અમદાવાદ સિવિલમાં ગુરુવાર સાંજે છેલ્લા 24 કલાકમાં 102 ડેડબોડી સ્મશાન ગૃહોમાં મોકલવામાં આવી

રાજ્યમાં કોરોનાએ કેવી રીતે ભરડો લીધો છે તેની ભયાનકતા હોસ્પિટલો માંથી સામે આવી રહેલી તસનીરો બતાવે છે. લોકો એડમિટ થવા માટે લાઈનમાં ઉભા રહેવુ પડે તો અને જો હોસ્પિટલમાં સદનશિબે બેડ મળી પણ જાય તો ઈન્જેક્શન અને વેન્ટિલેટર માટે વલખા મારવા પડી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. અમદાવાદમાં રોકેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને કારણે મોતનો આંક પણ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં પહેલીવાર 2,672 કેસ નોંધાયા છે અને 541 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 27 અને જિલ્લામાં એકનું મોત થયું છે. જેને કારણે હાલમાં મૃત્યુઆંક 2,542 પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે 8 મહિના પહેલા 23 જુલાઈએ 28 લોકોના મોત થયા હતા.

image source

નોંધનિય છે કે, 14 એપ્રિલની સાંજથી 15 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 2631 અને જિલ્લામાં 41 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત શહેરમાં 510 અને જિલ્લામાં 31 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તો બીજી તરફ હાલમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 92,330 થયો છે. જ્યારે 76,618 દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદમાં વધતા કેસ વચ્ચે હાલમાં એશિયાની સૌથી મોટી સિવિલ 1200 બેડ કોવિડ હોસ્પિટલની હાલત હાલ સ્મશાન જેવી બની રહી છે, દર્દીઓનાં જીવ બચાવવામાં સરકાર લાચાર હોય તેવી સ્થિતિ છે.

image soucre

તમને જણાવી દઈએ કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવાર સાંજે પાંચ વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 102 ડેડબોડી શહેરના વિવિધ સ્મશાન ગૃહો ખાતે અંતિમ સંસ્કાર માટે મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, તો બીજી તરફ કેટલાક મૃતદેહને શહેરના કબ્રસ્તાનોમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સ્થિતિ હાલમાં એવી છે કે, મૃતકોના સગાઓને આઠથી દસ કલાક સુધી મૃતદેહ માટે રાહ જોવી પડી રહી છે, તમને જણાવી દઈે કે આ મૃતકોમાં મોટા ભાગના કોરોના પોઝિટિવ છે તો જૂજ દર્દી કોરોના શંકાસ્પદ છે.

image source

તો બીજી તરફ મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે શબવાહિનીને બદલે સિવિલની જ એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે મૃતકોના સગાઓએ ગુરૂવારે સિવિલમાં હોબાળો પણ મચાવ્યો હતો અને તેમણે આક્રોશ સાથે કહ્યું કે, આ સિવિલ નહિ પણ આ તો કતલખાનું હોવાના અને અમારા દર્દીઓને મારી નાખવામાં આવતાં હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તમને જણાવી દઈએ કે, અમદાવાદ સિવિલ જ નહી પરુત શહેરની પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓ મોટી સંખ્યાંમાં મોતને ભેટી રહ્યા છે, તેના જો સાચા આંકડા સામે આવે તો મોતનો આંકડો ખૂબ ઊંચે જાય તેમ છે, જોકે નવાઈની વાત તો એ છે કે, સરકારના આંકડા મુજબ તો અમદાવાદમાં રોજના 25થી 30 જ મોત બતાવવામાં આવે છે જ્યારે વાસ્તવિકતા કઈક જુદી જ છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં મૃતકોના પરિજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ગુસ્સે થયેલા મૃતકોના સગાઓ કહે છે કે, ચૂંટણી ટાણે ઘેર ઘેર ફરતા રાજકારણીઓ કેમ અહીં હોસ્પિટલમાં ફરકતા નથી, સામાન્ય લોકોની તકલીફો શું છે તે સાંભળવા કોઈ તો આવે. હાલમાં અમારા આપ્તજનો મોતને ભેટી રહ્યા છે, તેનું કારણ અમને સમજાતું નથી. તેમના ઘણા લોકોનું કહેવુ છે કે થોડી વાર પહેલા ફોન પર વાતચીત કરી ત્યારે તો તેઓ સ્વસ્થ હતા અને પછી અચાનક કેવી રીતે મોત થયું ? આવા અનેક સવાલો છે જેમના જવાબો સામાન્ય લોકોને મળી રહ્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!