કોરોના કાળમાં ગાઇડલાઈનની સાથે આખા વિશ્વમાં ધામધૂમથી લોકો કરી રહ્યા છે ક્રિસમસની ઉજવણી, જોઇ લો તસવીરોમાં

કોરોના કાળમાં ગાઇડલાઈનની સાથે આખા વિશ્વમાં ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કવરામા આવી

આખા વિશ્વમાં હાલ કોરોના ગાઇડલાઇન્સની સાથે ક્રિસમસના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત સહિત વિશ્વના બાકીના દેશોમાં ક્રિસમસની ધૂમ છે. મોટા ભાગના લોકો ક્રિસમસના તહેવારને ઘરે રહીને મનાવી રહ્યા છે. મહામારી અને કોરનાના આ નવા સ્ટેરને લોકોમાં એક ભય ઉભો કરી મુક્યો છે જેના કારણે દર વર્ષની જેમ ક્રિસમસની રોનક બજારોમા જોવા નથી મળી રહી પણ કોરોના કાળમાં ક્રિસમસને લઈને લોકોનો ઉત્સાહ બનેલો છે. દેશ-વિદેશના કેટલાએ ચર્ચોમાં ક્રિસમસના અવસર પર લોકડાઉન રાખવામાં આવ્યું છે. પણ લોકો ચર્ચ બહાર મોટી સંખ્યામા આવીને ક્રિસમસના તહેવારને હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવી રહ્યા છે.

આખા દેશમાં આજે ક્રિસમસની ધૂમ મચેલી છે, મોટી સંખ્યામા લોકો ચર્ચ પર પહોંચી રહ્યા છે. ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, જમ્મૂ-કશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્લી ગોવા સહિત દેશના અલગ અલગ ભાગોમાં ક્રિસમસની ઉજવણી કવરામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી એઆઈએ ક્રિસમસ પર ગોવાની રાજધાની પણજીમાં અવર લેડી ઓફ ધ ઇમેક્યૂલેટ કોન્સેપ્ટ ચર્ચની મિડનાઈટ માસના આયોજનની તસ્વીરો શેર કરી છે. તસ્વીરોમા જોઈ શકાય છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ચર્ચમાં ક્રિસમસ સેલિબ્રેટ કરી રહ્યા છે.

તો બીજી બાજુ કોલકાતાના ફેમસ ચર્ચ સેંટ પોલ કેથેડ્રને અરધી રાત બાદ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. અહીંયા ક્રિસમસની પૂર્વ સંધ્યા પર લોકો ભારે સંખ્યામા ભેગા થાય છે. કોરનાના કારણે લાગવામાં આવેલા પ્રતિબંધો અને ચર્ચના બંધ હોવાના કારણે અહીં પોસ્ટર લગાવી દેવામાં આવ્યું છે. ચર્ચ બહાર સુરક્ષા પણ વધારવામાં આવી છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે ચર્ચની બહાર ખૂબ ભીડ છે. ચર્ચને દર વર્ષની જેમ આ વર્ષે પણ સજાવવામાં આવ્યું છે.

તો વળી તામિલનાડુની વાત કરીએ તો અહીં લોકો ચર્ચ ની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા બેઠેલા જોઈ શકાય છે. ક્રિસમસ દર વર્ષે 25મી ડિસેમ્બરે જિસસ ક્રિસ્ટના જન્મ દિવસની ખુશીમા મનાવવામાં આવે છે. જિસસ ક્રિસ્ટને ભગવાનનું સંતાન કહેવામાં આવે છે. ક્રિસમસનું નામ પણ ક્રિસ્ટથી જ પડ્યું છે. માન્યતા છે કે સૌથી પહેલાં આ ક્રિસમસ 336 એડીમાં 25 ડિસેમ્બરના રોજ એક ક્રિશ્ચિયન ધર્મના રોમન શાસક દ્વારા મનાવવામાં આવી હતી. તેઓ તે રોમન સામ્રાજ્યના પહેલા ક્રિશ્ચિયન રાજા હતા. જેના કેટલાએ વર્ષો બાદ પોપ જૂલિયસે આ વાતની જાહેરાત કરી કે 25 ડિસેમ્બરને જીસસના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ