સુરતના સૌથી મોટા બુટલેગરની અંતિમયાત્રાનો આ વિડીયો જોઇને તમને પણ લાગશે નવાઇ, અધધધ..લોકો થયા સામેલ

સુરતમાં બૂટલેગરની અંતિમ યાત્રામાં ‘હમારા ભાઈ અમર રહે’ના નારા લાગ્યા – સેંકડોના ટોળા ઉમટ્યા – જુઓ વિડિયો

માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંતિમ યાત્રા કે પછી બેસણામાં કેટલા લોકો આવ્યા છે તેને જોઈને લોકો તેના સંબંધોનો તાગ મેળવતા હોય છે. સામાન્ય રીતે કોઈ રાજ નેતા મૃત્યુ પામ્યો હોય કે પછી કોઈ અભિનેતા મૃત્યુ પામ્યો હોય કે પછી કોઈ સંત મૃત્યુ પામ્યા હોય ત્યારે તેમની અંતિમયાત્રામાં સેંકડોની સંખ્યામાં લોકો જોવા મળે છે.

image source

પણ સુરતમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારના એક નામી બૂટલેગરની થોડા સમય પહેલા હત્યા કરી દેવામા આવી હતી. જેનું નામ હતું કાલુ. તેની હત્યા મધ્યરાત્રીએ આ જ વિસ્તારના ઉધના ભીમનગર ગરનાળાથી આગળ આવેલા રેલ્વે ટ્રેકની બાજુમાં ડિંડોલી તરફ તેના દુશ્મનો દ્વારા કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.

અને ત્યાર બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને હત્યાકાંડની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આ હત્યા એક બૂટલેગરની હોવાથી સ્વાભાવિક છે કે આ કોઈ ધંધાકીય અદાવતી હત્યા જ હોઈ શકે. જોકે ત્યાર બાદ હૂમલાની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવામ મળી હતી. જેના આધારે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

image source

સુરતમાં દારૂનો ધંધો ચલાવતો બૂટલેગર કાલૂ પોતાનું વર્ચસ્વ ધરાવતો હતો. ખાસ કરીને સુરતના ઉધના અને રેલ્વે પોલીસની હદમાં તેનો દારૂનો મોટાપાયાનો ધંધો હતો. તેનો ભૂતકાળ પણ ગુનાહીત જ છે. છેલ્લા ઘણા સમયથી ઉધના તેમજ રેલ્વે પોલીસમાં તેના વિરુદ્ધ અસંખ્યા ફરિયાદો નોંધાઈ ચૂકી છે. અને આવા ધંધામાં તમારા દોસ્ત કરતા દુશ્મન વધારે હોય છે.

મધ્ય રાત્રીએ સાત શખ્યો દ્વારા તેના પર ઘાતકી હૂમલો કરવામા આવ્યો હતો હૂમલાથી બચવા માટે કાલૂ ડિંડોલી તરફ દોડ્યો હતો પણ તે તેના દુશ્મનોથી બચી શક્યો નહોતો અને અજ્જુ નામના તેના એક દૂશ્મને તેને પકડી લીધો હતો. અને તેના પર શરીરના વિવિધ ભાગો પર ગુપ્તીથી હૂમલો કરીને તેને મારી નાખામાં આવ્યો હતો.

તેના મૃત્યુ બાદ તેના સાથીઓએ તેની અંતિમ યાત્રા પણ કાઢી હતી. અને આ અંતિમ યાત્રા કોઈ રાજનેતા કે અભિનેતાની અંતિમ યાત્રા જેવી ભાસી રહી હતી કારણ તેમાં લોકોના ટોળે ટોળા જેડાયા હતા. માત્ર તેટલું જ નહીં પણ ‘હમારા ભાઈ અમર રહે’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ટોળાઓ એકઠા થવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મૃત્યુ જેવી ગંભીર ઘટના માં પણ પાંચ જણથી વધારે લોકોને ભેગા થવા દેવા પર મનાઈ ફરમાવવામાં આવી છે તેમ છતાં બધા જ નીયમોને નેવે મુકીને આ સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સીંગના ચીથડા ઉડાડી દેવામા આવ્યા હતા. આ ઉપરાંત આ ટોળાઓમાં લોકોએ માસ્ક પહેરવાની પણ તસ્દી નોહતી લીધી. તો જોઈલો તમે આ બૂટલેગરની અંતિમ યાત્રાની વિડિયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ