74 વર્ષે પણ એટલો જ પ્રેમ…બીમાર પત્ની માટે ઘરને હોસ્પિટલ, રૂમને ICU અને કારને બનાવી દીધી એમ્બ્યુલન્સ

પત્નીને હોસ્પિટલમાં એકલા ના રહેવું પડે એટલા માટે એક વૃદ્ધ પતિએ પોતાના ઘરને જ બનાવી દે છે ICU.

એવું કહેવાય છે કે, એક જીવનસાથી જ અંતિમ શ્વાસ સુધી સાથ આપે છે. ભલેને પછી કેટલીય મુશ્કેલીઓ કેમ ના આવે, કે પછી ઉમર અને સ્વાસ્થ્ય પણ કેમ સાથ ના આપી રહ્યા હોય પરંતુ જો આપની સાથે આપનો જીવનસાથી છે તો જીવનમાં આવતી દરેક મુશ્કેલમાં મુશ્કેલ પડકારોને પણ આપના માટે સરળ બનાવી શકે છે. આજે અમે આપના આવા જ વૃદ્ધ દંપત્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

આ વૃદ્ધ દંપત્તિ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુરમાં નિવાસ કરી રહ્યા છે. નિવૃત્ત એન્જીનીયર જ્ઞાન પ્રકાશ શ્રીવાસ્તવ પોતાની બીમાર પત્નીને હોસ્પિટલમાં એકલા છોડવાની ઈચ્છા રાખતા હતા નહી. એટલા માટે જ્ઞાન પ્રકાશએ પોતાના ઘરને જ ICUમાં પરિવર્તિત કરી દીધું છે અને હવે તેઓ આખો દિવસ એકબીજાની સાથે રહે છે અને એકબીજાની સ્થિતિને જાણે છે.

image source

નિવૃત્ત એન્જીનીયર જ્ઞાન પ્રકાશ શ્રીવાસ્તવએ કોઈ ડોકટરીનો અભ્યાસ કે પછી કોર્સ કર્યો નથી પરંતુ તેઓ પોતાની પત્નીનું ધ્યાન હોસ્પિટલના સ્ટાફની જેમ જ રાખે છે. જ્ઞાન પ્રકાશ પોતાની પત્નીના સારા સ્વાસ્થ્ય માટે તેમણે ઓક્સિજન સિલેન્ડરથી લઈને વેન્ટીલેટર સુધીની બધી વ્યવસ્થા પોતાના ઘરે જ કરી દીધી છે. જ્ઞાન પ્રકાશ જણાવે છે કે, તેમની પત્ની કુમુદની શ્રીવાસ્તવ અસ્થમાના દર્દી છે. છેલ્લા ચાર વર્ષમાં તેઓ ઘરે ઓછા અને હોસ્પિટલમાં વધારે રહ્યા છે. ગયા વર્ષે તેઓ પોતાની પત્નીને હોસ્પિટલથી ઘરે લઈને આવે છે, તો તેમણે ત્યારે વિચારી લીધું હતું કે, હવે ફરીથી હોસ્પિટલમાં નહી જાય. ત્યાર બાદ તેમણે ઘરને જ હોસ્પિટલમાં પરિવર્તિત કરી દીધું છે.

જ્ઞાન પ્રકાશે પોતાના ઘરમાં ઓક્સિજન પાઈપલાઈનની ફિટિંગ કરાવી છે. આની સાથે જ જે રૂમમાં તેમની પત્ની રહે છે તે રૂમમાં નેબુલાઈઝર, એર પ્યુરીફાયર, સકશન મશીન અને વેન્ટીલેટર પણ લગાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હોસ્પિટલના ICUની જેમ જ તેમણે એક રૂમને તૈયાર કર્યો છે.

કારમાં પણ એમ્બ્યુલન્સ જેવી છે વ્યવસ્થા.:

image source

જ્ઞાન પ્રકાશએ પોતાની કારને પણ એમ્બ્યુલન્સ જેવી જ બનાવી દીધી છે. તેમણે પોતાની કારમાં ઓક્સિજનની ફિટિંગ કરાવી છે. પત્નીને જયારે ક્યારેય પણ ઈમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત પડે છે તો તેઓ પોતાની જ કારમાં પત્નીને લઈ જાય છે. જ્ઞાન પ્રકાશ દર અઠવાડિયે બે ઓક્સિજન સિલેન્ડર મંગાવે છે. તેઓ કહે છે કે, આ કામમાં તેમની એન્જીનીયરિંગએ તેમનો ખુબ જ સાથ આપ્યો છે. તેઓ સતત પ્લસ ઓક્સિમીટર અને ઓક્સિજન મીટર મોનિટર કરે છે અને તેના પ્રમાણે જ ઓક્સિજનની સપ્લાઈ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ