અમદાવાદના યુવાનોનું ભવિષ્ય જોખમમાઃ નશાથી ભરપૂર ટામેટાનું વેચાણ…

અમદાવાદના યુવાનોનું ભવિષ્ય જોખમમાઃ નશાથી ભરપૂર ટામેટાનું વેચાણ, ફિલ્મ ઢબે અનોખી રીતે એક ટામેટામાં એક પેગનો નશો વેચતા બૂટલેગરો

સમગ્ર ગુજરામાં દારૂબંધી હોવા છતાં પાછલા બારણે ગુજરાતમાં દારૂનું ફૂલ વેચાણ ચાલી રહ્યું છે તેનાથી નથી તો સામાન્ય જનતા અજાણ કે નથી તો પોલીસ અજાણ. પોલીસ દ્વારા પણ ઘણી બધી જગ્યાઓએ દરોડા પાડીને દારુના વેચાણને બંધ કરવામાં આવે છે તેમ છતાં બૂટલેગરો પોતાના ગ્રાહકોને કોઈને કોઈ રીતે તો દારૂ પહોંચાડવાનો ઉપાય શોધી જ લે છે.

image source

તાજેતરમાં બૂટલેગરોએ પોલીસથી બચીને દારૂનું વેચાણ એવી ફિલ્મી રીતે કર્યું છે કે તમે તે વિષે જાણશો તો તમારી આંખો પણ ચાર થઈ જશે. એક અહેવાલ પ્રમાણે બૂટલેગરો દારૂના વેચાણ માટે ટામેટાનો ઉપયોગ કરી રહ્યા છે. ના, જો તમે એવું વિચારતા હોવ કે ટામેટાની લારીમાં કે પછી કરંડીયામાં દારૂ છૂપાવીને તેનું વેચાણ કરવામાં આવે છે તો તેવું નથી.

image source

બૂટલેગરો ટામેટામાં દારૂને ઇન્જેક્શનથી ઇનજેક્ટ કરે છે અને તેવા નશીલા ટામેટાનું વેચાણ કરે છે. તેને આજકાલ નાશાવાળા ટામેટા કહેવામાં છે. બૂટલેગરો આ ટામેટામાં અંગ્રેજી દારૂ ઇન્જેક્શન દ્વારા ઉમેરીને તેનું ધૂમ વેચાણ કરી રહ્યા છે.

image source

એક માહિતી પ્રમાણે હાલમાં દારૂના વ્યસ્ની લોકોમાં આવા ટામેટાની માંગ વધી રહી છે. અને આ ડીમાન્ડને પહોંચીવળવા માટે બૂટલેગરો રોજ 50-55 કિલોગ્રામ નશાવાળા ટામેટા તૈયાર કરે છે. એમ પણ હાલ ટામેટાની કીંમત ખુબ જ ઓછી છે માટે બૂટલેગરો માટે પણ ટામેટામાં દારૂ વહેંચવો મોંઘો નહીં પડતો હોય બીજું એ કે નશો કરનાર વ્યક્તિ માટે ક્યાં કશું મોંઘું સસ્તુ હોય છે તેમને તો નશાથી જ મતલબ હોય છે.

image source

બૂટલેગરોનો આ કિમિયો તેમના પોતાના માટે પણ સુરક્ષિત છે અને તેમના ગ્રાહકો માટે પણ સુરક્ષિત છે કારણ કે તેઓ ખુલ્લમ ખુલ્લા આવી રીતે દારૂને ટામેટાની આડમાં વેચી શકે છે અને દારૂડિયાઓ ટામેટાને જાહેરમાં ખાઈને પોતાનો નશો મેળવી લે છે. આમ પોલીસને નથી તો કોઈ શંકા જતી કે નથી તો તેમને કોઈ ભય રહેતો.

image source

એક વ્યસનીના જણાવ્યા પ્રમાણે બૂટલેગર દ્વારા જ્યારે વિલાયતી દારૂવાળા ટામેટાની ડિલીવરી થયા બાદ તેના પર કોથમીર તેમજ મસાલો ભભરાવીને તેઓ મજાથી તેને ખાય છે અને નશો કરે છે. તો વળી કેટલાકે તો 31મી તારીખની ઉજવણી માટે પણ એડવાન્સમાં કેટલોક ઓર્ડર આપી દીધો છે. મળતી માહિતી પ્રમાણે વિલાયતી દારૂના એક પેગવાળા ટામેટાની કીંમત 100 રૂપિયા રાખવામાં આવી છે.

image source

ટામેટામાં આવી રીતે ઉમેરવામાં આવે છે વિદેશી દારૂ

આજે ટામેટાની કીંમત 20 રૂપિયે કીલો થઈ ગઈ છે અને જો બૂટલેગરો દિવસના 50-55 કી.ગ્રામ ટામેટા વાપરતા હશે તો તેમને તો તે 10-15 રૂપિયે કી.ગ્રામના ભાવે મળી જતાં હશે. બૂટલેગરો ટામેટામાં દારૂ ઉમેરવા માટે સૌ પ્રથમ તો દારૂની બોટલમાંથી ઇન્જેક્શનમાં દારૂ ભરે છે પછી પાતળી સોઈથી તે જ દારૂને ટામેટામાં ઇજેક્ટ કરે છે. મળેલી માહિતિ પ્રમાણે ટામેટામાં દારૂ ઇન્જેક્ટ કર્યાના અરધો કલાકમાં જ ટામેટા અત્યંત નશિલા બની જાય છે.

image source

અને એક ટામેટામાં એક પેગ ઉમેરવામાં આવે છે આમ માત્ર ત્રણ જ ટામેટામાં નશો કરતાં માણસને ત્રણ પેગ જેટલો નશો ચડી જાય છે. હવે જ્યારે ક્યારેય તમે કોઈ એવી વ્યક્તિને ટામેટા ખાતા જુઓ કે જેને તમે ક્યારેય ટામેટા ખાતા ન જોયા હોય તો સમજવું કે આવું કંઈ પણ હોઈ શકે છે. માટે ટામેટાથી પણ હવે ચેતતા રહેવું પડશે !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ