આ શહેરમાં બની ન માનવામાં આવે એવી ઘટના, આખું બસ સ્ટોપ જ કોઈ ચોરી ગયું, નેતાજીએ રાખ્યું આટલું ઈનામ

તમે બધી પ્રકારની ચોરી જોઈ હશે પણ આ શહેરમાં આખું બસ સ્ટોપ જ ચોરાઈ ગયું, જાણો કઈ રીતે શક્ય બન્યું

તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે આખેઆખું બસ સ્ટોપ જ ચોરાઈ જ જાય. પરંતુ એવું બન્યું છે અને બધા જ લોકો આ જોઈને ચોંકી ગયા છે કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું. તો આવો જાણીએ કે શું ઘટના છે અને ક્યાં બની. સોશિયલ મીડિયા પર એક પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જે મુજબ પુણે શહેરમાં એક બસ સ્ટોપ ચોરાઇ ગયું હતું. આ ફોટો રેડ્ડિટ પર શેર કરવામાં આવ્યો હતો, જેને સમાચાર લખવાના સમય સુધી 2 હજારથી વધુ લાઈક્સ અને 100 થી વધુ ટિપ્પણીઓ મળી છે. ઘણા યુઝરો આશ્ચર્યચકિત છે કે બસ સ્ટોપ ચોરી થયું હતું. જ્યારે કેટલાક કહે છે કે એટીએમ મશીનની ચોરી વિશે ખુબ સાંભળ્યું હતું પરંતુ કોઈ બસ સ્ટોપ પણ ચોરી કરશે એવું ક્યારેય વિચાર્યું પણ નહોતુ!

image source

આ ફોટો રેડિટ યુઝરે શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોઈએ પુનામાં મારા વિસ્તારમાંથી આખું બસ સ્ટોપ ચોરી લીધું છે.’ પોસ્ટરમાં લખ્યું છે – દેવકી પેલેસની સામે બીટી કાવડ ખાતે એક બસ સ્ટોપ ચોરાઈ ગયું છે. ખરેખર તે ‘પુણે મહાનગર પરિવહન’ની સંપત્તિ હતી. આ પોસ્ટરમાં આ વિસ્તારના સ્થાનિક નેતા / સામાજિક કાર્યકર પ્રશાંત મ્હાસ્કે કહ્યું છે કે આ ચોરીને લગતી માહિતી જે આપશે તેને ઈનામ રૂ. 5000 આપવામાં આવશે.

ટ્વિટર યુઝર @ joleneann123 એ પણ આ પોસ્ટરનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે, ‘ફની… પુણેમાં આખું બસ સ્ટોપ જ ચોરાઈ ગયું છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં તેમના ટ્વીટને 120 લાઈક્સ મળી છે. જ્યારે મોટાભાગના લોકો આ મામલે ઈમોજી મુકી મુકીને હસ્યા. કેટલાક લોકોએ કહ્યું કે તે ચોરીનો મામલો નહીં પણ ફક્ત એક વ્યંગ્ય હોઈ શકે. જૂની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું, “તો તમે વિચારો છો કે કોઈએ બસ સ્ટોપ ચોર્યું છે?” 2 વર્ષ પહેલા મનસે પણ આ જ પ્રકારનું પોસ્ટર લગાવ્યું હતું, જેમાં તેઓએ પોલીસ સ્ટેશનની ચોરી અંગે વાત કરી હતી. કારણ કે એ પોલીસ સ્ટેશન કામમાં નહોતું.

image source

આ પહેલાં સુરત શહેરમાં એક અજીબ ચોરીની ઘટના સામે આવી હતી. સરથાણા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધવામાં આવી હતી. સુરતમાં રૂપિયા 150નું ઝાડુ ચોરનારા કરોડપતિ ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના CCTVના આધારે સરથાણા પોલીસે ત્રણને ઝડપ્યા હતા. સુરતમાં ઝાડું ચોરનારા કરોડપતિ ચોરો ઝડપાયા હતા. આરોપીઓમાં હીરા દલાલ, જમીન દલાલ અને એમ્બ્રોઈડરી કારખાનાનો માલિક..હોવાનું ખુલ્યું છે. પોલીસને પણ ત્રણેય આરોપીઓ વિશે જાણીને આશ્ચર્ય થયું હતું. આ ઘટનામાં પોલીસને આરોપીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે ફરિયાદીને હેરાન કરવા ત્રણેય ઝાડુની ચોરી કરતા હતા.

image source

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસે જે આરોપીઓને ઝડપ્યા છે તેમાં જમીન દલાલ ભરત કાનાણી, એમ્બ્રોઇડરી કારખાના માલિક કલ્પેશ તેજાણી અને હીરા દલાલ જીગ્નેશ માંગુકિયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આ કેસમાં ઘટસ્ફોટ થયો હતો કે, ફરિયાદીને હેરાન પરેશાન કરવા માટે ત્રણેય કરોડપતિઓ ચોર બનીને તેના ઝાડુની ચોરી કરતા હતા. સુરતના સરથાણા પોલીસની આ ફરિયાદ હાલ હાસ્યાસ્પદ બની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ