22.04.2020 – ટૈરો રાશિફળ : બુધવારે 12માંથી આ રાશિનઓના દિવસમાં બેવડાશે ખુશી

ટૈરો રાશિફળ : બુધવારે 12માંથી આ રાશિનઓના દિવસમાં બેવડાશે ખુશી

મેષ – Six of Pentacles

ભૂતકાળમાંથી નીકળી આગળ વધવાનો આજનો દિવસ છે. તમારે વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. તમને ઘણી નવી તકો મળશે જે તમારું જીવન સુધારશે અને તમારો આધ્યાત્મિક વિકાસ થશે. કોઈ વ્યક્તિ સાથે મતભેદ હોય તો તેને માફ કરવાનો પ્રયાસ કરો.

વૃષભ – Justice

આજે તમારા વિચારોમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરો. મનમાં કેટલીક બાબતોને લઈ અસમંજશ થઈ શકે છે. તમને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે, તેમ છતાં તમારા મનમાં ખાલીપો જણાય તો ધ્યાનમાં થોડો સમય વિતાવશો. વિદ્યાર્થીઓએ અધ્યયનમાં ધ્યાન આપવાની જરૂર છે.

મિથુન – The Emperor

આજનો દિવસ તમારા માટે અપાર ઊર્જા અને સફળતાથી ભરેલો રહેશે. ધન લાભના યોગ છે. પરિસ્થિતિ જેટલી ખરાબ લાગે છે તેટલી ખરાબ નથી. પરિસ્થિતિને કોઈ બીજાના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો. તમારી સમસ્યાઓ હળવી થઈ જશે. તમે શું કરી શકો તે વિશે વિચારો જે મનમાં આનંદ લાવશે.

કર્ક – The Hermit

આજે તમે કેટલીક ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો. કોઈ કામમાં સમાધાન કરવું પડશે અન્યથા દિવસ તમારી તરફેણમાં રહેશે. પરંતુ તમારો મૂડ દિવસ દરમિયાન ફરતો રહેશે. તેથી વિચારોને કાબૂમાં રાખો. તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે.

સિંહ – The Devil

આજે કેટલાક લોકો તમારા કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારી જવાબદારીઓ પ્રત્યે ધ્યાન રાખો તેમને સમર્પણથી પૂરી કરો. તમારા જીવનમાં ઘણા અટકેલા કાર્યોનું નિરાકરણ થશે. જો કોઈ સમસ્યા હોય છે તો તે જલ્દીથી હલ થઈ જશે.

કન્યા – The Sun

આજે તમારા માટે કેટલીક પરિસ્થિતિઓ એવી સર્જાશે કે જે તમને વિચલિત કરી શકે છે. પરંતુ દિવસ પૂર્ણ થતા સુધીમાં તેનો ઉપાય મળી જશે. જો કોઈ તમને ન ગમતી વ્યક્તિ આસપાસ હોય તો તેને સ્પષ્ટ કહી દો. મનમાં વેર ન રાખો. સમજી વિચારીને કોઈ પર વિશ્વાસ કરવો.

તુલા – Ace of Swords

પ્રતિકૂળતામાં પણ તમારા માટે સકારાત્મકતા શોધવાનો પ્રયત્ન કરવો. વર્તમાનમાં જીવો નહીં તો તમે આજની સુંદર ક્ષણો ગુમાવશો. જીવનમાં પ્રગતિની તમને ઘણી સુંદર તકો મળી રહી છે, તેમને ખાલી જવા દેવી નહીં. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો અને તમારા અસ્તિત્વને ઓળખો.

વૃશ્ચિક – Judgement

આજે તમારે તમારા વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવનમાં સંતુલન બનાવવું પડશે. આજનો દિવસ સામાન્ય રહેશે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. જરૂર જણાય તો કોઈની સલાહ લેવી. જો તમે કોઈ બાબતે પરેશાન છો તો અંગત વ્યક્તિ સાથે તેને શેર કરો.

ધન – Page of Swords

આજે તમારા કામને વધુ પડતું ટાળશો નહીં. કોઈ બીજાની સલાહ અથવા મંજૂરી માટે પણ રાહ જોશો નહીં. તમને યોગ્ય લાગે તેમ પણ કામ કરી લો. આજે દરેક નિર્ણય તમારા દિલથી નહીં દિમાગથી કરવા.

મકર- Four of Pentacles

આજનો દિવસ તમારા માટે થોડો વિવાદ કરાવનાર દિવસ હોઈ શકે છે. મિત્રો, જીવનસાથી, પિતૃપક્ષ, ઉપરી અધિકારી કોઈ પણ સાથે કોઈ બાબતમાં વાદ-વિવાદ થઈ શકે છે. પરિસ્થિતિ તમારા અનુસાર નથી પણ એટલી ખરાબ પણ નથી એટલે વ્યર્થ ચિંતામાં સમય ખરાબ ન કરતાં.

કુંભ – Queen of Swords

આજનો દિવસ તમારા માટે કેટલાક સારા સંકેત સાથે શરૂ થયો છે તેને ઓળખો અને જે દિશામાંથી આ સંકેત મળ્યા છે તે તરફે આગળ વધો. મહેનતથી પ્રગતિનો માર્ગ મોકળો થશે. તમારા જીવનને અન્ય લોકો માટે આદર્શ બનાવો. બીજાની મદદ કરો પણ પોતાનું નુકસાન કરીને કરવી મુર્ખાઈ ગણાશે.

મીન – Temperance

આજે તમારે તમારી પ્રકૃતિ પ્રમાણે કામ કરવું પડશે. કોઈ પણ સંજોગોમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કેટલીક બાબતોના મનમાં મુંજવણ ઊભી થઈ શકે છે. ધૈર્ય રાખો અને આજે જે બોલો તે વિચારીને બોલો જેથી ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ