બ્રાઉની – ઈંડા વગર ની આ વોલનટ બ્રાઉની ઘર ના નાના મોટા સૌ ને ખુબ જ ભાવશે

લોકડાઉન સ્પેશિયલ ટેસ્ટ માં બેકરી ના જેવી જ પણ ઈંડા વગર ની આ વોલનટ બ્રાઉની ઘર ના નાના મોટા સૌ ને ખુબ જ ભાવશે

સામગ્રી:

 • મેંદા નો લોટ: ૧ કપ
 • કોકો પાવડર: ૧/૨ કપ
 • ખાંડ: ૧/૨ કપ (ખાંડ નું પ્રમાણ તમે ઘર માં જે પ્રમાણે ગળ્યું ખાતા હોઈ તે પ્રમાણે વધુ ઓછુ કરી શકો છો)
 • મોળું દહીં: ૨ ચમચી
 • ચોકલેટ ચિપ્સ: ૧/૨ કપ
 • વેજીટેબલ ઓઈલ: ૧/૨ કપ
 • અખરોટ: ૨ ચમચી
 • બેકિંગ સોડા: ૧/૪ ચમચી
 • બેકિંગ પાવડર: ૧ ચમચી
 • કંડેન્સ મિલ્ક: ૨ ચમચી
 • હુંફાળું પાણી: જરૂર મુજબ

રીત:

સૌથી પેહલા આપણે દહીં ની અંદર બેકિંગ સોડા એડ કરી અને એને મિક્ષ કરી લઈશુ અને તેને સાઈડ પર રાખીશું.

હવે એક મોટા બાઉલ માં એક મોટી ચારણી મૂકી અને તેમાં મેંદા નો લોટ, કોકો પાઉડર અને બેકિંગ પાવડર નાખી અને ચારણી થી બરાબર ચાળી લઈશું. જેના લીધે કોઈ પણ જાત ના લંબ્સ નહિ રહે અને બધી સામગ્રી પણ વ્યવસ્થિત રીતે મિક્ષ થઇ જશે.

હવે બીજા એક મોટા વાસણ માં તેલ લઈશું જેમાં ૨ ઘુંટા જેટલું પાણી નાખશું અને તેને વિસ્ક ની મદદ થી બરાબર ૧-૨ મિનીટ સુધી મિક્ષ કરવું જ્યાં સુધી પાણી અને તેલ મિક્ષ થઇ જાય ત્યાં સુધી. યાર બાદ તેમાં દહીં અને બેકિંગ સોડા વાળું મિક્ષર અને કંડેન્એસ મિલ્ક એડ કરી દઈશું અને તેને ફરી થી ૧ મિનીટ માટે વિસ્ક કરી લઈશું.

હવે આ મિક્ષર માં ચપટી મીઠું નાખી અને મેંદા ના લોટ અને કોકો પાઉડર વાળું મિક્ષર થોડું થોડું કરી અને નાખશું. જરૂર પડે તો તેમાં પાણી એડ કરવું

સ્પુન ડ્રોપ કન્સીસ્ટન્સી રહે એટલે તેમાં ખાંડ નાખવી અને ખાંડ ઓગળે ત્યાં સુધી આ મિક્ષર ને ૩-૪ મિનીટ હલાવતા રહેવું. ખાંડ એડ કાર્ય બાદ રેઈની કન્સીસ્ટન્સી થઇ જશે. જેના માટે તમે નીચે બતાવેલા વિડીયો માં જોઈ શકો છો.

હવે આ મિક્ષર માં ૧ ચમચી કાપેલા અખરોટ નાખશું, અને ૧/૪ કપ ચોકલેટ ચિપ્સ એડ કરશું અને બંને ને બરાબર મિક્ષ કરી લઈશું.

બ્રાઉની ટ્રે ને બટર થી બરાબર ગ્રીસ કરી અને આ તૈયાર કરેલું મિક્ષર તેમાં પાથરી લઈશું.ટ્રે ને ૧-૨ વખત થીરે થી ટેપ કરશું જેથી તેમાં રહેલા એર બબલ્સ નીકળી જાય

અને ત્યારબાદ ઉપર થી અખરોટ અને ચોકલેટ ચિપ્સ થી ગાર્નીશ કરી લઈશું.

હવે ઓવન ને ૩૫૦F એ પ્રી હીટ કરી ને બ્રાઉની ને ૨૫-30 મિનીટ માટે બેક કરવા મુકો.

૨૫-30 મિનીટ બાદ ટુથપીક ની મદદ થી ચેક કરો કે બ્રાઉની બની છે કે નહિ. જો ટુથપીક ચોખ્ખી નીકળે તો બ્રાઉની તૈયાર છે.

ઓવન ને બંધ કરી બ્રાઉની ને ૫-૭ મિનીટ ગરમ ઓવન માં જ રાખો. ૫-૭ મિનીટ પછી બ્રાઉની ને ઓવન માંથી કાઢી અને રૂમ ટેમ્પરેચર આવી જાય ત્યાં સુધી ઠંડી થવા દો. એક વખત ઠંડી થઇ જાય એટલે બ્રાઉની ને કટ કરી લો.

તો તૈયાર છે બેકરી ના જેવી જ ટેસ્ટી અને પછી ઈંડા વિના ની “વોલનટ બ્રાઉની”

વિડીયો માટે ની લીંક:

રસોઈની રાણી – દર્શિતા પટેલ (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.