જ્યોતિષ શાસ્ત્રમાં અવકાશી ગ્રહો અને અઠવાડિયાના દિવસો સાથે સંબંધિત હોય છે. આવો જ એક ગ્રહ અને અઠવાડિયાનો દિવસ છે બુધવાર. બુધવાર અને બુધ ગ્રહ બંને એકબીજા સાથે જોડાયેલ છે. બુધ ગ્રહ આકાશમાં આવેલ સૌરમંડળમાં સૂર્યની એકદમ નજીક હોય છે. એટલા માટે બુધ ગ્રહને સૌર મંડળનો રાજકુમાર માનવામાં આવે છે. સૌર મંડળમાં આવેલ તમામ ગ્રહો માંથી બુધ ગ્રહની ચાલને હંમેશા ચર અને સૌમ્ય માનવામાં આવે છે. એટલા માટે બુધ ગ્રહ કોઈપણ વ્યક્તિના જીવન પર કોઈ ખાસ પ્રભાવ પાડી શકતો નથી. પરંતુ બુધવારના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી આપ શુભ ફળો પ્રાપ્ત કરી શકો છો. આજે અમે આપને આ લેખમાં બુધવાર અને બુધ ગ્રહને સંબંધિત કેટલાક ઉપાયો વિષે જણાવીશું. આ ઉપાયોની મદદથી આપને આપના જીવનમાં કેટલાક પરિવર્તનો કરવાના રહેશે. જેના લીધે આપને બુધ ગ્રહ તરફથી આવતી કોઈ મુશ્કેલીઓ ઘણી ઓછી થઈ જશે અને આપને સારા ફળ પ્રાપ્ત થયા છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. બુધ ગ્રહને ચાલને ચર અને સૌમ્ય માનવામાં આવી છે. બુધ ગ્રહ લીલા રંગનો હોય છે. બુધ ગ્રહનું રત્ન પન્ના છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બુધવાર ભગવાન ગણેશનો દિવસ હોય છે. બુધવારના દિવસે કઈક ખાસ કરવાથી બુધ ગ્રહ સાથે સંબંધિત શુભ ફળ મળવા લાગે છે. આ લેખમાં જાણીશું કે, બુધવારના દિવસે ક્યાં કાર્યો કરવા જોઈએ અને બુધવારના દિવસે ક્યાં કાર્યો કરવા જોઈએ નહી.
-જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બુધવારના રોજ જ્યોતિષ, શેર, દલાલી જેવા કાર્યો કરવા માટે પણ બુધવારનો દિવસ શુભ માનવામાં આવે છે.

-બુધવારના દિવસે સિંદુરનું તિલક કે પછી ચાંદલો લગાવવો જોઈએ.

-બુધવારના દિવસે આપે પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને નૈઋત્ય કોણમાં યાત્રા કરી શકો છો.
-બુધવારના દિવસે એકઠું કરવામાં આવેલ ધનમાં બરકત રહે છે.

-આપે બુધવારના દિવસે માતા દુર્ગાના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ.
-બુધવારના દિવસે કોઈ કન્યાને આખી બદામ આપી દેવી જોઈએ. આપે કોઈ કન્યાને આખી બદામ આપવાથી આપને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.
આપે બુધવારના દિવસે આ કાર્યો કરવા જોઈએ નહી.:

-આપે ઉત્તર દિશા, પશ્ચિમ દિશા અને ઈશાન કોણમાં મુસાફરી કરવાથી બચવું જોઈએ.

-આપે બુધવારના દિવસે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ નહી.
-આપે બુધવારના દિવસે ધન સંબંધિત લેવડ- દેવડ નહી કરવી જ સારું રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ