મોટા ભાઇના લગ્નમાં ભાભીને છેતરવા આ એક્ટરે ધારણ કર્યુ હતુ સ્ત્રી રૂપ, તસવીર પરથી ઓળખી બતાવો કોણ છે ‘આ’

ઋષિ કપૂરે ફેન્સને આપી ચેલેન્જ – ફોટોમાં ઓળખી બતાવો કોણ છે ? જુઓ તમે પણ, ભાભીને છેતરવા માટે આ અભિનેતાએ ધારણ કર્યું હતું સ્ત્રી રૂપ ? તસ્વીર જોઈ તમે પણ નહીં ઓળખી શકો

ઋષિ કપૂર સોશિયલ મિડિયા પર સતત એક્ટિવ રહેતો અભિનેતા છે. તે અવારનવાર પોતાના બોલ્ડ ટ્વીટ્સને કારણે ચર્ચામા રહે છે પણ આ વખતે તે કોઈ ટ્વીટ માટે નહીં પણ એક ફોટોના કારણે ચર્ચા જગાવી રહ્યા છે.

image source

તાજેતરમાં તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક જુની બ્લેકએન્ડ વ્હાઇટ તસ્વીર શેર કરી છે જે એક સુંદર મહિલાની છે. ઋષિ કપૂરે આ ફોટોને શેર કરતાં પોતાના ફેન્સને કંઈક આ રીતે ચેલેન્જ આપી છે, ‘તમે જણાવો મને કે કોણ છે આ ? જો બીજા કોઈને બીજા કોઈ સોર્સ દ્વારા ખબર હોય તો મહેરબાની કરીને અહીં ખુલાસો ન કરતા. બીજાના માટે આ સસ્પેન્સને સ્પોઇલ ન કરતા.’

ઋષિ કપૂરના આ ટ્વીટ પર તેના ફેન્સે ખૂબ કમેન્ટ કરી છે અને આ તસ્વીરમાં હાજર વ્યક્તિને ઓળખવાનો પણ ખૂબ પ્રયાસ કર્યો. છેવટે ઋષિ કપૂરે આ તસ્વીરમાં હાજર વ્યક્તિનો ખુલાસો કરી જ દીધો. તેણે બીજું એક ટ્વટિ કરીને જણાવ્યું હતું આ કોઈ સ્ત્રી નહીં પણ પુરુષ છે અને તે પુરુષ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા પ્રાણ છે. અને જે લોકોએ તેમને ઓળખી લીધા હતા તેમને તેમણે બિરદાવ્યા પણ ખરા.

બીજા એક ટ્વિટમાં ઋષી કપૂરે જણાવ્યું, ‘પ્રાણ અંકલ લોકોને ભ્રમિત કરવામાં માહેર હતા. આ કોઈ ફિલ્મ માટે નહીં પણ પોતાના અંગત પરિવાર માટેની મઝાક હતી.’ ઋષિ કપૂરના આ ટ્વીટ પર પણ લોકોએ ખૂબ કમેન્ટ કરી.

image source

હવે તમને અમે હકીકત જણાવીએ કે વિતેલા જમાનાના ખ્યાતનામ અભિનેતા પ્રાણે પોતાના મોટા ભાઈના લગ્નમાં પોતાની ભાભીને છેતરવા માટે મહિલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું, તેમણે પોતાની ભાભીને એવું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો કે તે પોતાના ભાવિ પતિનો જૂનો પ્રેમ છે. આ વાતની જાણકારી પ્રાણના દીકરા સુનીલ સિકંદે ફોટો શેર કરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ