અંબાણીના એન્ટિલિયના પ્રાંગણમાં ગોળીબાર! શું છે પૂરી હકીકત જાણવા કરો ક્લિક

અંબાણીના એન્ટિલિયના પ્રાંગણમાં ગોળીબાર ! જાણો આખી હકીકત

એશિયાના સૌથી ધનાડ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીના મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા ખાતે ફરજ બજાવતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ જવાનનું સર્વિસ વેપનની ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારની સાંજે અંબાણીના નિવાસ્થાન એન્ટિલિયા બહાર ફરજ પર હાજર 31 વર્ષિય સીઆરપીએફ કોન્સ્ટેબપલ દેવન રામભાઈ બકોતરાની ઓટોમેટિક રાઇફલથી ભુલથી ગોળી છુટી ગઈ હતી. અને તે ગોળી તેમની છાતીમાં વાગી હતી. સારવાર દરમિયાન તેમનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

image source

સીઆરપીએફના એક અધિકારના કહેવા પ્રમાણે – મૃતક દેવન ઠેસ વાગતા પડી ગયો હતો, જેનાથી તેની ઓટોમેટિક રાઇફલમાંથી ગોળી છૂટી ગઈ હતી. બે ગોળી તેની છાતીમાં ધરબાઈ ગઈ હતી. તેની સાથે કામ કરતાં સુરક્ષા જવાનોએ તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

image source

જ્યાં બુધવારે મોડી રાત્રે તેનું સારવાર દરમાયન મૃત્યુ નિપજ્યું હતું. ગુરુવારે ઓટોપ્સિ બાદ દેવનનું શવ તેના પરિવારજનોને આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે દેવન ગુજરાતના જુનાગઢનો વતની હતો 2014માં જ તેની સીઆરપીએફમાં ભરતી થઈ હતી.

image source

પોલીસે આ ઘટનાને દુર્ઘટના ગણી હતી. મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશ્નર રાજીવ જૈને જણાવ્યુ હતું કે મૃતક સીઆરપીએફ કોન્સ્ટેબલ દેવનનું શવ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર આવેલી સીઆરપીએફ પોસ્ટ પર મળ્યું હતું. આ એક દુર્ઘટનાથી ફાયરીંગનો મામલો છે. તેને આત્મહત્યા ન કહી શકાય અને માટે જ આ મામલાને દુર્ઘટના તરીકે નોંધવામાં આવ્યો છે. હાલ તેની તપાસ ચાલુ છે.

મુકેશ અંબાણીને મળી છે ઝેડ પ્લસ સુરક્ષા

image source

મુકેશ અંબાણી દેશના જ નહીં પણ સંપુર્ણ એશિયાના સૌથી ધનવાન વ્યવસાયી છે. તેમને દેશની સર્વોચ્ચ વીઆઈપી સુરક્ષા આપવામાં આવી છે જેને ઝેડ પ્લસ સુરક્ષા કેહવાય છે. અને તમને જણાવી દઈએ કે તેમની પત્ની નીતા અંબાણીની સુરક્ષા માટે પણ સીઆરપીએફ જવાન હાજર રહે છે. જો કે તેમને તેમના પતિથી અલગ વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ