ખુબ દુ:ખદ, આ પોલીસકર્મીના આખા પરિવારને કોરોના ભરખી ગયો, તમે સમજી જજો નહીંતર…

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. દિવાળી બાદ તો ગુજરાતમાં ફરી કોરોના બોમ્બે ફૂટ્યો છે. 21 નવેમ્બરે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 1515 કેસ નોંધાયા હતા. તેમાં પણ અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. શહેરમાં 350થી વધુ કેસ આવવા લાગ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે એક થથરાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે.

image source

રૂંવાડા ઉભા કરી નાખે એવો આ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. તેમજ કોરોનાને નકારી કાઢતા અને હળવાશથી લેતા લોકો માટે આ ઘટના લાલબત્તી સામાન છે કારણ કે આજે કોરોનાએ વધુ એક પરિવારનો માળો વિખેરી નાંખ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં પોલીસકર્મીએ કોરોનાને કારણે પાંચ જ દિવસમાં માતા-પિતા અને ભાઈને ગુમાવ્યા છે. દિવાળી પહેલા તેઓને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં દાખલ હતા. વેન્ટિલેટર પર હોવા છતાં ડોકટરો તેઓને બચાવી શક્યા ન હતા. આ વાત છે ચાંદખેડા વિસ્તારમાં આવેલા વૃંદાવન ડુપ્લેક્સમા રહેતાં અને ટ્રાફિક બી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધવલ અનિલભાઈ રાવલની.

image source

વિગતે વાત કરીએ તો અનિલભાઈ રાવલ 29 ઓક્ટોમ્બરના રોજ પોઝિટિવ આવ્યા હતા અને બાદમાં માતા નયનાબહેન રાવલ અને ભાઈ ચિરાગ રાવલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં માતા-પિતાને સારવાર માટે ઠક્કરનગરની આદિત્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ભાઈને ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિવાળીના તહેવારમાં કોરોના વધ્યો હતો અને દરેક હોસ્પિટલ ભરાઈ ગઈ હતી.

image source

કાળીચૌદશની રાતે માતાની તબિયત લથડતાં વેન્ટિલેટર પર રાખવાની સ્થિતિ ઉભી થતા ડોક્ટરોએ વેન્ટિલેટર ન હોવાનું કહી નયનાબહેનને સિવિલ કોવિડ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આથી નયનાબહેનને અને પિતા અનિલભાઈને પણ સિવિલ હોસ્પિટલમા દાખલ કર્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 17 નવેમ્બરે નયનાબહેનનું અવસાન થયું હતું. માતાના મૃત્યુના આઘાતમાંથી ધવલભાઈ અને પરિવારના સભ્યો બહાર આવે તે પહેલાં બીજા જ દિવસે ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાઈ ચિરાગ રાવલનું પણ મૃત્યુ થયું હતું.

image source

આટલું થયા પછી સ્વાભાવિક રીતે વિચારી શકાય કે એક દિકરા પર શું વિતતી હશે. કોરોનામાં માતા-ભાઈનો જીવ ગયા બાદ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેમ રવિવારે તેમના પિતા અનિલભાઈ રાવલનું પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આમ કાળમુખો કોરોના એક બાદ એક જ પરિવારના ત્રણ સભ્યોને ભરખી ગયો છે. આ સમગ્ર કેસ વિશે ટ્રાફિક પોલીસકર્મી અને ત્રણ ત્રણ પરિવારજનોને ગુમાવનારા ધવલભાઈ રાવલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે કોરોનાને હળવાશથી ન લો મેં મારા ત્રણ સ્વજન ગુમાવ્યા છે. ખાસ કરી જેઓ વૃદ્ધ છે તેઓએ ઘર બહાર ન નીકળવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ