અંબાણી પરિવારના દરેક પ્રસંગમાં હાજર હોય છે આ યુવતી, અનંત અંબાણી સાથે અવારનવાર જોવા મળે છે…

ભારતના સૌથી અમીર ઉધોગપતિ મુકેશ અંબાણીનાં ઘરે એકવાર ફરી શરણાઈ વાગવાની છે.તેમના મોટા દિકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ૯ માર્ચનાં દિવસે લગ્નનાં બંધનમાં બંધાઈ ચૂક્યા છે. આ ખાસ લગ્નની તૈયારીઓ પણ ધામધૂમથી કરવામાં આવી હતી.


લગ્ન પહેલા અંબાણી પરિવાર ઘણી રસમો નિભાવવામાં આવી હતી અને લગ્ન પછી એક ખાસ ફોટોશૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

હાલમાં સોશ્યલ મિડીયા પર એક વિડિયો વાયરલ થયો છે જેની અંદર તેના નાના દિકરા અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચંટ ,મુકેશ અંબાણીને ડાન્સની ગુજારીશ કરતી જોવા મળી રહી છે.

વિતેલા વર્ષમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ સગાઈ કરી હતી અને તે જ સમયે અનંત અંબાણી અને રાધિકા મર્ચંટની પ્રેમકહાનીનો ખુલાસો પણ થયો હતો. બન્નેને અવારનવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા.ત્યારબાદ એક ફોટાનાં માધ્યમથી બન્નેની કેમેસ્ટ્રી જોવા મળી, ત્યારબાદ તો એ પાક્કું થઈ ગયું કે બન્નેની વચ્ચે પ્રેમનો પરવાન ચડી ચૂક્યો છે.

અંબાણી પરિવાર હાલમાં તેમના મોટા દિકરાનાં લગ્નને લઈને વ્યસ્ત હતો, .વિતેલા દિવસો મુકેશ અંબાણી તેમની પત્ની અને દિકરા અનંત સાથે મંદિર ગયા હતા. હાલમા જ સોશ્યલ મિડીયા પર વિડિયો વાયરલ થયો એ વિડિયોમાં રાધિકા મર્ચંટ ,મુકેશ અંબાણીને ડાન્સ કરવા મનાવી રહી હોય એ સ્પષ્ટ જોવા મળે છે.

રાધિકાની આ વાતને અંબાણી ટાળી નથી શકતા અને ડાન્સ કરવા લાગે છે.મિડિયામાં આ વિડીયો આવ્યા બાદ વિડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં લગ્નમાં દેશ-વિદેશનાં ઘણા મોટા સેલેબ્સ શામેલ થયા હતા.

આ દરમિયાન સૌથી વધારે ધ્યાન જે વાતે લોકોનું ખેંચ્યુ તે એ છે કે પરિવાર સાથે-સાથે અનંત અંબાણીની ખાસ મિત્ર રાધિકા મર્ચંટ પણ દરેક જગ્યા પર હાજર હતી.રાધિકા એન્કોર હેલ્થકેરનાં સીઈઓ અને વાઈસ ચેરમેન વીરેન મર્ચંટની દિકરી છે.

Elegance 🌸 #nitaambani #makeupbyloveleen

A post shared by Loveleen Ramchandani (@loveleen_ramchandani) on

રાધિકાએ પોતાની સ્કુલીંગ મુંબઈથી કરી છે.ત્યારબાદ રાધિકાએ પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સમા ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ છે.

૨૪ વર્ષની રાધિકા મર્ચંટે પોતાની કારકિર્દીની શરૂઆત કેદાર કંસલટેંટ,દેસાઈ એન્ડ દિવાનજી અને ઈન્ડિયા ફર્સ્ટ જેવી કંપનીઓથી કરી.નોકરી કરવાની સાથે-સાથે તેને પોતાની એક ફર્મ પણ શરૂ કરી છે.

રાધિકાને જાનવરોથી ખૂબ પ્રેમ છે.તે એ નિમલ વેલફેરને લઈને પણ કામ કરે છે.રાધિકાને વાંચન,ટ્રેકિંગ અને સ્વિમિંગ ખૂબ પસંદ છે.

તમને એ પણ જણાવી દઈએ કે,અનંત અંબાણી અને રાધિકા મર્ચંટનાં અફેરની ચર્ચા સૌપ્રથમ ત્યારે થઈ હતી જ્યારે રાધિકાએ ઈશાની સગાઈ પર શ્લોકા અને ઈશા સાથે ઘૂમર પર ડાન્સ કર્યો હતો.સોશ્યલ મિડીયા પર અનંત અને રાધિકાના અવારનવાર ફોટા વાયરલ થતા રહે છે.