અમદાવાદીઓ થઈ જાઓ સાવધાન, કોરોના બાદ હવે આ નવી બીમારી સામે આવતા હાહાકાર, જાણી લો જલદી

ગુજરાતમાં કોરોનાના કેસમાં એક તરફ વધારો થઈ રહ્યો છે. સરકાર અને આરોગ્ય વિભાગની ચિંતા કોરોનાએ વધારી છે તેવામાં આ સંકટ વચ્ચે ફરી એકવાર બર્ડ ફ્લૂની આફત પણ રાજ્ય પર તોડાવા લાગી છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં બર્ડફ્લૂનો કેસ નોંધાતાં જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ધોરણે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સાથે જ રાજ્ય સરકારે પણ બીજા વિસ્તારોમાં બર્ડફ્લૂના કારણે સતર્ક રહેવા આદેશ પણ આપવામાં આવ્યા છે.

image source

અમદાવાદના સોલા વિસ્તારમાં મરઘાઓમાં બર્ડ ફ્લૂ જોવા મળતાં અહીં આસપાસના એક કિમીની ત્રિજ્યાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ સિવાય જાહેરનામામાં આ જગ્યાની આસપાસ 10 કિમી સુધીના વિસ્તારમાં આવેલા પોલ્ટ્રીફાર્મ અને અન્ય સંબંધીત પ્રવૃતિ પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ વિસ્તારને પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જંતુમુક્ત કરવામાં આવશે.

image source

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોનાએ કાળો કહેર મચાવ્યો હતો. તેવામાં તેમાં થોડી રાહત મળી છે કારણ કે રાજ્યમાં પણ હવે રસીકરણ થઇ રહ્યું છે ત્યારે બલ્ડફ્લૂ દેખા દેતાં રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો છે. મરઘા ફાર્મમાં પક્ષીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે ઇંડા ખાદ્યપદાર્થોને નષ્ટ કરવા તેમજ માંસ-મટન અને પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બર્ડફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન છે, જે માત્ર મરઘી કે પક્ષીઓમાં જ નહીં તેના સંપર્કમાં આવતા પ્રાણીઓ દ્વારા વ્યક્તિને સંક્રમિત કરે છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે જેનાથી મૃત્યુ પણ થાય છે.

image source

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા લક્ષણોમાં કફ રહેવો, નાકમાંથી પાણી નિકળવું, સતત માથાનો દુખાવો રહેવો, ગળામાં સોજો. સાંધામાં દુખાવો, પેટથી નીચેના ભાગમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. એવિયન ઇન્ફ્લૂએન્જા વાયરસ બર્ડફ્લૂના નામથી જાણીતો છે.મરધાં અને મરધીઓ તેમજ અન્ય પક્ષીઓ તેનો ઝડપથી શિકાર બને છે. ડબલ્યુએચઓના રિપોર્ટ અનુસાર આ વાયરસ પર કાબૂ ન આવે તો તે ભયંકર રોગચાળામાં ફેલાઇ શકે છે.

image source

ભારતમાં 5 ડિસેમ્બર 2016 થી એવિયન ઈન્ફ્લૂએન્જા વાયરસથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને તેની જાણકારી વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠનને પણ કરવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ફરીથી આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.

image source

જો કે રાજ્યમાં ફરીથી કોરોનાના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. આરોગ્ય વિભાગ સતત વધુને વધુ લોકોને રસી આપવા તજવીજ હાથ ધરી ચુક્યું છે. હાલ રાજ્યમાં સીનીયર સિટીઝન અને ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી અપાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!