અમદાવાદમાં જગન્નાથની યાત્રાને કોરોનાની અસર, ઈતિહાસમાં પ્રથમ વખત ‘ચંદન યાત્રા’માં નહિં જોડાય નગરજનોં

ઇતિહાસની અણધારી ઘટના:- અમદાવાદની શાન કહેવાતી સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રામાં પ્રથમ વખત કોરોનાના લોકડાઉનને કારણે ભાવિકો જોડાઇ નહી શકે! તેમજ તેમાં થતી ‘ચંદન યાત્રા’ પણ રદ!

image source

જગન્નાથમંદિર એ અમદાવાદના રાજા રણછોડનું દિવ્ય તિર્થ છે. દેશ-પરદેશથી દર્શનાર્થીઓ અહીંયા આવે છે. બારે માસ ભક્તોની ભીડ દેખાય છે. હવે તો સાબરમતીને કિનારે ‘આરતી’ પણ થાય છે. મંદિરમાં કોણ છે ‘ રાજા રણછોડ છે’ ના નારાથી ભવ્ય રથયાત્રા નીકળે છે. ભારતમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે ગુજરાતના અમદાવાદમાં કોરોનાના દર્દીઓને આંકડો એક હજારને પાર થઇ ચૂક્યો છે. હાલમાં લૉકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે વિશ્વ પ્રખ્યાત જગન્નાથજી મંદિરમાં અખાત્રીજના દીવસે ભગવાન જગન્નાથના રથની ધામધૂમથી પૂજા નહીં થાય એવા સમાચાર સામે આવ્યા છે.

image source

દર વર્ષે પરંપરાગત રીતે અષાઢી બીજની રથયાત્રા પૂર્વે અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન જગન્નાથજીનાં મંદિર ખાતે ‘ચંદન યાત્રા’ અને ‘રથપૂજન’ કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાને પગલે થયેલાં લોકડાઉનમાં આ ચંદન યાત્રા કે રથ પૂજનમાં કોઇપણ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે નહીં, ઇતિહાસમાં આવું સૌપ્રથમ વખત બનશે. ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ નાજૂક હોવાથી કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુનો માહોલ છે ત્યારે ગુજરાતની ઓળખ સમાન જગન્નાથ મંદિર ખાતે ચાલુ વર્ષે માત્ર ૫ જ લોકોની હાજરીમાં ચંદનયાત્રા યોજાશે.

image source

જગન્નાથની ચંદન યાત્રામાં પ્રથમવાર મંદિર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરાયો છે. જે મુજબ હવે ચંદનયાત્રા માત્ર ૫ લોકોની હાજરીમાં જ થશે. મહત્વનું એ છે કે દર વર્ષે અખાત્રીજના દિવસે ૨૦૦થી વધુ લોકોની હાજરીમાં ચંદન યાત્રા યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે રથ પૂજામાં માત્ર ૫ લોકો જ જોડાશે. આ અંગે વિગતો આપતાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે આ વર્ષે કોરોના મહામારીને પગલે થયેલાં લોકડાઉનને કારણે ૨૬મી એપ્રિલના રોજ રથયાત્રાનો પ્રથમ પ્રસંગ એવા રથપૂજનનાં કાર્યક્રમમાં નગરજનો ભાગ નહીં લે અને આ દિવસે ભગવાનને ચંદનનાં શણગાર હોવાથી તેને પ્રતીકાત્મક ચંદન યાત્રા કહેવાય છે. માત્ર મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી જ હાજર રહેશે. જે પણ સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને રથ પૂજન પ્રતીકાત્મક રીતે કરવામાં આવશે.

અખાત્રીજના દિવસે આ યાત્રા યોજવામાં આવે છે.

image source

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું કે આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની ૧૪૩મી રથયાત્રા ૨૩મી જૂન, ૨૦૨૦ના રોજ યોજવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અખાત્રીજના દિવસે આ યાત્રા યોજવામાં આવે છે. લોકડાઉન અને કોરોના કહેર વચ્ચે ૨૬મી મેંના રોજ યોજાનારી ચંદનયાત્રામાં માત્ર પુજારી અને દિલીપદાસજી મહારાજ જોડાશે. આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેતા હોય છે, પરંતુ આ વખતે તે સાદાઈથી યોજવામાં આવશે.

રથયાત્રાના આયોજનને પણ અસર

image source

ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર ચંદન યાત્રા ઉપરાંત રથયાત્રાના આયોજનને પણ અસર થઇ છે. આગામી જૂન મહિનામાં રથયાત્રા છે. રથયાત્રાના બે મહિના પહેલાથી જ ભગવાનના વાઘા તથા મામેરા સહિતનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે હજુ કોઇ તૈયારી થઇ શકી નથી. રથયાત્રાનું આયોજન કઇ રીતે થશે રથયાત્રા યોજાશે કે કેમ તેબધુ જ હવે ભગવાન જગન્નાથના આશિર્વાદ અને આદેશ પર નિર્ભર કરે છે. જય જગન્નાથ ! જય રણછોડ !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ