12 વર્ષની છોકરીએ સ્યુસાઇડ નોટમાં લખ્યુ કંઇક એવુ કે, જે જાણીને તમને લાગશે નવાઇ

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, આ કેસમાં એક ૧૨ વર્ષની વિધ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થિનીને ટીચરના ડરથી આત્મહત્યા કરી લીધી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વિદ્યાર્થિનીએ પોતાની આત્મહત્યા કરવાનું કારણ ટીચરનો ડર જણાવ્યો છે અને આ વાતનો ઉલ્લેખ તે વિદ્યાર્થિની પોતાની સ્યુસાઇડ નોટમાં પણ કર્યો છે. આ અંગે હવે પોલીસ આગળ તપાસ કરી રહી છે.

image source

કામરેજના કોસમાડ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સુહાની નામની વિદ્યાર્થીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવી દીધું છે. સુહાની આજે સ્કૂલથી પાછી આવી તે સમયે ઘરે કોઈ હતું નહિ કારણ કે સુહાનીના માતાપિતા મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હોવાથી માતાપિતા બંને મજૂરી કામ પર હોવાથી સુહાની ઘરે આવી ત્યારે ઘરમાં કોઈ હાજર હતું નહિ.

ઉપરાંત સ્કૂલેથી પરત ફરી ત્યારે તે ચૂપચાપ ઘરમાં જતી રહી હતી અને તેણીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુહાની તેની સ્યુસાઇડ નોટમાં લખે છે કે તેના ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓ તેને ડરવતા હતા કે તેને શિક્ષક માર મારશે. આ ડરના કારણે તે હેરાન હતી અને સુહાનીએ અંતિમ પગલું ભરી લીધું.

image source

જ્યારે પરિવારના અન્ય સભ્યોને સુહાનીના આ પગલાંને હજી સમજી શકતા નથી કે કયા કારણે સુહાનીએ આવું પગલું ભર્યું? સુહાનીના માતાપિતાને વિશ્વાસ નથી કરી શકતા કે સુહાની આવું પગલું ભરશે. સોમવારના દિવસે સુહાનીને પેટમાં દુખાવો થતો હોવાથી તે સોમવારે શાળાએ નહતી જઈ શકી.

ત્યારપછી બજા દિવસે શાળા પહોંચી ત્યારે સુહાનીને તેના ક્લાસના અન્ય વિદ્યાર્થીઓએ એવું કહી રહ્યા હતા કે ટીચર તેને મારશે. આ વાત વારંવાર કહીને સુહાનીને હેરાન કરવા લાગ્યા અને કદાચ આ કારણથી ડરી જઈને સુહાનીએ આત્મહત્યા કરી લીધી છે. આવું માનવમાં આવી રહ્યું છે.

image source

સુહાનીના માતાપિતા મજૂરીકામ કરતાં હોવાથી તેઓ ઘરે ના હતા. જ્યારે સુહાની ઘરે આવી ત્યારે માતાપિતા ઘરે હાજર હતા નહિ અને સુહાનીએ આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લીધું. આસપાસના લોકોને આ બનાવની જાણ થતાં તરત જ સુહાનીના માતાપિતાને આ બનાવ અંગે જાણ કરાઇ હતી. પોલીસ પણ આ કેસમાં વધારે તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ