ટ્રમ્પ ફરી આવશે ચૂંટણીના મેદાનમાં, પ્લાઝમા નહીં આ થેરેપીના કારણે અમેરિકી પ્રેસિડન્ટે કોરોનાને આપી માત

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના મહામારીને વિશ્વભરમાં 9 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ વાયરસે કોઈને નથી છોડ્યા. વિશ્વની સૌથી શક્તિશાળી શખ્સ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ નહીં. કોરોનાને પગલે વિશ્વભરમાં દશ લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. આટલું થયા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર નવ દિવસની ટ્રીટમેન્ટમાં સ્વસ્થ થઈ ગયા. હવે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શનિવારે કેલિફોર્નિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી શકે છે. જે ટ્રમ્પ શરૂઆતથી કોરોનાને ગણકારતા જ ન હતા, તેઓએ જ સૌથી ઓછા સમયમાં કોરોનાને મ્હાત આપી છે. 74 વર્ષના ટ્રમ્પને તેમની ઉંમર જ નહીં પરંતુ બ્લડપ્રેશર, મોટાપો અને અન્ય બીમારીઓ પણ હતી, જે કોરોનાને ગંભીર બનાવી શકવા માટે પૂરતી હતી.

રીઝેનેરન ફાર્માની એક્સપેરિમેન્ટલ થેરેપીથી તેઓ ઠીક થયા

image source

ગયા સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં પ્રોટેક્ટિવ એન્ટીબોડ મળ્યા. ફાર્મા કંપનીના જણાવ્યા મુજબ તે રીઝેનેરનની એન્ટીબોડી થેરેપીની અસર હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ બુધવારે વીડિયોમાં દાવો કર્યો કે રીઝેનેરન ફાર્માની એક્સપેરિમેન્ટલ થેરેપીથી તેઓ ઠીક થયા છે. હવે દવા કંપનીએ ફેડરલ રેગ્યુલેટર્સની ઈમરજન્સી યુઝ માટે એન્ટીબોડી ટ્રીટમેન્ટને મંજૂરી આપવાની અપીલ કરી છે.

મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ પહેલા ક્યારે કરવામાં આવ્યો હતો

image source

તમને જણાવી દઈએ કે, મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ પહેલી વખત નથી થઈ રહ્યો. આ પહેલાં પણ કેટલાંક કેન્સરના દર્દીઓ સામે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોનોક્લોનલ એન્ટીબોડીને બોનમેરોકા પ્લાઝમા સેલ્સથી કાઢવામાં આવે છે. તેમાં ખાસ કરીને વાયરસને ટાર્ગેટ કરવા અને શરીરની નેચરલ એન્ટીબોડીને કોપી કરવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. એન્ટીબોડી ટ્રીટમેન્ટ્સ આ પહેલાં રેબીઝ, હેપેટાઈટિસ બીમાં પણ કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ નક્કર પરિણામો જોવા નથી મળ્યા.

શું છે રીઝેનેરન ?

image source

કોરોના સામે લડવા હજુ કોઈ વેક્સીન શોધાઈ નતી. એવામાં તમામ લોકો જાણે છે કે કોરોના દર્દીઓને ઠીક કરવા માટે નવા-નવા એક્સપરિમેન્ટ્સ ચાલી રહ્યાં છે. શરીરમાં વાયરસ કાઉન્ટ અને રિકવરી ટાઈમ ઓછા કરવાના પણ પ્રયાસો થઈ રહ્યાં છે. અમેરિકી દવા કંપની રીઝેનેરનની ટ્રીટમેન્ટ પણ હાલના સમયે એક્સિપ્રિમેન્ટના તબક્કામાં છે. રીઝેનેરનને બે મોનોક્લોનલ એન્ટીબોડીનું કોમ્બિનેશન REGN-COV2 દ્વારા બનાવવામાં આવી છે કે જેથી SARS-CoV-2 (વાયરસ જેના કારણે કોવિડ-19 થાય છે)ની ઈમ્ફેક્ટ કરવાની ક્ષમતાને તે બ્લોક કરી શકે.

image source

બીજુ REGN-COV2ને વિકસિત કરવા માટે વૈજ્ઞાનિકોએ હજારો હ્યુમન એન્ટીબોડીનું ઈવેલ્યૂશન કર્યુ છે. કંપનીએ એક ઉંદરને મનુષ્ય જેવા ઇમ્યુન સિસ્ટમ વિકસિત કરવા માટે જિનેટિકલી મોડિફાઈ કરાયું છે. જે બાદ તેમાંથી એન્ટીબોડી લેવામાં આવી. જે લોકો કોવિડ-19થી સ્વસ્થ થયા છે, તેમના શરીરમાંથી પણ એન્ટીબોડી લેવામાં આવ્યાં છે.

એન્ટીબોડી ટ્રીટમેન્ટ કેટલી સફળ ?

image source

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ રીતે એન્ટીબોડી ટ્રીટમેન્ટ વેક્સિનની ઉપલબ્ધતા અને સેફ્ટીના અંતરને દૂર કરી શકાય છે. તેને બનાવવું સહેલું છે. તેની ઈફેક્ટિવનેસ પણ સારી છે. આ તે ગ્રુપ્સમાં પણ સારા પરિણામ આપી શકે છે જેના પર વેક્સિન કારગર નથી હોતી. આ મોર્ટેલિટી રેટને ઉપર જવાથી પણ રોકી શકે છે. આ પહેલાં જોન હોપકિંસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ કોન્વલેસેન્ટ પ્લાઝમા (એન્ટીબીડ-રીચ ટ્રીટમેન્ટ) પર કામ કર્યુ છે કે જેથી કોવિડ-19 ઈન્ફેકશનને રોકી શકાય અને રિકવરી ટાઈમને ઘટાડી શકાય.

કેટલી છે આડઅસર ?

image source

એન્ટીબોડી ટ્રીટમેન્ટની દવાઓ અને થેરેપી શરીરના ઈમ્યુન રિસ્પોન્સને મજબૂત કરે છે, પરંતુ તે વાતના કોઈ પુરાવા નથી કે એન્ટીબોડી ટ્રીટમેન્ટથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. પ્લાઝમા થેરેપીની જેમ, એન્ટીબોડી ટ્રીટમેન્ટ કે દવાઓ પણ કોવિડ-19થી સંક્રમિત તમામ દર્દીઓ માટે યોગ્ય નથી. એલર્જી, ટોક્સિસિટી, ચક્કર આવવા કે અન્ય સાઈડ ઈફેક્ટસનો ખતરો કાયમ રહે છે.

આ રીતે કામ કરે છે દવા

image source

આ થેરેપીમાં બે મોનોક્લોનલ એન્ટીબોડી REGN10933 અને REGN10987નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે SARS-COV-2 વાયરસને ઈનએક્ટિવ કરે છે. જેનાથી તેના શરીરમાં ફેલાવવાની ક્ષમતા અટકી જતી હતી અને રિએકશન ટાઈમ ઘટી જાય છે.હાલ આ દવા પ્રાથમિક ટ્રાયલના ફેઝમાં છે. જેને તે ઈન્ફેક્ટેડ વ્યક્તિઓમાં વાયરલ લોડ ઘટડવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ઘરમાં ઈલાજ કરાવી રહ્યાં છે. અમેરિકામાં 275 દર્દીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગામી સપ્તાહ અને 1,300 દર્દીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવશે. યુકેમાં પણ મિડલથી મિડ-સ્કેલ ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે. મોનોક્લોનલ એન્ટીબોડી શરીરમાં કોઈ પર્ટિક્યુલર સેલથી જોડાય છે. આ શરીરમાં ઈન્ફેક્શનને ફેલાવવાથી રોકે છે. એક્સપર્ટ્સને લાગે છે કે જિનેટિકલી વિકસિત એન્ટીબોડી કોવિડ-19 ઈન્ફેક્શનને શરીર સાથે લડીને ભગાડવામાં મદદગાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ