સૂરજમુખીમાંથી બનાવવામાં આવતુ તેલ વાળથી લઇને અનેક સ્કિન પ્રોબ્લેમ્સની સમસ્યાને દૂર કરે છે…

સૂરજમુખીનુ ફૂલ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. દેખાવમાં સુંદર લાગતા સૂરજમુખીના ફૂલમાં અનેક ગુણો એવા છે જે સ્કિન માટે એકદમ બેસ્ટ છે. સૂરજમુખીમાંથી બનાવવામાં આવતુ તેલ વાળથી લઇને અનેક સ્કિન પ્રોબ્લેમ્સની સમસ્યાને દૂર કરે છે. સૂરજમુખીના તેલમાં લિનોલિક એસિડ, ઓલિક એસિડ, પોમિટિક એસિડની માત્રામાં વધુ પ્રમાણમાં હોય છે. આ સિવાય સૂરજમુખીના ફૂલમાં વિટામીન એ, ઇ અને ડી હોય છે જે ચહેરા પરના ખીલ અને ડાઘા-ધબ્બાને દૂર કરે છે અને બીજા ખીલ ચહેરા પર થતા નથી. તો આજે જાણી લો તમે પણ સૂરજમુખીના તેલથી થતા એક નહિં પણ આ અનેક ફાયદાઓ વિશે..

સ્કિન મોઇસ્ચુરાઈઝ

image source

ગરમીની આ સિઝનમાં દરેક લોકોની ત્વચા ડ્રાય થઇ જાય છે તેમજ અનેક લોકોની સ્કિન ઓઇલી પણ થઇ જતી હોય છે. આમ, જો તમારી સ્કિન ઓઇલી હોય તો તમારા માટે સૂરજમુખીનુ તેલ બેસ્ટ છે. ખોવાયેલી ચમકને ફેસ પર પાછી લાવવા માટે સૂરજમુખીનુ તેલ અને જૈતુનનુ તેલ સરખા પ્રમાણમાં લો અને તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિક્સ કરેલા તેલને તમે ચહેરા પર તેમજ પૂરી બોડી સ્કિન પર લગાવી શકો છો. જો તમે આ તેલ સતત ચાર અઠવાડિયા સુધી લગાવશો તો તમારી સ્કિન સોફ્ટ થશે અને ડ્રાયનેસ પણ ઓછી થઇ જશે.

ત્વચા નિખારે

image source

સૂરજમુખીના બીજનુ તેલ ત્વચાને નિખારવાનુ કામ કરે છે. જો તમારી સ્કિન ઉનાળાની ગરમીની કારણે શ્યામ પડી ગઇ હોય તો સૂરજમુખીના બીના તેલનો ઉપયોગ કરો. સૂરજમુખીનુ તેલ તમારી સ્કિન પર ગ્લો લાવવાનુ પણ કામ કરે છે. ચહેરા પર ગ્લો લાવવા અને સ્કિન નિખારવા સૂરજમુખીનુ તેલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. જો તમારે કોઇ ફંક્શન કે પછી પાર્ટીમાં જવાનુ હોય ત્યારે તેના એક કલાક પહેલા સૂરજમુખીના તેલથી મસાજ કરો છો તો ચહેરા પર ગ્લો આવે છે અને વધારે મેક અપ કરવાની પણ જરૂર રહેતી નથી.

વધતી ઉંમરને અટકાવે

image source

જો તમે સતત એક મહિના સુધી સૂરજમુખીના તેલથી ચહેરા પર અને બોડી પર માલિશ કરો છો તો તમે ઉંમર કરતા પાંચ વર્ષ નાના લાગો છો. સૂરજમુખીનુ તેલ લગાવવાથી સ્કિન પર કરચલીઓ પણ પડતી નથી. સૂરજમુખીમાં વિટામીન ઇ હોય છે જેનાથી વ્યક્તિની ઉંમર નાની દેખાય છે. સૂરજમુખીનુ તેલ તમને સરળતાથી મેડિકલ સ્ટોર તેમજ બજારમાં મળી રહે છે.

ખીલમાંથી છૂટકારો મળે

image source

જે લોકોને ખીલ થતા હોય તેમના માટે સૂરજમુખીનુ તેલ ખૂબ જ ફાયદાકારક છે. ખીલમાંથી છૂટકારો મેળવવા માટે સૌ પ્રથમ ચહેરાને ધોઇ લો. ત્યારબાદ રોજ રાત્રે ચહેરા પર સૂરજમુખીનુ તેલ લગાવો અને સવારમાં ઉઠીને હુંફાળા પાણીથી ચહેરો ધોઇ લો. ધ્યાન રહે કે ચહેરો કોઇ સાબુથી ધોવાનો નથી.

વાળ થાય સિલ્કી

image source

જો તમારા હેર એકદમ બરછટ અને નીચેથી ડબલ થઇ ગયા છે તો સૂરજમુખીના તેલમાં થોડુ આલમન્ડ ઓઇલ મિક્સ કરો અને તેનાથી વાળમાં તેમજ સ્કાલ્પ પર મસાજ કરો. જો તમે આ તેલથી રેગ્યુલરલી હેરમાં માલિશ કરો છો તો વાળ સિલ્કી થાય છે અને સાથે-સાથે શાઇની પણ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ