બસ એક જ ટાર્ગેટ…2500 બાળકોને જન્મ આપવા માંગે છે આ વ્યક્તિ, અત્યાર સુધીમાં આટલી બધી મહિલાઓને કરી દીધી છે પ્રેગનન્ટ, આંકડો જાણીને લાગશે આંચકો

આ પુરષ 2500 બાળકોનો પિતા બનવાનું લક્ષ રાખે છે – અત્યાર સુધીમાં 150 મહિલાઓને કરી ગર્ભવતિ

લોકોના ચિત્ર વિચિત્ર શોખ હોય છે. કોઈને વિદેશ પ્રવાસ કરવો હોય છે તો વળી કોઈને એવરેસ્ટનું શિખર સર કરવું હોય છે. આ બધા તો તો પણ સામાન્ય શોખ કહેવાય. પણ ઘણા લોકો એવા હોય છે પોતાની જ રચેલી દુનિયામાં જીવતા રહેતા હોય છે. કોઈ વ્યક્તિ અમુક ઉંમર સુધીમાં પોતાનું ઘર, ગાડી વિગેરે લેવાનું ટાર્ગેટ બનાવે છે. પણ આ વ્યક્તિ 2500 બાળકોનો પિતા બનવાનું ટારગેટ રાખીને બેઠો છે. અને રસપ્રદ વાત એ છે કે પોતાનુ આ લક્ષ પામવા માટે આ પુરુષે 150 મહિલાઓને ગર્ભવતિ પણ બનાવી દીધી છે.

image source

જો તમને આયુષમાન ખુરાનાની ફિલ્મ વિકિ ડોનર યાદ હોય તો આ વ્યક્તિ પણ કંઈક તેવો જ છે. આ એક સ્પર્મ ડોનર છે. તેની ઉંમર 49 વર્ષની છે. તેનું નામ જો છે તે એક અમેરિકન છે અને વર્મોન્ટમાં રહે છે. જોને તે મહિલાઓને ગર્ભવતિ કરીને આનંદ મળે છે જે માતા બનવા માગે છે. મહિલાઓને માતા બનાવવા માટે જો પાસે બે રીતો છે.

image source

પહેલું તો એ કે તે તે મહિલાને પર્સનલી મળીને તેને માતા બનાવી દે છે. અને બીજું એ કે તે પોતાનું સ્પર્મ ડોનેટ કરે અને ત્યાર બાદ મેડિકલ ટેકનિકની મદદથી તે મહિલાની અંદર તેનું સ્પર્મ નાખીને તેણીને માતા બનાવે છે.

image source

તેણે 2500 બાળકોનું ટાર્ગેટ પણ રાખ્યું છે. અને આ ટાર્ગેટને પુરુ કરવા માટે તે દર અઠવાડિયે 5 મહિલાઓને મળે છે. તે પોતાના સ્તરે તો તે માટે પ્રયાસ કરે જ છે, પણ ઘણી મહિલાઓ પણ તેમનો ઓનલાઈન સંપર્ક કરે છે. તે આ કામ માટે વિદેશ પણ જાય છે. લોકડાઉનમાં પણ તેણે 6 બાળકોના પિતા બનીને રેકોર્ડ બનાવી દીધો છે.

image source

દોઢ સો બાળકોના પિતા બની ગયેલા જો આ બાળકોને ત્યારબાદ મળવા પણ જાય છે. સૌથી સારી વાત એ છે કે તેઓ આ કામ માટે કોઈ પૈસા નથી લેતા, માત્ર ટ્રાવેલનો ખર્ચો જ લે છે. તેઓ બસ તે મહિલાઓના ચહેરા પર સ્મિત જોવા માગે છે જે કોઈ કારણસર પોતાના પતિના બાળકની માતા નથી બની શકતી.

image source

2020 નું વર્ષ પુરુ થાય તે પહેલાં તેઓ દસ મહિલાઓને ગર્ભવતિ બનાવવા માગે છે. 49 વર્ષિય જો હાલ તો પોતાના 2500ના ટાર્ગેટથી ખૂબ પાછળ છે, પણ તેમને આશા છે કે તેઓ આ ટાર્ગેટ પુરુ કરી લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ