ગૃહ મંત્રી અમિત શાહે લોકડાઉનને લાગુ કરતાં પહેલાં માગ્યા રાજ્યો પાસે સૂચન, વધુ માહિતી વાંચો તમે પણ

ગૃહ મંત્રી અમિત શાહે લોકડાઉન લંબાવવા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા. પાંચમા લોકડાઉનને લાગુ કરતાં પહેલાં માગ્યા રાજ્યો પાસે સૂચન – સાથે જાણો કોરોના વાયરનસા તાજેતરના આંકડા અને અન્ય રાજ્યોન સ્થિતિ

હાલ આખાએ દેશમાં કોરોના સંક્રમીતોનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આ આંકડો 1.65 લાખ સુધી પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 4711 સુધી પહોંચી ગયો છે. અને મળેલી માહિતી પ્રમાણે દેશના ગૃહ મંત્રી અમિત શાહે લોકડાઉન લંબાવવા માટે વિવિધ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી છે. અને 31મી મે સુધીમાં તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. હાલ દેશ માટે એક માત્ર રાહતની વાત એ છે કે વધુને વધુ લોકો સાજા થઈને પોતાના ઘરે પાછા જઈ રહ્યા છે. રાજ્યોની વાત કરીએ તો દેશમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે.

image source

અહીં 59546 લોકો સંક્રમીત છે તો 1982 લોકોના અહીં કોરોના વાયરનસા કારણે મૃત્યુ થયા છે. આ યાદીમાં બીજા ક્રમે તમિલનાડુ રાજ્ય છે જ્યાં સંક્રમીતોની સંખ્યા 19372 છે જ્યારે 148 લોકોએ જીવ ગુમાવ્યા છે. અને ત્રીજા ક્રમે દેશની રાજધાની દીલ્લી છે. દીલ્લીમાં સંક્રમિતોની સંખ્યા 16281 છે જ્યારે મૃત્યુ આંક 316 છે. તામીલ નાડુની સરખામણીમાં સંક્રમીતની સંખ્યા ઓછી હોવા છતાં મૃત્યુ આંક વધારે છે જે એક ગંભીર બાબત છે. બીજી બાજુ ગુજરાતની પણ તેટલી જ ગંભીર સ્થિતિ છે. અહીં સંક્રમીતોની સંખ્યા 15572 છે જ્યારે મૃત્યુઆંક 960 છે. જે ઘણો વધારે છે.

image source

ચોથા લોકાડાઉનમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નિયમો ઘડવા અને છૂટછાટો આપવા સૂચન કર્યું હતું તે પ્રમાણે હાલ સરકારે ઘણી બધી છૂટછાટો આપવાની શરૂ કરી દીધી છે. ભારતીય રેલ્વેએ પણ 12મી મેથી શરૂ થયેલી રાજધાની રૂટની 30 ખાસ ટ્રેનોના એડવાન્સ રિઝર્વેશનની અવધીને વધારીને 30 દિવસથી 120 દિવસ કરી છે. તેમજ પહેલી જૂનથી શરૂ થનારી અન્ય 200 ટ્રેનોમાં પાર્સલ તેમજ લગેજ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે હજુ સુધી રેલ્વે સ્ટેશન પર ફુડ સર્વિસ શરૂ કરવામાં આવી નથી. કારણ કે તેમના મોટા ભાગના ફેરિયાઓ પોતાના ગામ જતા રહ્યા છે. તો વળી કર્ણાટક સરકારે રાજ્યમાં સંક્રમણ વધારે ન ફેલાય તે હેતુથી મહારાષ્ટ્ર, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનથી આવનારી ટ્રેનો, બસો તેમજ ફ્લાઇટો ઉપરાંત અન્ય વાહનો પર હાલ પ્રતિબંધ મુક્યો છે.

image source

દેશના તાજેતરના આંકડાની વાત કરીએ તો બુધવારે અત્યાર સુધીના સૌથી વધારે પોઝીટીવ કેસ સામે આવ્યા હતા આ સંખ્યા 7261 હતી. એ પહેલાં 24મી મેના રોજ 7111 સંક્રમીતોની મોટી સંખ્યા સામે આવી હતી. આમ જોવા જઈએ તો હવે દેશમાં સંક્રમીતોની રોજની શરેરાત 7000 પહોંચી ગઈ છે. અને જો આ આંકડાને ધ્યાનમાં લેવામાં આવેતો આવનારા માત્ર 3-4 દિવસમાં જ દેશમાં સંક્રમીતોની સંખ્યા 2 લાખને ઓળંગી જશે.

તાજેતરના અપડેટ્સ જાણીએ

image source

– 31મી મેના રોજ લોકડાઉન 4 પૂર્ણ થવા જઈ રહ્યું છે તો હવે લોકડાઉન 5ની યોજનાઓ કરવામાં આવી રહી છે. લોકડાઉન 5માં શું શું પગલા લેવામાં આવશે તે વિષે રાજ્ય સરકારો સાથે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. ગઈ કાલે કેબિનેટ મંત્રી રાજીવ ગૌબાએ મુંબઈ, દિલ્લી, ચેન્નાઈ, કોલકાતા વિગેરે 13 શહેરો કે જેઓ કોરોના વાયરસથી સૌથી વધારે પ્રવાભવિત છે તેમના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરી હતી.

– હાલ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર છે. જો કે ગુજરાતમાં જે પ્રકારનો મૃત્યુઆંક છે તે પણ ગંભીર છે. મહારાષ્ટ્રમાં બુધવારે બીજા 2190 કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા 11 દિવસથી 2000થી ઉપર પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે.

– ભાજપના પ્રવક્તા સંબિત પાત્રામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં પરિક્ષણ તેમજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

– મુંબઈની ફોર્ચ્યુન હોટેલમાં લાગેલી આગમાં 25 જેટલા ડોક્ટરો ફસાઈ ગયા હતા જેમને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા. પહેલા માળે લાગેલી આગ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મુંબઈની વિવિધ કોવીડ હોસ્પિટલમાં કામ કરતાં ડોક્ટર્સ તેમજ નર્સ મુંબઈની વિવિધ હોટેલમાં હાલ રહે છે.

– હરિયાણામાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પર 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં આ દંડ 200 રૂપિયા છે. જ્યારે મધ્ય પ્રદેશમાં જો કોઈ વ્યક્તિ હોમ ક્વોરેન્ટાઇનનું ઉલંઘન કરશે તો તેણે દંડરૂપે 2000 રૂપિયા ચૂકવવાના રહેશે.

– દિલ્લીમાં બે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમીત થયા છે જેઓ LNJP હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા.

હવે દેશના રાજ્યોની સ્થિતિ પર એક નજર નાખીએ

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રની સ્થિતિ હાલ દેશમાં સૌથી કફોડી છે. અહીં બુધવારે 2190 નવા કેસ સામે આવ્યા હતા. અને તે જ દિવસે 964 લોકો સાજા થયા હતા અને તેમને રાજ આપવામાં આવી હતી. પણ 105 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા. હાલ સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમીતોની સંખ્યા 59546 સુધી પહોંચી ગઈ છે. જો કે 17 હજાર કરતાં ઉપર લોકો સાજા થયા, અને રાજ્યમાં કુલ મૃત્યુ 1897 થયા છે. બુધવારે મહારાષ્ટ્રમાં નવા 2190 કેસ આવ્યા હતા. અને 105 દર્દીઓના મૃત્યુ નીપજ્યા હતા. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 1982 લોકોના મૃત્યુ નીપજ્યા છે.

રાજસ્થાનઃ રાજસ્થાનની વાત કરીએ તો અહીં ગુરુવારે 131 નવા કેસ સામે આવ્યા હતા. હાલ રાજસ્થાનના સંક્રમીતોના આંકડા જોવામાં આવે તો સંખ્યા 8067 છેજ્યારે 4815 લોકો સાજા થઈ ગયા છે અને મૃત્યુ આંક 179 સુધી પહોંચી ગયો છે.

ઉત્તરપ્રદેશઃ વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસી મજૂરો પોતાના વતન પાછા ફરી રહ્યા હોવાથી રાજ્યને સંક્રમણનું જોખમ વધી ગયું છે. અને ઝડપથી સંક્રમણ ફેલાઈ પણ રહ્યું છે અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશમાં સંક્રમીતોની સંખ્યા 6991 થઈ ગઈ છે. અને મૃત્યુઆંક 182 સુધી પહોંચી ગયો છે. સંક્રમિતોમાં 1820 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. બુધવારે મેરઠ, અલીગઢ, ગાઝિયાબાદ, ગેરખપુર તેમજ મુઝફ્ફરનગરમાં એક-એક સંક્રમિતેના મૃત્યુ નીપજ્યા હતા. જેમ જેમ પ્રવાસીઓ આવતા જાય છે તેમ તેમ સંક્રમણનો ફેલાવો વધી રહ્યો છે.

મધ્ય પ્રદેશઃ આ રાજ્યના 52 જિલ્લામાંથી 51 જિલ્લાઓ સુધી સંક્રમણ પહોંચી ગયું છે. કટની જિલ્લામાં 9 વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત થઈ છે. આ જિલ્લાનો આ પ્રથમ કેસ છે. હવે માત્ર નિવાડી જિલ્લો જ કોરોનાના સંક્રમણથી મુક્ત છે. મધ્ય પ્રદેશમાં બુધવારે 237 કેસ નવા આવ્યા હતા, અને આ દિવસે 8 લોકોના કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યા હતા. રાજ ભવનમાં કામ કરતાં 6 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા ત્યાર બાદ તેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

image source

આમ સમગ્ર દેશમાં સ્થિતિ વધારે અને વધારે કથળી રહી છે. પણ અહીં સૌથી વધારે ચિંતાની સમસ્યા ગુજરાત માટે છે કારણ કે ગુજરાતમાં મૃત્યુઆંક અન્ય રાજ્યો કરતાં પણ વધારે છે. મહારાષ્ટ્રમાં સંક્રમીતોની સંખ્યા ગુજરાત કરતાં લગભગ ચાર ગણી વધારે છે તો સામે મૃત્યુ દર ઘણો ઓછો છે. તામીલનાડુ અને દિલ્લીમાં સંક્રમીતોની સંખ્યા ગુજરાત કરતાં વધારે હોવા છતાં ત્યાં મૃત્યુઆંક ઓછો છે. જે ગુજરાતવાસીઓ માટે ચિંતાનો પ્રશ્ન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ