નેહા કક્કડ પહેલા કરતા વધારે થઇ ગઇ બોલ્ડ, પુરાવા તરીકે જોઇ લો તસવીરો

મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જ્યારે પણ હીટ પાર્ટી નમ્બર્સનો ઉલ્લેખ કરવામાં આવશે, ત્યારે ત્યારે સિંગર નેહા કક્કડને યાદ કરવામાં આવશે. આજે નેહા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ચમકતા સિતારામાંથી એક મોટું નામ છે. નેહા પોતાની અનોખી અવાજ અને શાનદાર ગાયિકીના કારણે મ્યુઝિક ડાયરેક્ટર્સની પહેલી પસંદ માનવા લાગ્યા છે.

image source

નેહા અત્યાર સુધી બોલીવુડમાં કેટલાક બ્લોકબસ્ટર ગીતોને પોતાનો અવાજ આપી ચૂકી છે. ખૂબ જ ઓછા સમયમાં બધાને પોતાની ગાયિકીના કાયલ બનાવી દીધા છે. ગાયિકી સિવાય પણ નેહા કેટલાક અન્ય કારણોથી પણ ચર્ચાનો વિષય બની રહે છે, ચાલો જાણીએ નેહા વિષે કેટલીક રસપ્રદ વાતો..

image source

કરિયરની શરૂઆત ‘નેહા ધ રોકસ્ટર’ નામના મ્યુઝિક આલ્બમથી કરી હતી. આની પહેલા નેહા ૨૦૦૬ માં સિંગિંગ રિયાલિટી શો ‘ઇંડિયન આઇડલ સિજન ૨’માં એક કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી.

image source

જો કે ઇંડિયન આઇડલમાં ઓડિશન આપ્યા પહેલા નેહા જાગરણ કર્યા કરતી હતી અને આ વાત નેહાના દરેક ફેન જાણે છે. આ રિયાલિટી શોમાં નેહા વિનર તો ના બની શકી, પરંતુ પોતાની શાનદાર ગાયિકીથી બધા પર પોતાની છાપ છોડી ગઈ.

image source

૨૦૦૮માં બ્રેક મળ્યા પછી નેહાએ બોલીવુડમાં એક સિંગર તરીકે એન્ટ્રી લીધી. વર્ષ ૨૦૧૪ માં નેહાએ ગાયેલું એક ગીત મનાલી ટ્રાન્સ જબરદસ્ત હીટ થયું. આ ગીત પછી નેહાએ એક પછી એક કેટલાક હીટ નમ્બર્સ આપ્યા જેના કારણે તેનું નામ ટોપ સિંગર્સની લિસ્ટમાં સામેલ થઈ ગયું.

image source

પોતાના હૂકઅપ અને બ્રેકઅપ્સના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. આપને યાદ અપાવીએ કે વર્ષ ૨૦૧૮માં નેહા કક્કડ અને ‘યારીયા’ ફેમ હીમાંશ કોહલીનું બ્રેકઅપ થઈ ગયું હતું.

image source

ચાર વર્ષના લાંબા રિલેશન પછી બ્રેકઅપના કારણે નેહા ઘણી અપસેટ થઈ ગઈ હતી અને ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હતી. બંનેનું ઓફિશિયલ બ્રેકઅપ ત્યારે થયું જ્યારે બંને સેલેબ્સએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા.

image source

હવે નેહા ફરી એકવાર રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. આ વખતે તેનું નામ ઉદિત નારાયણના દીકરા અને સિંગર આદિત્ય નારાયણની સાથે જોડવામાં આવી રહ્યું છે. રિયાલિટી શો ઇંડિયન આઇડલ ૧૧ માં બંને સાથે કામ કરી રહ્યા છે.

image source

જયા નેહા શોની જજ છે, ત્યાં જ આદિત્ય શોમાં હોસ્ટ તરીકે જોવા મળી રહ્યા છે. શોમાં બંને વચ્ચે ફલર્ટિંગ જોવા મળે છે. જો કે બંને રિલેશનશીપમાં છે કે ફક્ત મસ્તી છે. આ વાતને હજી સુધી કોઈપણ આધિકારિક પુષ્ટિ કરી શકાઈ નથી.

image source

નેહા બોલિવૂડના ચાર્ટબસ્ટર ગીતો જેવાકે ‘મોરની બનકે’, ‘નીકળે કરંટ’, ‘મખના’, ‘કોક કોલા’, ‘હૌલી હૌલી’, ‘ધીમે ધીમે’, ‘ઓ સાકી સાકી’, ‘છમ્મા છમ્મા’, ગાઈ ચૂકી છે. હાલ માં જ તેનું ‘ગર્મી’ ગીત ખૂબ ચર્ચામાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ