રાજ્યમાં કોરોના હાલ વિકરાશ સ્લરૂપ ધારણ કરી ચુક્યો છે. રોજે રોજ સંક્રમિતોનો આંક રેકોર્ડ બનાવી રહ્યો છે તો બીજી તરફ મોતના આંકમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિ એવી છે કે સ્મશાનામો અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ ચાલી રહ્યુ છે. સ્થિતિ એવી છે કે હવે સ્માશાનમાં રહેલી ભઠ્ઠી પણ ઓગળવા લાગી છે. તેમન જણાવી દઈએ કે સુરત બાદ હવે ગાંધીનગરમાં સ્મશાનમાં વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ગાંધીનગરના સેક્ટર-30ના સ્મશાન ખાતે છેલ્લા 10 દિવસથી અવિરત અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મૃતદેહોની અંતિમ સંસ્કાર માટે લાઈન લાગી છે અને રાત-દિવસ ભઠ્ઠીઓ ચાલુ રાખવી પડી રહી છે. જેને કારણે એક ભઠ્ઠીનો દરવાજો બંધ થઈ ગયો છે. સતત ચાલુ રહેવાને દરવાજાનું એંગલ પણ ઓગળી ગયું હોવાથી તે સ્લાઈડર સાથે ચોંટી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે હવે દરવાજો ખુલી રહ્યો નથી. જેને કારણે આ ભઠ્ઠીને બંધ કરવામાં આવી છે અને બીજી જે ભઠ્ઠી છે તેમા અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ સ્મશાનમાં CNGથી ચાલતી બે ભઠ્ઠીઓ કાર્યરત હોય છે. પરંતુ છેલ્લા 10 દિવસથી સતત અંતિમ સંસ્કાર કરવાના કારણે લોખંડ ઓગળવા લાગ્યું છે. જેથી હાલમાં એક જ ભઠ્ઠી ચાલુ હોવાથી વેઈટિંગ પણ વધી ગયું છે અને લોકોને પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. આ ઉપરાંત સતત આગના કારણે સ્માશાનની દિવાલો પણ કાળી પડી ગઈ છે અને આગના કારણે કેટલીક દિવાલોની તીરાડ પડી ગઈ.

તમને જણાવી દઈએ કે આ પહેલા સુરતમાં પણ ભઠ્ઠી ઓગળી ગઈ હતી. અહિં 13 એપ્રીલે સ્મશાનોને લઈ સમાચાર સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરતમાં ત્રણ મુખ્ય સ્મશાન આવેલા છે. આ જગ્યાઓ પર સતત અગ્નિસંસ્કાર ચાલુ રહે છે. જેના કારણે ભઠ્ઠીઓ પીગળી રહી છે. નોંધનિય છે કે સરકારી વાહનો ઉપરાંત ખાનગી ગાડીઓ પણ મૃતદેહો લઈને સ્મશાન પહોંચી રહી છે. હાલમાં મૃતદેહો એટલી મોટી સંખ્યામાં આવી રહ્યા છે કે અંતિમ સંસ્કાર કરવા માટે ગેસ ભઠ્ઠીઓ 24 કલાક ચાલુ રાખવી પડે છે. સતત ભઠ્ઠીઓ ચાલુ રાખવાના કારણે ગ્રિલ પણ પીગળી રહી છે. હાલમાં રાજ્યમાં સરકાર આંક પ્રમાણે રોજ 70 થી 80 લોકોમા મોત થઈ રહ્યા છે. જો કે કેટલાક મીડિયાના અહેવાલ પ્રમાણે આ આંક વધુ હોવાની વાત સામે આવી રહી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક 8152 કેસો નોંધાયા હતા. જ્યારે 81 દર્દીઓનાં મોત થયા છેઅને 2023 દર્દીઓ સાજા થયા હતા. નોંધનિય છે કે હાલ રાજ્યમાં કુલ કોરોના કેસોનો આંક 3,71,747 પર પહોંચી ગયો છે અને મોતનો આંક કુલ 5076 પર પહોંચ્યો છે તો બીજી તરફ કુલ 3,26,394 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. ગઈ કાલે રાજ્યનો રિકવરી 86.86 પર નોંધાયો હતો. તો બીજી તરફ હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 44,298 પર પહોંચ્યો છે. જેમાં 267 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 44,031 દર્દીઓની હાલત સ્થિર છે.

જો રાજ્યમાં શહેર મુજબ મોતના આંકડાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠા 2, ગાંધીનગર શહેરમાં 2, રાજકોટ જિલ્લામાં 2, સાબરકાંઠામાં 2, અમદાવાદ જિલ્લામાં 1, ભરૂચમાં 1, આણંદમાં 1, ગાંધીનગરમાં 1, જૂનાગઢ 1, સુરત 1, વડોદરામાં 1 દર્દીનું મોત થયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!