આયશાના નફ્ફટ પતિ આરિફે પોલીસને આપ્યો આવો જવાબ અને કહ્યું કે..’હા, મેં જ આઈશાને કહ્યું હતું કે વીડિયો બનાવજે અને પછી…પૂરું વાક્ય વાંચીને ઉકળી ઉઠશે લોહી

આયશાને વિડીયો બનાવવાનું કહ્યું હતું એ વાત પોલીસ સમક્ષ કબૂલી આરીફે અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

આયશા નામની યુવતીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી અને એ માટે જવાબદાર તેના પતિ આરિફને જ્યારે પોલીસે પૂછ્યું કે તે આયશાને વીડિયો બનાવવા માટે કહ્યું હતું. તો આરિફ આ સવાલનો જવાબ આપતા આપતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે પોલીસની પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે મેં જ આયશાને વીડિયો બનાવવા માટે કહ્યું હતું. એટલું જ નહીં તે આયશા અને તેના બાળકને ઉછેરવા માગતો હતો.

image source

તમને જણાવી દઈએ કે હાલ આયશાનો આરિફ 3 દિવસના રિમાન્ડ પર છે. અમદાવાદની આયશાની આત્મહત્યા કેસમાં પોલીસે તેના પતિ આરીફ સામે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પોલીસ આરીફને રાજસ્થાનના પાલીમાંથી પકડીને લાવી છે. નિર્દોષ આયશાના આત્મહત્યા કેસમાં તપાસ કરી રહેલી પોલીસને રોજ જ આ કેસ અંગે કંઈક નવી વાતો જાણવા મળે છે. આરિફના રિમાન્ડ દરમિયાન પોલીસને પહેલાં તે ગોળગોળ ફેરવતો હતો, પણ હવે તે બધી વાતો કબૂલી રહ્યો છે

image source

દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી અનુસાર અમદાવાદ પોલીસ આયશા કેસમાં હાલ આરિફની પૂછપરછ કરી રહી છે. પહેલાં તો પોલીસ આરિફનો ફોન શોધી રહી હતી. એ અંગે આરિફ કોઈ વાતને સમર્થન આપતો ન હતો. આરીફને કઈ પૂછવામાં આવે તો એ પોલીસને કહેતો હતો કે તેણે તેનો ફોન ફેંકી દીધો હતો પણ ખરેખર આ વાત ખોટી હતી. આરીફે તેનો ફોન તેના મિત્રના ઘરે સંતાડ્યો હતો. જ્યારે ફોન બાબતે પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્યારે તેને કબુલ્યું હતું કે એને ફોન પોતાના મિત્રના ઘરે મુકયો છે અને પોલીસે ફોન રિકવર કર્યો છે.

image source

આરીફના આ ફોનમાંથી આરિફ અને આયશા સાથેના ચેટ, ફોટો અને અન્ય વસ્તુ ફોનમાંથી ડિલિટ થઈ ગઈ છે એવું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.એ માટે એફએસએલ દ્વારા સમગ્ર ડેટા રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી બાજુ, આયશાની સાથેના સંબંધો વિશે પણ હવે આરિફ દરેક રહસ્ય પરથી પડદો ઉઠાવી રહ્યો છે.

image source

પોલીસની પૂછપરછમાં આરિફને જ્યારે પૂછવામાં આવ્યું કે તે આયશાને વીડિયો માટે કહ્યું તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને કહ્યું કે મેં જ તેને વીડિયો બનાવવા કહ્યું હતું. આ ઉપરાંત આરિફે એવું પણ કહ્યું કે તે તેના અને આયશાના બાળકને તે ઉછેરવા માગતો હતો, પણ તે આ દુનિયામાં આવ્યું જ નહીં. આ સાથે એને એ પણ કબુલ્યું હતું કે આયશાના કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોય એ વાત એ નથી માનતો.

image source

આયશા અને આરિફની વાતચીતની ક્લિપ જ્યારે પોલીસે સાંભળી તો જાણવા મળ્યું કે આયશા આરિફ પાસે પાછી જવા માગતી હતી, પરંતુ આયશાએ કરેલા કેસના કારણે આરિફ તેને સ્વીકારવા આનાકાની કરી રહ્યો હતો. આ કેસમાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરિફ જે મકાનમાં રહે છે એ તેના વારસમાં મળ્યું છે, જેમાં બીજા 4 પરિવાર પણ રહે છે. આયશા અને આરિફ વચ્ચે પ્રેમ હતો. બાદમાં પરિવારે તેના લગ્ન કરાવી આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે અમદાવાદ પોલીસ 2 માર્ચે આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી છે. જો કે લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આયશાના મોતનો જરા પણ રંજ દેખાતો ન હતો, એટલું જ નહિ એની આંખમાંથી એક આંસુ પણ સર્યું ન હતું. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે જાણે કશું થયું જ ન હોય તેમ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

image source

અમદાવાદના વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આયશા નામની યુવતીએ 25 ફેબ્રુઆરીએ હસતાં-હસતાં પોતાની પીડા વ્યક્ત કરીને સાબરમતી નદીમાં કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. એ પહેલાં તેને પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરી હતી, એ દરમિયાન ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે છતાં યુવતી આપઘાત કરી લે છે.

માતા-પિતા સાથે યુવતીની છેલ્લી વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ હૃદયદ્રાવક છે. એમાં યુવતી તેનાં માતા-પિતાને કહે છે કે અબ બહુત હો ગયા, અબ નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!