નવરાત્રીમાં ભક્તો માટે ખુલ્લુ રહેશે અંબાજી મંદિર, જતા પહેલા જાણી લો શું થયો દર્શનના સમયમાં ફેરફાર

માઈ ભક્તો માટે સુખદ સમાચાર – નવરાત્રિ દરમિયાન નવેનવ દિવસ ખુલ્લું રહેશે સુપ્રસિદ્ધ અંબાજી મંદિર – દર્શનના સમયમાં થયા ફેરફાર

image source

17 ઓક્ટોબરથી પવિત્ર નવરાત્રિ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે રાજ્યસરકારે નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજુરી નથી આપી. જો કે આરતી તેમજ ગરબી સ્થાપનાની મંજૂરી આપી છે અને માત્ર એક કલાકમાં જ આ કાર્યક્રમને પતાવી દેવાની સૂચના આપવામા આવી છે. જેને ગુજરાતની પ્રજા દ્વારા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ સાથે જ આવનારા તહેવારો એટલે કે નવું વર્ષ તેમજ ભાઈબીજને લઈ પણ કેટલીક માર્ગદર્શિકા બહાર પાડવામા આવી છે.

image source

આ બધા વચ્ચે અંબાજી ધામના ટ્રસ્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. આ પહેલાં ચૈત્રિ નવરાત્રિમા લોકડાઉનના કારણે અંબાજી મંદિરના દર્શન બંધ રાખવામા આવ્યા હતા. પણ હવે ભક્તોએ નિરાશ નહીં થવું પડે શારદીય નવરાત્રીમાં ભક્તો માતાજીના દર્શન કરી શકશે. અને તેને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયને લઈને પણ કેટલુંક પરિવર્તન કરવામા આવ્યું છે. નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે.

image source

નવરાત્રીની શરૂઆત 17મી ઓક્ટોબર 2020થી થઈ રહી છે. ભક્તોને અગવડ ન પડે તે માટે દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામા આવ્યો. તમને જણાવી દઈએ કે અંબાજી ધામમાં નવરાત્રીમાં આઠમના દિવસે સવારે 6 વાગ્યે માતાજીની આરતી કરવામા આવશે. અને તે માટે અંબાજી ટ્રસ્ટે એક પ્રેસનોટ પણ જારી કરી છે.

જાણીલો આરતી તેમજ દર્શનના સમયમાં થયેલા ફેરફારો વિષે

image source

અંબાજી મંદીરમાં સવારની આરતી 7.30 વાગે થશે. જ્યારે સાંજની આરતી સાંજના 6.30 વાગે કરવામાં આવશે. જ્યારે બપોરના સમયે મંદિર 4.15 વાગે બંધ રહેશે. જે ભક્તો માતાજીના દર્શન કરવા માંગતા હોય તેઓ સવારના 7.30થી 8 વાગ્યાની આરતી દરમિયાન ત્યાર બાદ 8થી 11.30 વાગ્યા દરમિયાન દર્શન કરી શકશે. તેમજ જ્યારે માતાજીને બપોરે 12 વાગે જ્યારે રાજભોગ ધરવામાં આવશે ત્યારે ભક્તો દર્શન કરી શકશે. અને ત્યાર બાદ 12.30થી 4.15 સુધી ભક્તો દર્શન કરી શકશે. સાંજે ભક્તો 6.30થી 7.00 દરમિયાન આરતીમાં હાજર રહી શકશે અને સાંજે તેઓ 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી દર્શન કરી શકશે.

અંબાજી મંદિરમાં 17મી ઓક્ટોબર 2020ના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 8.15થી 9.00 વાગ્યા દરમિયાન ઘટસ્થાપના કરવામાં આવશે.

image source

ભક્તોને ચૈત્રિ નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન નહીં કરવા મળતાં ઘણો વસવસો રહી ગયો હતો. પણ આસો નવરાત્રિમાં તેઓ દર્શન કરી શકશે. જો કે આ વર્ષે ખેલૈયાઓ ગરબા નહીં રમી શકે પણ એ પણ જરૂરી છે કે સંક્રમણ ન ફેલાય. માટે આ વર્ષે ભક્તોએ માતાજીની આરાધમાં મન પરોવવું જોઈએ અને આવતા વર્ષે પૂર્ણ ઉત્સાહથી ગરબા રમવા માટે સ્વસ્થતા કેળવવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ