કોરોનાના બે નવા પ્રકારો બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યા, બન્નેના વેરિયન્ટ અલગ

વિશ્વમાં કોરોનાનો કહેર હજુ શાંત પડ્યો નથી ત્યાં બ્રિટેનમાં કોરોનાનો નવે સ્ટ્રેન મળી આવ્યો છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે તે હવે અન્ય દેશમાં પણ ફેલાયો છે. જેમા ફ્રાન્સ અને જાપાનનો સમાવેશ થાય છે. હાલ વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 8.01 કરોડને પાર થઈ છે. 5 કરોડ 64 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં 17 લાખ 56 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

નવો સ્ટ્રેન હવે જાપાન અને ફ્રાન્સ પહોંચી ગયો

image source

તો બીજી તરફ બ્રિટનમાં જોવા મળતો કોરોનાનો નવો સ્ટ્રેન હવે જાપાન અને ફ્રાન્સ પહોંચી ગયો છે. જાપાનમાં આ નવા સ્ટ્રેનથી સંક્રમણ લાગવાના પાંચ કેસ મળી આવ્યા છે. ફ્રાન્સના એક દર્દીમાં પણ આ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યાં છે. જેને લઈને ફ્રાન્સ સરકાર હરકતમાં આવી છે. કોરોનાના બે નવા પ્રકારો બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યા છે. દક્ષિણ આફ્રિકાએ કહ્યું છે કે અહીં મળેલા વેરિયેન્ટ બ્રિટનમાં જોવા મળતા વેરિયેન્ટથી અલગ છે. હવે એક નવી સમસ્યા ઊભી થઈ છે. બ્રિટનમાં જોવા મળતો સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે. ‘ધ ગાર્ડિયન’ અનુસાર, જાપાનમાં આ પ્રકારનાં લક્ષણોવાળા પાંચ દર્દી સામે આવ્યા છે, જ્યારે એક ફ્રાન્સમાં મળી આવ્યો છે. આ બધાને સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

રશિયાએ બ્રિટેનથી આવતી તમામ ફ્લાઈટ પર લગાવી રોક

image source

જો કે મહત્વની વાત એ છે કે જાપાનમાં નવા પાંચ લોકો મળી આવ્યા છે, તે બધા ગત સપ્તાહે બ્રિટનથી પરત ફર્યા છે. હવે આરોગ્ય વિભાગ તેમના કોન્ટેકટ્સનો સંપર્ક કરી રહ્યું છે. કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા પછી રશિયા સતર્ક થઈ ગયું છે. અહીં સરકારે તાત્કાલિક અસરથી બ્રિટન જતી અને આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પુતિન સરકારના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું- અમે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતા નથી. સ્થાનિક સંક્રમણને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે અને તેનો પણ ઘણો ફાયદો થયો છે. નોંધનિય છે કે રશિયા પહેલા ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ બ્રિટેનની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેથી બ્રિટેનમાં જોવા મળતો નવો સ્ટ્રેન પોતાના દેશમાં સંક્રમણ ન ફેલાવે.

બ્રિટનમાં વૈજ્ઞાનિકો નવી દવા પર કામ કરી રહ્યા છે

image source

આ કે આ બધી પરિસ્થિતિ વચ્ચે બ્રિટનમાં વૈજ્ઞાનિકો નવી દવા પર કામ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના સંક્રમણને અટકાવશે. જોકે ‘ધ હેલ્થ’ મેગેઝિનએ એક અહેવાલમાં જણાવ્યું છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીનો ઇલાજ કરવા માટે કરવામાં આવશે. બ્રિટન સરકાર અથવા આરોગ્ય વિભાગે ચિત્ર હજુ સુધી સાફ કર્યું નથી. એવું માનવામાં આવે છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આ નવી દવા પર રિસર્ચ કરી રહ્યા છે. તો બીજી તરફ તુર્કીના અધિકારીઓ દાવો કરે છે કે ચીની સાયનોવેક વેક્સિનનાં પરિણામો 91.25% સુધી અસરકારક છે. લાંબા સમય સુધી છેલ્લા રાઉન્ડના ટ્રાયલ બાદ આ પરિણામ સામે આવ્યાં છે. આ વેક્સિન સંપૂર્ણપણે સલામત છે.

વિશ્વના ટોપ-10 દેશ જ્યાં સંક્રમણ વધુ છે

હાલમાં 30 લાખ ડોઝ મળશે

આ અંગે આરોગ્ય પ્રધાન ફેહરેટિન કોકાએ કહ્યું હતું કે વેક્સિનનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં ચીનથી તુર્કી પહોંચશે. હાલમાં 30 લાખ ડોઝ મળશે. એને પાંચ કરોડ લોકો સુધી આપી શકાશે. થોડા દિવસોમાં સરકાર ફાઇઝર અને બાયોએન્ટેક સાથે પણ 4.5 મિલિયન વેક્સિનની ડીલ કરવાની છે. જેથી મોટી સંખ્યામાં લોકોને વેક્સિન લગાવી શકાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય. જો કે હાલમાં તો એ વાત હજુ સ્પષ્ટ થઈ નથી કે કોરોના વેક્સિનની નવા સ્ટ્રેન પર કેવી અસર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ