦ રાજ્યોમાંથી પસાર થઈ હતી.

image source

આ રથયાત્રાએ આશરે ૧૦ હજાર કિલોમીટરની યાત્રા કરી હતી. આ શેવરલેટ રથયાત્રાના રથને ગલગોટાના પુષ્પથી શણગારવામાં આવ્યો હતો. ગલગોટાના પુષ્પથી શણગારેલા પોતાના રથથી યાત્રાની શરૂવાત કરતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું કે, કારસેવામાં બીજેપીના બધાજ સાંસદો અને ધારાસભ્યો ભાગ લેશે.

image source

લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રાના આયોજક પ્રમોદ મહાજન હતા, જ્યારે ગુજરાતમાં આ રથયાત્રાના રણનીતિકાર અને શિલ્પી એવાં વર્તમાન સમયના પીએમ નરેન્દ્ર મોદી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાત રાજ્ય બીજેપીના મહામંત્રી હતા. આ યાત્રા અયોજનના કારણે નરેન્દ્ર મોદીને પાર્ટીમાં આગવો દરજજો મળ્યો. આમ જોઈએ તો અયોધ્યાએ પીએમ નરેન્દ્ર મોદીની રાજકારણીય જીવનનો અભિન્ન અંગ બની ચૂક્યું છે.

image source

અયોધ્યાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો. લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં યોજાયેલી સોમનાથથી અયોધ્યા રથ યાત્રાએ રામ મંદિર આંદોલનને એક નવી જ દિશા આપી દીધી હતી. સોમનાથથી અયોધ્યા રથયાત્રાના કારણે પુરા ભારત દેશમાં રામના નામની લહેર ફરી રહી હતી.

image source

૧૩ ડિસેમ્બર, ૧૯૯૦ના દિવસે નરેન્દ્ર મોદીએ સોમનાથથી અયોધ્યા રથયાત્રાની રૂપરેખા દેશ સમક્ષ રજુ કરી હતી. આ સાથે તે જ દિવસે નરેન્દ્ર મોદીએ મીડિયાને રથયાત્રાના કાર્યક્રમ અને રસ્તાઓની સંપૂર્ણ જાણકારીથી માહિતગાર કર્યા હતા. રથયાત્રા ૨૫ સપ્ટેમ્બરના દિવસે સોમનાથથી શરૂ થવાની હતી, જે ૩૦ ઓક્ટોબરના દિવસે અયોધ્યામાં પૂર્ણ થવાની હતી. નરેન્દ્ર મોદીએ આ રથયાત્રા દરમિયાન રામ મંદિરને રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના અને સંકલ્પનો ભાગ દર્શાવીને સંઘર્ષનો મંત્ર ફુક્યો હતો.

image source

નરેન્દ્ર મોદી આ દુરગામી મિશનના બેકરૂમ મેનેજર હતા. આ રથયાત્રાની સફળતાનાં કારણે તેમનું કદ પાર્ટીમાં વધી ગયું હતું. નરેન્દ્ર મોદીએ મુરલી મનોહર જોશીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રાના સારથી તરીકે તેમની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીની રણનીતિથી સફળ થયેલી આ યાત્રાના ફક્ત કેન્દ્રની વી.પી સિંહની સરકાર ના પડી હતી, પરંતુ ઉત્તરપ્રદેશથી કોંગ્રેસને જડમૂળથી હંમેશને ઉખાડી દીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ