ના હોય!અમદાવાદમાં મહિલા પોલીસકર્મી પણ નથી સુરક્ષિત કારણકે..

અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓ જ નથી રહ્યા હવે સુરક્ષિત, પ્રેમિકાએ બીજે લગ્ન કરી લેતાં તેના જ પૂર્વ પ્રેમીએ કર્યું એવું કે હવે તેને આવ્યો છે માત્ર પસ્તાવાનો વારો.

દેશમાં અન્ય શહેરોની તુલનામાં અમદાવાદને જ એક છોકરીઓ માટે સુરક્ષિત શહેર માનવામાં આવે છે. પણ શહેરમાં થોડા સમયથી મહિલાઓ સામેની હિંસા, અત્યાચાર, બળાત્કાર, મારઝૂડ માં સતત ઝડપી વેગે વધારો થઈ રહ્યો છે. હવે તો અમદાવાદમાં મહિલા પોલીસકર્મી ઉપર જ હુમલો કરવામાં આવ્યો છે.

image source

અને આ હુમલો અન્ય કોઈએ નહીં પણ તેના સાથી પોલીસકર્મી યુવાન દ્વારા જ કરવામાં આવ્યો છે. બંને વચ્ચે ઘણા સમય જૂનો પ્રેમ સંબંધ હતો. પણ મહિલા પોલીસકર્મીએ એક અન્ય યુવક સાથે લગ્ન કરી દેતાં સાથી પોલીસકર્મીએ તેના પર અચાનક જ હુમલો કર્યો હતો.

image source

ઘટનાની જો વિગતમાં વાત કરીએ તો મણિનગર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં LRD તરીકે ફરજ બજાવતી 32 વર્ષીય મહિલાને પોલીસ તાલીમ સમયે હાલમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં યુવાન સાથે મિત્રતા થઈ ગઈ હતી. બંનેની આ મિત્રતા વધુ ગાઢ બનતાં જોતજોતામાં જ પ્રેમમાં પરિણમી હતી. પણ પ્રેમમાં જ્યાં એકબાજુ યુવાન લગ્ન કરી જીવનભર સાથ આપવાના સપનાં જોતો હતો. ત્યાં જ મહિલા પોલીસકર્મીના મનમાં આ પ્રેમ સંબંધને લઈ એક અલગ જ ખ્યાલ હતો.

image source

મહિલા પોલીસકર્મીને સાથી પોલીસકર્મી સાથે લગ્ન કરવા ન હતા. તેણે 31 જાન્યુઆરીએ જ અન્ય યુવાન સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલાં પણ યુવકે મહિલા પોલીસકર્મીને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો, તેને અનેકવાર રસ્તામાં રોકી ઝઘડાઓ પણ કર્યા. અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. જેનાથી ભયભીત થયેલી મહિલા પોલીસકર્મીએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી.

અંતે મહિલા પોલીસકર્મીએ 31 જાન્યુઆરીનાં રોજ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા. બસ પછી તો શું, પૂર્વ પ્રેમી એવાં પોલીસકર્મીનો આ વાતથી પિત્તો ગયો. અને તેણે 2 ફેબ્રુઆરીના રોજ મહિલા પોલીસકર્મીના સાસરે જઈ ગાળાગાળી કરી હતી.

image source

જેને કારણે મહિલાની સાસરીવાળા લોકો તેને સમજાવવા ગયા હતા. આ સમયે યુવકે મહિલા પોલીસકર્મીના માથામાં ભારે પથ્થર ઉઠાવીને મારી દીધો હતો. જે બાદ મહિલા પોલીસકર્મીએ આ મામલે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ