કલોલ બ્લાસ્ટ: પતિના મોતના કલાકો બાદ જ પત્નીએ છોડ્યો દેહ, એક સાથે બન્નેની નિકળી અંતિમયાત્રા, અનેક લોકોની આંખમાં આસું

ગાંધીનગર જિલ્લાના કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં પેટાળ ફાટતા બે બંગલો ધ્વસ્ત થયા હતા. એ ગોજારી ઘટનામાં અમિત નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેમની પત્નીને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ વીધિની વક્રતા જુઓ પતિના મોતના કલાકો બાદ જ તેમની પત્નીએ પણ અનંતની વાટ પકડી હતી અને સાથે જીવવા-મરવાના કોલને પાળી બતાવ્યો હતો.

સારવાર દરમિયાન પિનલબેનનું પણ મોત

image source

પ્રાપ્ત માહિતી અનુસાર કલોલની પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું છે. મંગળવારે બનેલી ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન દાઝી જતાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન પિનલબેનનું પણ મોત થયું હતું. ઘરમાં બ્લાસ્ટ સમયે રસોડામાં કામ કરતાં પિનલબેન દાઝી ગયાં હતાં અને બેભાન થઈ ગયાં હતાં.

image source

તમને જણાવી દઈએ કે મૃતક અમિતના પિતા જનકભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ કેનેડા રહેતાં હોવાને પગલે તેઓ ગુરુવારે કલોલ પહોંચ્યાં હતાં. પુત્રના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરતા પરિવારને પુત્રવધૂ પિનલના મોતના પણ સમાચાર મળ્યા હતા, જેને લઈને સૌ કોઈ પર દુખનો ડૂંગર તુટી પડ્યો હતો. અમિતનું ઘર ધરાસાયી થયું હોવાથી તેમની અને તેમના પત્નીની અંતિમયાત્રા તેના માસી દક્ષાબેન જગદીશભાઈ શુક્લને ત્યાંથી કાઢવામાં આવી હતી.

પરિવાર સાથે સ્થાનિકોની આંખોમાં પણ આંસુ આવી ગયાં

image source

એક સાથે 2 અંતિમયાત્રા નીકળતાં પરિવાર સાથે સ્થાનિકોની આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં. અમિતનો પરિવાર મૂળ લીંબડીનો રહેવાશી છે. અમિત પત્ની તેમજ દાદી સાથે ગાર્ડન સિટીમાં 159 નંબરના મકાનમાં ભાડે રહેતો હતો. યુવક ફર્નિચરની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતો. ત્યારે બ્લાસ્ટમાં કાટમાળ નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે રસોડામાં કામ કરતી પત્ની પિનલ દાઝી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. જેને પગલે તેને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે તેનું મોત થયું હતું. જ્યારે બ્લાસ્ટમાં દાઝી ગયેલા 75 વર્ષીય વૃદ્ધા હંસાબેન દવે હાલ સારવાર હેઠળ છે.

આખી સોસાયટી ધ્રૂજી ઊઠી હતી

image source

ગાર્ડન સિટીમાં 170 જેટલા મકાનો આવેલા છે, મકાનોની અંદાજિત કિંમત 50થી 60 લાખ જેટલી છે. ત્યારે બ્લાસ્ટ સમયે 40 જેટલા ઘરના કાચ તૂટી ગયા હતા અને આખી સોસાયટી ધ્રૂજી ઊઠી હતી. બીજી તરફ વિસ્તારમાં ગેસનું પ્રમાણ મળી આવતાં સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. દરેક એકબીજાને પૂછી રહ્યાં છે, આપણી આખી સોસાયટી તો જોખમ પર નથી ઉભીને? તપાસ એજન્સીઓ પણ હજુ ઘટનાને મુખ્ય કારણ સુધી પહોંચી શકી નથી. આ માત્ર ગાર્ડન સિટી સોસાયટીનો જ પ્રશ્ન નથી, સમગ્ર પંચવટી વિસ્તાર અને કલોલના અનેક ભાગ માટે પડકારજનક મામલો છે.

ખરેખર આ બનાવ બન્યો કેવી રીતે ?

image source

દુર્ઘટનાના ત્રણ દિવસ પછી પણ ઓથોરિટી એ નક્કી નથી કરી શકી કે ખરેખર આ બનાવ બન્યો કેવી રીતે ? તેની પાછળનું મુખ્ય કારણ શું છે ? બનાવ સાથે સંકળાયેલી એજન્સીઓ પોતાની જાત બચાવવાની ફિરાકમાં છે પણ સૌથી દુ:ખની વાત એ છે કે અડધા કરોડની કિંમત ખર્ચીને અહીંયા બંગલો બનાવનાર લોકોના રોકાણનું શું થશે ? નુકસાનું વળતર કોણ આપશે ? અસરગ્રસ્તો છતાં ઘરે રસ્તા પર આવી ગયાની સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ બ્લાસ્ટ સ્થળની નીચે ઓએનજીસીની લાઈન મળી આવી હતી. જેને પગલે ઓએનજીસીના અધિકારીઓએ પણ આવીને પાઈપલાઈનોનો સરવે કર્યો હતો. જોકે અધિકારીઓએ સોસાયટીના સભ્યો સાથે કોઈ વાતચીત કરી ન હતી અને બારોબાર જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ