જર્મનીના આ શહેરીની સ્ટોરી છે બધા કરતા કંઇક અલગ, વાંચીને તમે પણ કહેશો સાચી વાત!

આપણે જ્યાં રહીએ છીએ તે શેરી, મહોલ્લા, સોસાયટી કે રોડનું એક ચોક્કસ નામ હોય છે. દા.ત. મહાત્મા ગાંધી ચોક, સરદાર પટેલ બ્રિજ, ગ્રીનલેન્ડ ચોકડી, સ્ટેચ્યુ સર્કલ, ગોકુલધામ સોસાયટી વગેરે..

રોડ – રસ્તા અને વિસ્તારોના નામ રાખવા પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે અન્ય લોકોને સરનામું શોધવામાં કે નિશ્ચિત સ્થાને પહોંચવામાં સરળતા રહે. આ પ્રથા વર્ષોથી આવી રહી છે અને હજુ પણ ચાલે છે અને એવુંય નથી કે આ પ્રથા ફક્ત આપણી આજુબાજુ કે આપણા દેશ પૂરતી જ મર્યાદિત હોય પરંતુ વૈશ્વિક સ્તરે પણ રોડ – રસ્તાને કોઈ ચોક્કસ નામથી જ ઓળખવામાં આવે છે.

image source

પરંતુ અહીં જેન્તીલાલ ડોટ કોમના જાણવા જેવું વિભાગમાં તમને એક એવા શહેર વિશે જણાવવાના છીએ જયાંના રોડ – રસ્તા કે ચોકને કોઈ નામ આપવામાં જ નથી આવતું. નવાઈ લાગી ને ? પણ આ હકીકત છે.

image source

યુરોપીય દેશ જર્મનીમાં આવેલા હિલગર્મીસન શહેરની ખાસિયત એ છે કે અહીં કોઈ રોડ – રસ્તા કે ચોકનું નામ રાખવામાં જ નથી આવ્યું. તેમ છતાં અહીંના લોકો સરળતાથી બધા રોડ – રસ્તા અને ચોકને ઓળખે છે. લગભગ 2200 લોકોની જનસંખ્યા ધરાવતા અને 1970 થી સ્થાપિત આ હિલગર્મીસન શહેરમાં લોકોના ઘરોના નંબર અને એક જુના ગામના નામથી લોકોના સરનામાં બની જાય છે આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક લોકો માટે આવું સરનામું પૂરતું પણ થઈ રહે છે.

image source

ઉલ્લેખનીય છે કે અહીંના સ્થાનિક સરકારી તંત્ર દ્વારા હિલગર્મીસન શહેરના વિવિધ રોડ – રસ્તા અને ચોકને નામ આપવા માટે વિચારણા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા એવું કારણ આપવામાં આવ્યું હતું કે સ્થાનિક રસ્તાઓને નામ આપવાથી જે લોકો અહીંના રહેવાસી નથી એમના તથા ઇમરજન્સી અને માલ-સામાનની ડિલિવરી કરવા આવનાર લોકો માટે સરનામું શોધવામાં સરળતા રહે.

image source

પરંતુ સ્થાનિક લોકોને આ મંજુર ન હતું કેમ કે ફેબ્રુઆરી 2019 માં જ આ અંગે લોક પ્રતિભાવ જાણવા ચૂંટણી યોજાઈ હતી જેમાં શહેરના 60 ટકા લોકોએ ભાગ લીધો અને મોટાભાગના શહેરીજનોએ શહેરના રોડ – રસ્તાઓ અને ચોકને નામ આપ્યા વિના આ એ જે તે સ્થિતિમાં રાખવાના સમર્થનમાં મત આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ