અંબાજીમાં મંદિરના દર્શનના સમયમાં થયો મોટો ફેરફાર, જાણો ક્યારે કેટલા વાગ્યે દર્શન થઈ શકશે, કારણ પણ ચોંકાવનારું

હાલમાં કોરોનાના કારણે દરેક તહેવારો અને મંદિરોના નિયમોમાં ઘણો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ યાત્રિકોને કોવિડ-19ની માર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. એ જ રીતે આજે વાત કરવી છે એક મંદિરની કે જ્યાં બે દિવસમાં તો દર્શકોનું ઘોડાપુર આવ્યું છે. હાલ આદ્ય શક્તિ મા અંબેના નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતી 7.00 વાગ્યા થી 7.30 અને સાંજની આરતી 6.30 થી વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ત્યારે હવે દર્શનાર્થીઓ માટે મંદિર રાતના 11 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

દર્શનના સમયની વાત કરવામાં આવે તો સવારે 7.30થી 11.45, પછી બપોરે 12.15થી 4.15 અને એ જ રીતે સાંજે 7.00 થી 11.00 વાગ્યા સુધી ખુલ્લુ મુકવામાં આવશે. છેલ્લા બે દિવસથી યાત્રાધામ અંબાજી શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યું છે. જો કે પાવાગઢ અને માતાના મઢમાં દર્શન બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

image source

રવિવારની જો વાત કરીએ તો એટલે કે બીજા નોરતે માઇ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. જેને લઇ વહીવટી તંત્ર પણ દ્વિધામાં મુકાયું હતું. ત્યારે નોરતા દરમ્યાન વધતી યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઇ માઈ ભક્તો દર્શનથી વંચિત ન રહી જાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરી રાતના 11 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક આંકડા પ્રમાણે છેલ્લા બે દિવસમાં દશ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઓનલાઈન માતાજીની આરતીના દર્શન કરવા સાથે બે દિવસમાં પંચાવન હજારથી વધુ યાત્રિકોએ મા અંબાના રૂબરૂ દર્શન કર્યા છે.

image source

સાથે જ જો પ્રસાદની વાત કરવામાં આવે તો બે દિવસમાં મંદિરમાં અંદાજે 60 હજાર પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. જોકે આગામી સાતમ અને અષ્ઠમી શનિ, રવિની રજાના સમન્વયને લઇ શ્રદ્ધાળુઓની સંખ્યા બમણી થવાની શક્યતા છે. જેને લઇ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશિયલ ડિસ્ટન્સિગ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ