કોરોના કાળમાં વિદેશથી ગુજરાત આવતા લોકો માટે રાહતના સમાચાર, જાણો કોરેન્ટાઈન થવાના નિયમમાં શું થયો મોટો ફેરફાર

કોરોના વાયરસના કારણે લોકોના પરીવહનનો અનુભવ ઘણો બદલાયો છે. લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પણ પહેલા પરવાનગી લેવી પડતી હતી. પરંતુ ધીરે ધીરે તેમાં પણ છૂટછાટ મળી છે અને હવે કોઈપણ જગ્યાએ સરળતાથી જઈ શકાય છે. પરંતુ વિદેશથી આવતા લોકો માટે આ છૂટછાટ અત્યાર સુધી ન હતી. જો કે હવે વિદેશથી આવતા લોકોને પણ સરકારે રાહત આપી છે. આજે વિદેશથી આવતા મુસાફરો માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

image source

અત્યાર સુધી વિદેશથી આવતા મુસાફરોને એરપોર્ટથી સીધા જ કોરોન્ટાઈન સેન્ટર મોકલી દેવામાં આવતા હતા. આવા મુસાફરોને 7 દિવસમાં ફરજિયાત ઈન્સિટટ્યુશનલ કોરોન્ટાઈન કરવામાં આવતા હતા. 7 દિવસ બાદ જ તેઓ પોતાના ઘરે જઈ શકતા હતા. જો કે હવે આવું નહીં હોય. હવેથી ઇન્સ્ટિટ્યુશનલ કોરોન્ટાઈન બંધ કરવામાં આવ્યું છે. એટલે કે હવે મુસાફરો એરપોર્ટથી સીધા પોતાના ઘરે જઈ શકશે. જો કે લોકોને પોતાના ઘરે 14 દિવસ માટે કોરોન્ટાઈન રહેવું પડશે.

image source

આ નિર્ણય કરવાનું કારણ એવું જાણવા મળેલ છે કે વિદેશથી આવતી ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થતા ઇન્સ્ટિટયુશનલ કોરોન્ટાઈન વ્યવસ્થા પર ભારણ વધ્યું છે. આ ભારણ હળવું કરવા માટે ગુજરાત સરકારે વિદેશથી આવતા મુસાફરો માટે હવે એરપોર્ટથી સીધા જ પોતાના ઘરે જ 14 દિવસ હોમ કોરોન્ટાઈન રહી શકે તે માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે.

image source

વિદેશથી આવતા પ્રવાસીઓને એરપોર્ટથી કોરોન્ટાઈન કરવામાં નહીં આવે. આ અંગેનો પરિપત્ર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પરીપત્રમાં નોંધવામાં આવ્યું છે કે ગર્ભવતી, માનસિક બીમારીના દર્દી અને 10 વર્ષથી નાના બાળકો સાથે આવતા મુસાફરોએ બોર્ડિંગના 72 કલાક પહેલાં જવું હશે તો તેમને સીધા જ 14 દિવસ હોમ કોરોન્ટાઈન હેઠળ જવા દેવામાં આવશે. તેવી જ રીતે પ્રવાસ પહેલાં 96 કલાકમાં RT-PCR નેગેટિવ રિપોર્ટ ધરાવતા મુસાફરોને પણ 14 દિવસનું હોમ કોરોન્ટાઈન મળશે.

image source

આ પરિસ્થિતિ સિવાય જેમને 14 દિવસ હોમ કોરોન્ટાઈનની પરવાનગી મળી ન હોય તેવા લોકોનું એરપોર્ટ ઉપર જ મેડિકલ ચેક-અપ થશે. વિદેશથી આવતા પ્રસાસીઓ કે જેમને કોરોનાનાં લક્ષણો ન હોય તેવા જ મુસાફરોને 14 દિવસના હોમ કોરોન્ટાઈન માટે જવા દેવામાં આવશે. જેમને કોવિડ-19નાં લક્ષણો જોવા મળશે તેમનો તાત્કાલિક રેપિડ એન્ટિજન ટેસ્ટ થશે અને ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવશે તો નજીકની કોવિડ હોસ્પિટલ અથવા તેમને હોમ આઈસોલેશન કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ