ઠંડુ એટલે કોકાકોલા… તમે છો કોકાકોલાના રસિયા તો જાણી લો આ અગત્યની માહિતી…

ઠંડુ એટલે કોકાકોલા ….. !

વિજ્ઞાપનની દુનિયામાં આ ટેગલાઈને ઘણા લોકોને પ્રભાવિત કર્યા હતા જેણે ઠંડા પીણાનો અર્થ જ બદલી દીધો હતો ઉનાળાની પ્યાસ હોય કે કોઈ પણ જશ્ન કે પાર્ટી હોય કોકા કોલા તો સામાન્ય જ હોય .

image source

પણ તમને એક રોચક વાત જણાવીએ કે કોકાકોલા શરૂઆતમા દવા તરીકે વેચાતી હતી પણ વધારે દુઃખની વાતતો એ છે કે કોકાકોલાની શોધ કરનાર વ્યક્તિ તેની પ્રોડક્ટ ને બ્રાન્ડ બનતા ક્યારેય પણ જોઈ શક્યો ન હતો .

શરૂઆતમાં કોકાકોલામા કોકિન નામની ડ્રગ્સ ને ભેળવવામાં આવતી હતી પહેલા વર્ષમા કોકાકોલાએ માત્ર 9 બોટલ પ્રતિ દિવસ જ વેચી શકી હતી તેમ છતાં કોકાકોલા આજે દુનિયાની સૌથી મોટી ઠંડા પીણાની કંપની છે .

image source

તો ચાલો જાણીએ કોકાકોલાની રોચક સફર વિશે .

જ્યારે પહેલીવાર લોકોએ ઉઠાવ્યો હતો કોકાકોલાનો લુફત ….

image source

મે 1886 મા બપોરના સમયમા અમેરિકાના ડોકટર જોન પેમ્બર્ટ નામના વ્યક્તિએ પ્રવાહી પદાર્થ બનાવ્યો હતો તે એટલાન્ટાના પ્રખ્યાત ફાર્મસીસ્ટ હતા તે પ્રવાહીને લઈને પ્રખ્યાત જેકોબ ફાર્મસીમા ગયા જેકબ ફાર્મસી વાળા લોકોએ તેમાં સોડા વોટર ભેળવ્યું અને ત્યાં ઉભેલા અમુક લોકોને ચાખવા માટે આપ્યું ત્યાં ઉભેલા બધા લોકોને આ પીણુ ખુબજ પસંદ આવ્યું જોન પેમ્બર્ટનો હિસાબ કિતાબ રાખવા વાળા વ્યક્તિ ફ્રેન્ક રોબિનસે આ પીણાને કોકાકોલા નામ આપ્યું ત્યારથી લઈને આજ સુધી આ પીણું કોકાકોલા તરીકે ઓળખાવા લાગ્યું હતું કોકાકોલા બનાવવા માટે અખરોટ ની પત્તિ કાઢીને તેમાં ભેળવવામાં આવતા કેફીન વાળા સીરપને કોકાકોલા તરીકે ઓળખવામાં આવતું હતું .

image source

ફ્રેન્કની માન્યતા એવી હતી કે બ્રાન્ડના નામમાં બે C હોવાથી આપણને ઘણો ફાયદો થશે અને વિજ્ઞાપન માટે પણ આ નામ ખુબજ ફાયદાકારક સાબિત થશે .

શરૂઆતમાં કોકાકોલાની એક બોટલની પ્રાઇસ 5 સેન્ટ રાખવામાં આવી હતી 8 મેં 1886 ના રોજ જેકબ ફાર્મસીએ પહેલીવાર કોકાકોલાનું વેચાણ ચાલુ કર્યું હતું જોન પેમ્બટને વર્ષમાં માત્ર 9 ગ્લાસ પ્રતિ દિવસ વેચ્યા હતા જ્યારે આજે કોકાકોલાની 2 અબજ કરતા પણ વધુ બોટલ એક દિવસમાં જ વેચાય જાય છે પહેલા વર્ષમાં 25 ગેલનની કોકાકોલા વેંચણી હતી જ્યારે એક સદી બાદ કોકાકોલા 10 અબજ ગેલન કરતા પણ વધુનું વેચાણ કરવા લાગી હતી પહેલા કોકાકોલાની વર્ષની કમાણી માત્ર 50 ડોલરની જ હતી પણ તેને બનાવતા 70 ડોલરનો ખર્ચો લાગ્યો હતો તેથી પેમ્બટનને શરૂઆતમાં 20 ડોલરની ખોટ ગઈ હતી .

image source

અમેરિકાનો સૌથી પ્રિય પેય પદાર્થ ….

1887 માં એટલાન્ટાના એક બિઝનેસમેન ગ્રીગ્સ કેન્ડલરે પેમ્બર્ટન પાસેથી કોકાકોલા બનાવવાનો ફોર્મ્યુલા 2300 ડોલરમાં ખરીદી લીધો હતો હવે વેચાણ અને બનાવવાનો તમામ હક ગ્રીગ્સ કેન્ડલર પાસે હતો .

દુર્ભાગ્યવશ 1888 માં કોકાકોલા ના જનક પેમ્બટનનું મૃત્યુ થઈ જાય છે.

image source

હવે કેન્ડલર કોકાકોલાના માલિક બની ગયા હતા તેણે મુસાકફરોને ફ્રીમા કોક પીવા માટે કુપન બનાવ્યા કેન્ડલરનો એક માત્ર હેતુ એ હતો કે વધુમાં વધુ લોકોના મો સુધી કોકાકોલા નો સ્વાદ પહોંચાડે જ્યારે લોકોને કોકાકોલાનો ચસ્કો લાગી ગયો હતો ત્યારે લોકો ખરીદી ખરીદીને કોકાકોલાનો લુફત ઉઠાવવા લાગ્યા હતા.

કેન્ડલરે કોકાકોલા લોકો સુધી પહોંચાડવા માટે કેલેન્ડર , નોટબુક્સ , પોસ્ટર અને બૂકમાર્કસમા પણ કોકાકોલાનું વિજ્ઞાપન ચાલુ કરાવ્યું હતું કેન્ડલર તેની લોકલ બ્રાન્ડને ઈન્ટરનેશનલ બનાવવા માંગતા હતા જેમાં તે સફળ પણ થયા .

image source

1890 સુધીમા તો કોકાકોલા અમેરિકાનું લોકપ્રિય પીણુ બની ગયું હતું જેનો બધો શ્રેય કેન્ડલરને જ જતો હતો આ ઉપરાંત એક સામાન્ય પેય પદાર્થને બ્રાન્ડના રૂપ મા રૂપાંતરિત કરવાનો પણ તમામ શ્રેય કેન્ડલરને જ જાય છે .

રસપ્રદ વાતતો એ હતી કે કોકાકોલાનું સેવન આગળના સમયમાં સિરદર્દ અને થાક ઉતારવાની દવા તરીકે કરવામાં આવવાનું હતું જેની પર વિવાદ પણ ઉઠ્યો હતો .

જ્યારે કોકાકોલાને ક્યાય પણ લઈ જવી બની હતી આસાન

image source

સન 1894 મા જોસેફ બેડનહોર્ન નામક મિસીસીપી બિઝનેસમેન કોકાકોલા ને સૌ પ્રથમ બોટલમા પેક કરવાવાળો વ્યક્તિ બનો ગયો હતો આમાંથી તેણે 12 બોટલો કેન્ડલરનો પણ મોકલી હતી કેન્ડલરે આ કામ અને સુજાવની ખૂબ જ પ્રશંશા કરી હતી કારણકે કેન્ડલરને આ વિચાર ક્યારેય પણ આવ્યો ન હતો .

હવે કોકાકોલાના ચાહકો કોકાકોલાને કોઈપણ જગ્યાએ જગ્યાએ બોટલમાં લઈ જઈ શકતા હતા 1903 બાદ કંપનીએ કોકાકોલામા ડ્રગ્સ ની માત્રા ઓછી કરતા કરતા બંધ જ કરી દીધી હતી ત્યારબાદ માત્ર કોકિનના પત્તાનો ઉપયોગ જ થવા લાગ્યો હતો જેમ જેમ કોકાકોલા ફેમસ થવા લાગી તેમ તેમ રોકાણકારો એ તેમાં રસ દાખવવાનું ચાલુ કર્યું આથી કંપનીને ડુપ્લીકેટ પ્રોડક્ટનો સામનો પણ કરવો પડ્યો હતો .

image source

આથી તેણે એક નવી બોટલ બનાવવાનો વિચાર આવ્યો કે જેથી તે ગ્રાહકોને ફરીથી આશ્વસ્ત કરી શકે ત્યારે રૂટ નામની એક કાચ બનાવતી કંપનીએ બોટલ તૈયાર કરવાની પ્રતિયોગીતામાં જીત હાંસિલ કરી હતી જેને લોકો અંધારામાં પણ લોકો ઓળખી શકતા હતા આથી કોકાકોલા કંપનીએ તે બોટલનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું હતું .

કંપનીને વિજ્ઞાપનોની સાથે યુદ્ધનો ફાયદો પણ થયો …

image source

કોકાકોલા ધીરે ધીરે આસમાનની ઉંચાઈઓ આંબી રહ્યું હતું અમેરિકા ની સાથે સાથે કેનેડા , પનામા , ક્યુબા અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ કોકાકોલાનું વેચાણ બહોળા પ્રમાણમા થવા લાગ્યું હતું .

1923 માં કેન્ડલર પાસેથી આ કંપની રોબર્ટ વુડર્ફ એ ખરીદી લીધી હતી તે કોકાકોલાના અધ્યક્ષ બન્યા હતા તેણે દેશ વિદેશમાં કોકાકોલાનું ઉત્પાદન ચાલુ કરાવ્યું 1928 દરમિયાન પહેલીવાર કોકાકોલાનો ઉપયોગ ઓલમ્પિકના ખિલાડીયો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારથી લઇ ને અત્યાર સુધી ઓલમ્પિક ને કોકાકોલા જ સ્પોન્સર કરતું આવે છે રોબર્ટે વિજ્ઞાપનના માધ્યમ થઈ કોકાકોલાને માત્ર સફળ જ બનાવી ન હતી પરંતુ લોકોના જીવનનો અમૂલ્ય ભાગ બનાવી હતી .

image source

હવે સમય હતો વિશ્વયુદ્ધનો 1941 મા અમેરિકાએ પણ આ વિશ્વયુદ્ધમાં ઝંપલાવી દીધું હતું અને અમેરિકાએ વિશ્વના અલગ અલગ ખૂણે પોતાના સૈનિકો મોકલ્યા હતા આ સમયમાં રોબર્ટે સેનાનું સમર્થન કરવા માટે જાહેરાત કરતા કહ્યું કે ” દરેક જગ્યા એ લોકોને કોકાકોલા પાંચ સેન્ટ ની મળે છે પણ જ્યાં જ્યાં સૈનિકો હશે ત્યાં હું કોકાકોલા ફ્રીમાં આપીશ ” યુદ્ધ દરમિયાન કોકાકોલા ઘણા નવા ગ્રાહકો સુધી પહોંચી હતી અને આ જાહેરાત પછી કોકાકોલાને દેશભક્તિ સાથે જોડવામાં આવી હતી એક રિપોર્ટ મુજબ યુદ્ધ દરમિયાન સૈનિકો દ્વારા પીવાયેલી કોકાકોલાની સંખ્યા 5 અબજ ને પાર કરી ગઈ હતી જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે રોબર્ટે વિશ્વની અલગ અલગ જગ્યાઓએ કોકાકોલાના પ્લાન્ટ ચાલુ કરાવ્યા હતા આ વખતે આખા વિશ્વમા કોકની માંગ વધી ગઈ હતી જેની શરૂઆત ઇટલી થી થઈ હતી જેમાં યુવાનો પહાડોની ચોંટી પર ચડીને એક વાક્ય બોલતા હતા જે આમ હતું ” આઈ લાઈક ટુ ધી વર્લ્ડ ઓફ કોક ” .

કેટલાક દેશોમાં કોકનો વિરોધ પણ થયો હતો

image source

સમય સાથે કંપની આખા વિશ્વમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી હતી 1990 માં કંપનીએ પ્રથમ વાર જર્મનીમા પોતાના પ્લાન્ટ નાખ્યા હતા 1993 પહેલીવાર કંપનીએ પહેલીવાર પોતાના પગ ભારત તરફ માંડ્યા હતા .

અત્યાર સુધીમાં કંપની ઘણી પ્રોડકટોનું ઉત્પાદન કરવા લાગી હતી કોકાકોલાની પ્રોડક્ટ અરબમાં પણ વેચાવા લાગી હતી આજે કંપની 400 થી વધારે બ્રાન્ડ સાથે કોલોબ્રેશન કરીને પ્રોડકટનું વેચાણ કરે છે આજે કોકાકોલા બધા પીણામા અવવલ સ્થાન ધરાવે છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ