WHOનો મોટો ધડાકો, કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યા બાદ ખબર પડી કે કોરોનાની સારવારમાં અપાતું આ ઈન્જેક્શન તો..

રેમેડિસવીર દવાને લઈને મોટો ખુલાસો થયો છે. WHOના આ નિવેદન બાદ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. કરોડો રૂપિયાનો ધંધો કરી લીધા પછી હવે, અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ગિલિયડની દવા રેમેડિસવીર કોરોના વાયરસની સારવારમાં બિનઅસરકારક છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ દવાને કોરોના મૃત્યુથી બચવામાં નિષ્ફળ જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો બાદ આ માહિતી આપી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના ચેપગ્રસ્ત થયા હતા, ત્યારે તેમને રેમેડિસવીરનું ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. 5 દિવસના કોર્ષની કિંમત રૂ.1.25 લાખ હતી. આમાં કોરડો રૂપિયાનો ધંધો કરી લેવામાં આવ્યો છે. જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મેડિસવીરની ક્લિનિકલ ટ્રાયલ

વિશ્વ આરોગ્ય સંગઠને 30 દેશોના 11,266 પુખ્ત દર્દીઓ પર રેમેડિસવીરની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરી છે. તેમાં રેમેડિસિવીર તેમજ હાઇડ્રોક્સિક્લોરોક્વિન, એચ.આય.વી. ડ્રગ વિરોધી મિશ્રણ લોપીનાવીર / રીટોનાવીર અને ઇન્ટરફેરોન સહિતના ચાર સંભવિત ડ્રગ રેજિન્સ શામેલ છે. જેની અસરોનું મૂલ્યાંકન કરાયું હતું. ક્લિનિકલ ટ્રાયલની વિગતોની વિગતવાર સમીક્ષા કરવાની બાકી છે. આ પ્રાથમિક અભ્યાસ પ્રીપ્રિન્ટ સર્વર મેડરેક્સિવ પર અપલોડ કરવામાં આવ્યો છે.

દર્દીઓને મોટો આંચકો

image source

આ વર્ષે મે મહિનામાં કહેવામાં આવ્યું હતું કે, રેમેડિસિવર એન્ટિવાયરલ દવા કોરોનામાં અસરકારક સાબિત થઈ રહી હોવા અંગે મોટો પ્રચાર કરાયો હતો. કેટલાક કિસ્સાઓમાં કે કામ કરતી હતી. પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ નિવેદને રેમેડવીરથી કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને મોટો આંચકો આપ્યો છે.

ટ્રમ્પે કહ્યું-રસી સૌથી પહેલા સિનિયર સિટિઝનને મળશે

image source

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી આડે 17 દિવસ બાકી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના લોકોને આકર્ષિત કરવામાં વ્યસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વૃદ્ધજનો અને મહિલાઓ ખાસ કરીને ટ્રમ્પથી નારાજ હોવાનું મનાય છે. ટ્રમ્પે વરિષ્ઠ નાગરિકોની કોરોનાવાયરસ સામે સુરક્ષા અંગે કહ્યું, ‘હું આપની સુરક્ષા કરીશ અને આપના માચે મારી પૂરેપૂરી ઊર્જા અને વિશ્વાસ સાથે લડીશ. ટ્રમ્પે કહ્યુ-વૃદ્ધજનોને સૌપ્રથમ કોરોના વેક્સીન મળશે. ચાઈનીઝ વાયરસથી તેમને બચાવવા માટે હું પૂરજોશથી કોશિશ કરી રહ્યો છું. જેથી, વર્ષ ખતમ થતા પહેલા સુરક્ષિત અને અસરકારક રસી તેમને આપી શકાય. અમેરિકાના 5.4 કરોડ વરિષ્ઠ નાગરિકોની દેખરેખ, સહાયતા અને તેમને સન્માન આપવા માટે દરરોજ આકરી મહેનત કરી રહ્યો છું.’

વેક્સીનને નર્સિંગ હોમ સુધી પહોંચાડવામાં આવશે

image source

રાષ્ટ્રપ્રમુખે કહ્યું-પોતાના લોકોને ગુમાવનાર દરેક દુઃખી પરિવાર માટે મારૂં હૃદય ભાવુક થઈ જાય છે. આપણે સાથે મળીને તેને હરાવીશું. ટ્રમ્પે ઘોષણા કરી કે અમે કોરોનાવાયરસ રસી સીધી નર્સિંગ હોમમાં વૃદ્ધજનો સુધી પહોંચાડવા માટે સીવીએસ હેલ્થ અને વોલગ્રિન્સ સાથે સમજૂતી કરી છે. આ વર્ષે રસીના ઓછામાં ઓછા 10 કરોડ ડોઝ ડિલિવર કરવા અંગે કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું-આપણે વાયરસ ખતમ કરવા જઈ રહ્યા છીએ અને ફરી એકવાર દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરીશું.

અમેરિકામાં કોરાનાના કેસ

image source

અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધીમાં 82 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં 53 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે, અત્યાર સુધીમાં 2 લાખ 23 હજાર મોત થયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, નિષ્ણાતોએ મહામારી આગળના સ્ટેજમાં પહોંચશે એવી ચિંતા વ્યક્ત કરી છે. કેમકે, દેશના 41 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તેમાંથી 17 રાજ્યો એવા છે જ્યાં અગાઉ ઓછા સંક્રમિતો મળી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ