પતિ સાથ આપતો નથી અને સસરા બાળકો થવા દેતા નથી, અંતે આ યુવતી પહોંચી કોર્ટ, આ કિસ્સો વાંચીને તમે પણ બોલી ઉઠશો OMG!

દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમના સંતાનો તમનો વંશવેલો આગળ વધારે અને ઘણા માતા પિતા કહેતા પણ હોય છે કે મારે મરતા પહેલા મારા પોત્ર-પૌત્રીનું મોઢું જોવું છે. દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે તેમના ખોળામાં પૌત્ર-પૌત્રી રમતા હોય. પણ ભોપાલમાં એક દાદા એવા પણ છે, કે તેણે પોતાના દિકરાની વહુના સંતાનોને જન્મ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે એકના એક દિકરાની વહુ પર બાળકો પૈદા નહીં કરવા પર દબાણ લગાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે, જો એક પણ સંતાન થશે તો તેઓ પોતાની સંપત્તિમાંથી દિકરાને બેદખલ કરશે. લગ્નના સાત વર્ષ બાદ પણ એકેય સંતાન ન આવતા દુ:ખી થયેલી પુત્રવધુએ કુંટુંબ કોર્ટનું શરણુ લીધુ હતું. તેણે કોર્ટ સામે અપીલ કરી હતી કે, તેના સસરાને આ બાબતે સમજાવામાં આવે. ત્યારે હવે કોર્ટે પણ આગામી સુનાવણીમાં સસરાને હાજર રહેવા જણાવ્યુ છે.

image source

પતિ-પત્નિને અલગ રહેવા સલાહ આપી

આ અજીબો ગરીબ મામલો ભોપાલના એક સેવાનિવૃત અધિકારીના પરિવારનો છે. લગ્નના શરૂઆતના દિવસોમાં તો વહુએ સસરા અને પતિને સમજાવવાની કોશિશ કરી, પણ મામલો થાળે પડ્યો નહીં. સમાજ અને પરિવારના મેણા સાંભળી કંટાળેલી વહુએ આખરે કોર્ટ જવાનું પસંદ કર્યું. છેલ્લા દોઢ મહિનાથી ચાલતી આ સુનાવણીનો હજૂ પણ અંત આવ્યો નથી. તેના કાઉન્સિલરે પતિ-પત્નિને અલગ રહેવા સલાહ આપી હતી, જો કે પતિ માતા-પિતાથી અલગ રહેવા તૈયાર નથી. સસરા પણ માનવા તૈયાર નથી, સાસૂ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા છે.

image source

દિકરાના લગ્ન મેં છોકરા પૈદા કરવા નથી કર્યા

જ્યારે કાઉન્સિલરે સેવાનિવૃત અધિકારીએ બોલાવ્યુ અને આ સમગ્ર મામલે વાત કરી તો તેણે જણાવ્યુ કે, જો દિકરા અને વહુને ત્યાં સંતાન આવશે તો, તેઓ મારૂ ધ્યાન રાખશે નહીં, મને વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે. દિકરાના લગ્ન મેં છોકરા પૈદા કરવા નથી કર્યા, દિકરા વહુની પહેલી ફરજ મારી સેવાચાકરી કરવાની છે. મારા મર્યા પછી આ લોકો જેટલા બાળકો પૈદા કરવા હોય તેટલા કરી શકે છે. પણ જો અત્યારે વહુને બાળકો જોતા હોય તો મારા દિકરાને છૂટાછેડા આપી અન્ય જગ્યાએ લગ્ન કરી બાળકો પેદા કરી શકે છે.

image source

પતિ પણ સાથ આપતો નથી

પ્રથમ કાઉન્સલિંગમાં પતિએ કહ્યું કે પિતા નથી ઈચ્છતા કે કોઈ સંતાન થાય. જો અમે આ કર્યું તો તેઓ અમને તેમની મિલકતમાંથી હાંકી કાઢશે. પતિ ખાનગી કંપનીમાં કર્મચારી છે.

પુત્રવધૂએ વચન આપ્યું કે સંતાન થયા પછી પણ સસરાની સેવા કરશે

કાઉન્સલિંગ દરમિયાન પુત્રવધૂએ વચન આપ્યું હતું કે તે કોર્ટમાં સોગંદનામું આપવા તૈયાર છે કે સંતાન થયા પછી પણ તે સાસરાની સેવા કરશે.

image source

આ કેસ એકદમ અલગ છે

દરેક પિતા ઇચ્છે છે કે તેનો દીકરો તેની પેઢીને આગળ વધારે, પરંતુ આ બાબત એકદમ અલગ છે. પહેલી વાર આવા વડીલો જોવા મળ્યા છે, જેઓ પોતાના સ્વાર્થ માટે બાળકો પેદા ન કરવા માટે તેમના પુત્ર અને પુત્રવધૂઓ પર દબાણ લાવી રહ્યા છે.- સરિતા રાજાણી, કાઉન્સિલર, ફેમિલી કોર્ટ, ભોપાલ

ડરવાની જરૂર નથી

આ કિસ્સામાં પિતાને સમજાવવું જોઈએ કે તેને ડરવાની જરૂર નથી. કાયદો તેમના માટે બનાવવામાં આવ્યો છે. -રેનુ શર્મા, નિવૃત્ત ન્યાયાધીશ, ભોપાલ

દીકરાએ પોતે જ નિર્ણય લેવો પડશે

image source

વૃદ્ધમાં અસલામતી ભાવના વધી ગઈ છે. આવી વ્યક્તિના વર્તનમાં આવવા લાગે છે. વિચાર બદલાવા માંડે છે. આ કિસ્સામાં પુત્રએ પોતે નિર્ણય કરવો પડશે. -ડિ. રાહુલ શર્મા, સાયકોલોજિસ્ટ, ભોપાલ

કોર્ટ રાહત આપી શકે છે

કોઈપણ વ્યક્તિ ભરણપોષણ માટે કોર્ટમાં સીઆરપીસીની કલમ 125 હેઠળ કેસ કરી શકે છે. તેમાં માતાપિતા પણ શામેલ છે. જો કોર્ટ ઈચ્છે તો, તે કલમ 128 હેઠળ વચગાળાના ભરણપોષણ માટેનો ઓર્ડર આપીને રાહત આપી શકે છે. – કે.એલ.જૈન, સિનિયર એડવોકેટ, હાઈકોર્ટ, ઇન્દોર

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ