નીતા અંબાણીએ મહિલાઓ માટે લોન્ચ કર્યું જોરદાર આ ડિજિટલ પ્લેટફોર્મ, જલદી જાણી લો કેવી રીતે કરશે કામ

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નીતા મુકેશ અંબાણીએ ડિજિટલ મીડિયાના પાવર સાથે મહિલાઓની શક્તિનો સમન્વય કરતી એક અનોખી પહેલ કરી છે. તેમણે Her Circleની શરૂઆત કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો. આ પહેલું ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જેનો ઉદ્દેશ મહિલાઓના સશક્તિકરણને વધુ વેગવાન બનાવવાનો છે અને મહિલાઓને આનંદપ્રદ, આદાન પ્રદાન સાથે જોડી અને પરસ્પરના સહયોગ માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડવાનો છે.

image source

Her Circleની પરિકલ્પના મહિલાઓને સામુહિક રીતે ડિજિટલ બનાવવાનો છે તેની શરૂઆત ભારતીય મહિલાઓથી કરવામાં આવી છે પરંતુ તે સમગ્ર વિશ્વની મહિલાઓ ભાગ લઈ શકે તે રીતે મુક્ત રહેશે. આ એક સર્વવ્યાપી સામગ્રી, સોશિયલ મીડિયા, લક્ષ્ય-પૂર્તિ કરતી કોમ્યુનિટી છે, જે તમામ સામાજિક પૃષ્ઠભૂમિની મહિલાઓની ઝડપથી વધતી આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, સપ્નાંઓ અને કાર્યદક્ષતાઓની પૂર્તિ કરે છે.

image source

આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે મહિલાઓ મહિલાઓ તરફ ઢળે છે ત્યારે અવિશ્વસનીય ઘટના બને છે! મારે એ જાણવું જોઈએ. મારા સમગ્ર જીવન દરમિયાન હું સશક્ત મહિલાઓ વચ્ચે રહી છું જેમની પાસેથી મને કરુણા, લવચિકતા અને હકારાત્મક વલણ શીખવા મળ્યા છે; અને બદલામાં હું જે શીખી છું એ અન્યોને શીખવવાનો પ્રયાસ કર્યો છે. 11 દિકરીઓના કુટુંબમાં હું એક દીકરી તરીકે મોટી થઈ છું, જ્યાં મને પોતાનામાં વિશ્વાસ ધરાવવાનું શીખવા મળ્યું છે. મારી દીકરી ઈશા તરફથી મને મારા સપ્નાંઓને અનુસરવા માટે બિનશરતી પ્રેમ અને આત્મવિશ્વાસ મળ્યો છે.

image source

મારી પુત્રવધુ શ્લોકા તરફથી મને સહાનુભૂતિ અને ધીરજ શીખવા મળ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી મહિલા હોય કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય નેતા હોય, મેં જેમની સાથે કર્યું છે, અમારા અનુભવોના આદાનપ્રદાને દશર્વ્યિું છે કે અંતમાં અમારા સંઘર્ષો અને વિજયોનો પડઘો એકબીજામાં પડે છે. મને ખુશી છે કે અમે Her Circle.in ના માધ્યમથી લાખો મહિલાઓ માટે સમર્થન અને ઐક્યનું એક વર્તુળ બનાવી શકીએ છીએ,એવું ડિજિટલ પ્લેટફોર્મ હોય જેના પર આવીને દરેક મહિલા જોડાય અને તેમનું પોતાનું વર્તુળ બનાવે.

image source

જ્યારે ડિજિટલ ક્રાંતિએ 24ડ7 ગ્લોબલ નેટવર્કિંગ અને કોલેબરેશન શક્ય બનાવ્યું છે ત્યારે હર સર્કલ તમામ સંસ્કૃતિઓ, સમુદાયો અને દેશોની મહિલાઓના વિચારો અને પહેલને આવકારે છે. આ પ્લેટફોર્મ પર ભગિનીભાવ અને સમાનતા પાયાની ખાસિયત બનાવી છે, તેમ નીતા અંબાણીએ ઉમેર્યું હતું.

Her Circle કામ કેવી રીતે કરશે?

image source

નેટવર્કિંગ અને લક્ષ્ય-પૂર્તિ માટેનું એક જ સ્થળ: મહિલા માટેની સામગ્રી પૂરી પાડવા માટે ઇંયિ ઈશભિહયને વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે એક સામાજિક મંચના માધ્યમથી મહિલાઓને એકબીજા સાથે જોડે છે સાથે જ આકર્ષક અને ઉત્થાનલક્ષી છે.

image source

આ પ્લેટફોર્મ પર તેમને વાઇબ્રન્ટ વીડિયોઝ મળશે, ઉપરાંત જિંદગીના અનેક આયામોને આવરી લેતા પ્રેરણાદાયી આર્ટિકલ્સ વાંચવા મળશે જેમાં, જિંદગીને બહેતર બનાવવાના, નાણાકીય વ્યવહારો માટેના, વ્યક્તિત્વ વિકાસના, સામુદાયિક સેવા માટેના, બ્યૂટી, ફેશન, એન્ટરટેઇનમેન્ટ, ક્રિએટીવ સેલ્ફ-એક્સપ્રેશન જેવા વિષયો આવરી લેવાયા છે અને મહિલાઓના નેતૃત્વ ધરાવતી એનજીઓ અને અન્ય સંસ્થાનોમાં મહિલાઓના યોગદાનની વાતો હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ