વોડાફોનનો મોટો ધમાકો…ગ્રાહકો માટે સારાં સમાચાર: હવે કરાવો માત્ર આટલા રૂપિયાનું રિચાર્જ અને મેળવો હેલ્થ ઈન્શ્યોરન્સનો ફાયદો, જલદી જાણી લો વિગતો

Vi ગ્રાહકો માટે ખુશખબર! 51 રૂપિયાના રિચાર્જની સાથે મળશે Health Insurance, કોરોનાની પણ થશે સારવાર

દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આવી સ્થિતિમાં લોકો યોગ્ય સારવાર અને આર્થિક સુરક્ષા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છે. જો તમે પણ અત્યાર સુધી કોઈ ઈન્શ્યોરન્સ પ્લાન નથી લીધો અને તમે આ દિવસોમાં કોરોના અથવા અન્ય બીમારીઓની સારવારને કવર કરવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી રહ્યા છીએ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

image source

ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા વધુને વધુ સુવિધાઓ આપી રહી છે. જેમાં વોડાફોન પણ પાછળ નથી. વોડાફોન તેના રિચાર્જમાં જબરદસ્ત ફાયદો આપી રહ્યું છે. ચાલો જાણીએ. ટેલિકોમ કંપનીએ સામાન્ય યૂઝર્સને વીમો આપવા માટે આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યોરન્સ (Aditya Birla Health Insurance) કંપની સાથે કરાર કર્યો છે. એટલે કે બે રિચાર્જ પ્લાનની સાથે આદિત્ય બિરલા વીમો ઉપલબ્ધ કરાવશે.

image source

Vi Hospicare હેઠળ 51 રૂપિયા અને 301 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા મળીશે. આ બે પ્લાનમાં યૂઝર્સને 1000 રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે. આ 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવા માટે વેલિડ હશે.

image source

51 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 500 SMS ફ્રી આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં કોલિંગ અને ડેટા મળતું નથી. આ પ્લાનમાં પણ રેગ્યુલર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પર રોજ 1000 સુધી અને આઈસીયૂમાં એડમિટ થવા પર લિમિટ વધારીને 2000 સુધી કરી દેવાઈ છે.

image source

301 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. સાથે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. યૂઝર્સ રોજ 100 એસએમએસ કરી શકે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં પણ રેગ્યુલર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પર રોજ 1000 સુધી અને આઈસીયૂમાં એડમિટ થવા પર લિમિટ વધારીને 2000 સુધી કરી દેવાઈ છે. આ સ્કીમનો લાભ 18થી 55 વર્ષની વ્યક્તિઓને મળશે. સાથે જ આ લોકોને કોઈ ગંભીર બીમારી હોવી જોઈએ નહીં.

પોલિસીમાં શું કવર થશે તે બરાબર સમજી લેવું

image source

વીમા કંપનીઓ ઘણા પ્રકારની વીમા પોલિસી ઓફર કરી રહી છે. દરેક વીમા કંપનીના પોતાના નિયમો હોય છે, જે મુજબ તેઓ પોલિસી બનાવે છે. હેલ્થ પોલિસી ખરીદતા પહેલાં એ સમજો કે કેટલું અને શું કવર થશે. જે પોલિસીમાં વધુમાં વધુ વસ્તુઓ જેમ કે ટેસ્ટનો ખર્ચ અને એમ્બ્યુલન્સ ખર્ચ કવર થતો હોય તે પોલિસી લેવી જોઈએ. જેથી તમારે ખિસ્સામાંથી પૈસા ખર્ચવા ન પડે.

પહેલાથી હાજર બીમારીઓ કવર થશે કે નહીં

તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અગાઉની તમામ હાજર બીમારીઓ કવર કરી લે છે. પરંતુ તેમને 48 મહિના પછી જ કવર કરવામાં આવે છે. કેટલાક તેને 36 મહિના પછી કવર કરે છે. જો કે,પોલિસી ખરીદતી વખતે પહેલાથી હાજર બીમારીઓ વિશે જણાવવું મહત્ત્વપૂર્ણ છે. તેનાથી ક્લેમ સેટલમેન્ટમાં મુશ્કેલી આવતી નથી.

image source

હોસ્પિટલોનું નેટવર્ક

કોઈપણ હેલ્થ પ્લાનમાં રોકાણ કરતા પહેલાં ખાતરી કરો કે તમે યોજના હેઠળ આવનારી નેટવર્ક હોસ્પિટલો ધ્યાનમાં લીધી છે. નેટવર્ક હોસ્પિટલો એ હોસ્પિટલોનું એક ગ્રૂપ છે જે તમને તમારા કરન્ટ હેલ્થ પ્લાનને રિડિમ કરવાની મંજૂરી આપે છે. હંમેશાં એ જ પ્લાનમાં જો જે તમારા વિસ્તારમાં મહત્તમ અને સારી નેટવર્ક હોસ્પિટલ આપે છે, નહીં તો ઇમરજન્સી સિચ્યુએશનમાં તમારું રોકાણ કામમાં આવશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!