ઓસ્કર વિજેતા સિંગર એ આર રહેમાનની માતાનું થયું નિધન, મ્યૂઝિક મેસ્ટ્રોએ સોશિયલ મીડિયામાં પાઠવી શ્રદ્ધાંજલિ

એ આર રહેમાનની માતાનું થયું નિધન, સિંગરે સોશિયલ મીડિયા દ્વારા જાતે જ આપી જાણકારી.

મ્યુઝિક કંપોઝર એ આર રહેમાનની માતા કરીમાં બેગમનું નિધન થઈ ગયું છે. એ આર રહેમાને તેમની માતાનો ફોટો શેર કરીને આ વાતની જાણકારી આપી છે. તેમને ટ્વીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણ કરી હતી. માતાના અચાનક ચાલ્યા જવાથી એ આર રહેમાન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સિંગર શ્રેયા ઘોસાલે દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે ” આ સાંભળીને ઘણું જ દુઃખ થયું રહેમાન સર. જે લોકોને હું અત્યાર સુધી મળી છું એ બધામાં એ સૌથી પ્રેમાળ વ્યક્તિ હતા. દિવંગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના.”

એવું કહેવામાં આવે છે કે કરીમાં બેગમ ઘણા સમયથી બીમાર હતા. તમને જણાવી દઈએ કે એ આર રહેમાન એમની માતાની ઘણી નજીક હતા. એમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમની માતાએ જ એમને એ અહેસાસ કરાવ્યો હતો કે એમને મ્યુઝિકમાં પોતાનું ફ્યુચર બનાવવું જોઈએ.

એ આર રહેમાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમની માતા પણ મ્યુઝિક પસંદ કરે છે. આધ્યાત્મિકતા માટે એ મારા કરતાં પણ વધુ સારી રીતે વિચારે છે અને નિર્ણય લે છે. જેમ કે એમને આ ડીસાઈડ કર્યું હતું કે મારે મ્યુઝિકમાં જ મારૂ કરિયર બનાવવું જોઈએ.એમને મને 11માં ધોરણમાં સંગીતની તાલીમ અપાવી. એમને વિશ્વાસ હતો કે મારું ઉજ્જવળ ભવિષ્ય સંગીતમાં જ છે.

માતા સાથેનો એ આર રહેમાનનો સંબંધ.

image source

પોતાની માતા સાથેના એમના સંબંધ પર એ આર રહેમાને કહ્યું હતું કે “અમારી રિલેશનશિપ એવી નથી જેવી ફિલ્મોમાં હોય છે કે માતા અને દીકરો એકબીજાને ગળે વળગી પડે છે. અમે એક બીજાની ખૂબ જ ઈજ્જત કરીએ છીએ..તમને જણાવી દઈએ કે પિતાના અવસાન પછી એ આર રહેમાનને એમની માતાએ એકલા હાથે જ ઉછેર્યા હતા.

image source

એ આર રહેમાને જણાવ્યું હતું કે “જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે જ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું. ત્યારે મારી માતા પિતાજીના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને ઉધાર આપીને ઘર ચલાવતી હતી. એમને આ ઈકવિપમેન્ટસને વેચીને એના ઇન્ટરેસ્ટ પર ઘરનો ખર્ચો ચલાવવાની સલાહ પણ આપવામાં આવી હતી પણ એમને એવુ કરવાની ના પાડી દીધી હતી. મારી માતા કહેતી હતી કે મારો દીકરો છે, એ આ સમાનની સારસંભાળ રાખશે.

image source

તમને જણાવી દઈએ કે કરીમાં બેગમનું નામ કસ્તુરી હતું જેને પછીથી બદલી નાખવામાં આવ્યું હતું. કરીમાં બેગમે રાજાગોપાલ કુળશેખર સાથે લગ્ન કર્યા હતા જે એક મ્યુઝિક કંપોઝર હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ