જો રહી ગયા તો થશે અફસોસ: હવે IRCTC લાવ્યું અમદાવાદ- કેવડિયાનું ખાસ પેકેજ, એ પણ માત્ર આટલા રૂપિયામાં જ, જાણી લો કેવી રીતે કરાવશો બુકિંગ

દેશના વિભિન્ન ભાગ સાથે કેવડિયાના (kevdiya સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ માર્ગે જોડવામાં આવ્યો છે. દેશના વિવિધ પ્રદેશોને ભારત સાથે જોડનારા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા કેવડીયા સ્થિત છે. આ સ્થળે દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ સરદારની વિરાટ પ્રતિમા નિહાળવા આવી રહ્યાં છે. પરંતુ કેવડીયા રેલ્વે માર્ગે જોડાયેલ ના હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી. આજથી કેવડિયા દેશના વિવિધ ભાગ સાથે રેલ્વે માર્ગે જોડાઈ ગયુ છે. ફરવાનો પ્લાન બનાવો છો તો તમે IRCTCના અમદાવાદ કેવડિયાની ટૂર બુક કરાવો. 3 દિવસ અને 4 રાતનું આ પેકેજ 30 હજારમાં પડશે.

image source

IRCTCએ અમદાવાદ અને કેવડિયા માટે 3 દિવસ અને 4 રાતનું એક હવાઈ ટૂર પેકેજ જાહેર કર્યું છે. 23થી 27 માર્ચ સુધી ચાલનારા આ પેકેજમાં મુસાફર દીઠ ભાડુ 30,200 રૂપિયા થશે. જ્યારે બાળકોને માટે આ ભાડું પ્રતિ બાળક 26,500 રૂપિયા થશે.

બુકિંગ થઈ ચૂક્યું છે શરૂ

image source

આ માટે તમને લખનઉના અમૌસી એરપોર્ટથી ફ્લાઈટ મળશે. IRCTCના આ ટૂર પેકેજમાં રહેવાનું, ખાવાનું, નાસ્તો, હોટલ અને સ્થાનિક જગ્યાએ ફરવા માટે બસનું ભાડું પણ સામેલ છે.

કઈ જગ્યાઓએ ફરી શકાશે

image source

અમદાવાદનું અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, સાબરમતી રિવર ફ્ર્ન્ટ, કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, એકતા નર્સરી, જરવાની વાયરફોલ, કૈક્ટમ ગાર્ડન, બટરફલાય પાર્ક, જંગલ સફાઈનું પણ ભ્રમણ કરવા મળશે. કાનપુર માટે IRCTCના હેલ્પલાઈન નંબર  8287930924- 8287930932-8287930934 પર બુકિંગ માટે સંપર્ક કરી શકાય

image source

છે.  IRCTC એના સિવાય અમદાવાદથી એર પેકેજ – કેરળ , નોર્થ ઈસ્ટ ,સિમલા મનાલી ,અંદમાન અને રાજકોટ થી સ્પેશ્યલ ચાર્ટર કોચ – હૈદરાબાદ સાથે રામોજી ફિલ્મ સિટી અને કેરળ ટૂર નું પણ આયોજન કરેલ છે. અને કેવડિયા માટે IR CTC દ્વારા મુંબઇ અમદાવાદ અને વડોદરા થી ટૂર પેકેજીસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. વધારે માહિતી માટે સંપર્ક 079-26582675, 8287931718, 8287931634અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર ઉપલબ્ધ છે.

image source

મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે. વિશ્વવ્યાપી કોવિડ – 19 સમસ્યાને ધ્યાનમાં રાખીને, બધા કોવિડ સલામતીનાં પગલાં IRCTC દ્વારા અપનાવવામાં આવશે. મુસાફરોને સુખદ ધાર્મિક યાત્રા કરાવામાં આવશે. મુસાફરો ની યાત્રા સુખદ બનાવવા માટે “રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કોવીડ-19 ની સુરક્ષાના નિયમો ના પાલન માટે યાત્રીઓ પાસે અપેક્ષા રાખીએ છીએ.” અને તેમની યાત્રાને આનંદપ્રદ બનાવવા માટે IRCTC સાથે સહયોગ આપવાની વિનંતિ છે.