અમદાવાદ પોલીસને ઘણી ખમ્માં, ​​​​​​કરફ્યુમાં રોડ પર રખડતાં-ભટકતા ગરીબો માટે ફરિસ્તો બનીને આવી

બધા જાણે છે એમ દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ સમગ્ર ગુજરાત સાથે સાથે અમદાવાદ શહેરમાં વધુ ફેલાતા રાજ્ય સરકારે સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે. પરંતુ ત્યારે હવે રોજનું રોજ કમાતા માતા પિતાના બાળકો માટે અને એ લોકો માટે જમવાના ફાંફાં પડી ગયા હતા. તો એ દરમિયાન રોડ અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંક જમવાનું મળતું બંધ થઈ જતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ કહેવાય છે ને કે ભગવાન બધાનો છે એ રીતે આવા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની વહારે અમદાવાદ શહેર પોલીસ અને NGO આવી છે.

image source

વધારે વિગતે વાત કરીએ તો રવિવારે સવારથી અમદાવાદ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ અને ફૂટપાથ પર રહેતા લોકોને જમવાનું આપ્યું હતું. સવારે અને સાંજે એમ બંને ટાઈમ પોલીસ જમવાનું આપશે. ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબે અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ દરમ્યાન રોડ પર રખડતા, ભટકતા, ભિખારીઓને જમવાનું પહોંચાડવા આદેશ કરતા લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ અને અક્ષયપાત્ર સાથે મળી શહેરમાં અંદાજે 10,000 જેટલા લોકોને જમવાનું પહોંચાડવામાં આવશે.

image source

વધારે વાત કરતાં ચાવડાએ વાત કરી કે સવારથી દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ હેડક્વાર્ટરથી જમવાનું લઈ જશે અને તેમના વિસ્તારમાં રખડતાં, ભટકતાં લોકો, ભિખારી અને ગરીબોને જમવાનું આપશે. એ જ રીતે વાત કરવામાં આવે તો શાહીબાગ પોલીસ દ્વારા શાહીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં હજારો લોકો રોડ પર રહે છે. લોકડાઉન સમયે આ રીતે તેઓને જમવાની સમસ્યાઓ થતા અમદાવાદ પોલીસ અને અલગ અલગ NGO દ્વારા જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે આજે કરી કર્ફ્યૂના સમયમાં અમદાવાદ પોલીસ આવા ગરીબની મદદે આવી છે અને તેઓને જમવાનું પહોંચાડી રહી છે. કોરોનાનાં કારણે શહેરમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો પણ રસ્તા પર રહેતા લોકોની સ્થિતિ તો એવીને એવી જ છે. લોકો પોતાના પરીવાર સાથે ઘરમાં છે.

image source

જો વાત કરીએ તો લોકો એવી સ્થિતિમાં પણ જીવે છે કે જેને ઉપર આભ અને નીચે જમીન સિવાય કશું નથી. ત્યારે તેમના માટે કરફ્યમાં શુ કરવું તેના કરતા ક્યાં જમીશું તે મહત્વનું છે. ત્યારે આવા સમયે પોલીસ તેમના મદદે આવી છે. શહેરમાં એવા લોકો છે જેમના માટે આ સૌથી કપરા દિવસો છે તેમને કોઈ મદદ કરે તો એક ટાઈમ જમવાનું મળી જય છે પણ આ કરફ્યુમાં તો કોઈ મદદ મળે એવી આશા પણ નથી. શહેરના ફૂટપાથ પર રહેતા લોકોની શહેરમાં હજારોની સંખ્યા છે ત્યારે પોલીસે તેમની મદદ માટે પહેલ કરી છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1495 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,97,412એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 13 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3859એ પહોંચ્યો છે. જ્યારે 1167 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 63,939 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ