ભાગ્યે જ જાણતાં હશો તુલસીના છોડ સાથેની આ વાતો, જાણો પાન તોડવાના ખાસ નિયમ

તુલસીના છોડનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને દેવી લક્ષ્મીનું રૂપ માનીને ઘરમાં રોજ સવાર સાંજ તેની પૂજા કરવામાં આવે છે. તુલસીના પાનનો ઉપયોગ અનેક રોગમાં ઔષધિના રૂપે પણ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં જે તુલસીના છોડની તમે રોજ પૂજા કરો છો તેના કેટલાક ખાસ નિયમો પણ છે. જાણો ક્યારે ન તોડવા જોઈએ તુલસીના છોડના પાન.

image source

તમે અવાર નવાર તુલસીના પાનનો ઉકાળામાં ઉપયોગ કરતા હશો. આ સિવાય ઉધરસ આવે ત્યારે પણ તમે તુલસીના પાન ખાતા હશો પણ શું તમે તેની સાથે જોડાયેલા આ નિયમોને જાણો છો..

તુલસીના પાન તોડતા પહેલા તુલસી માતાને પ્રાર્થના કરો અને આજ્ઞા લો કે તમે તેમના પાન તોડવા જઈ રહ્યા છો.

કોઈ પણ કારણ વિના જ તુલસીના પાન તોડવા એ પાપ સમાન છે.

image source

કોઈએ પણ ક્યારેય પણ ન્હાયા વિના તુલસીના પાનને તોડવા નહીં.

રવિવાર અને શુક્રવારે પણ તુલસીના પાન તોડવા નહીં.

ગણેશજી અને શિવજીની પૂજામાં ક્યારેય તુલસીના પાનનો ઉપયોગ ન કરવો.

image source

શ્રીકૃષ્ણની પૂજામાં તલુસીદળનો ઉપયોગ અવશ્ય કરવો.

તુલસીના પાનને ગ્રહણ કરો તો તેને દાંતથી ચાવવા નહીં. પણ સીધી રીતે ગળી જવા જોઈએ.

રવિવારે તુલસીના છોડ, પાનમાં પાણી ન ચઢાવવું જોઈએ.

image source

આ સિવાય અમાસ, ચૌદશ અને ગ્રહણના સમયે પણ ભૂલથી પણ તુલસીના પાન તોડવા નહીં.

જ્યારે પણ તુલસીના પાન તોડો ત્યારે યાદ રાખો કે તેને નખથી ન તોડો.

સાંજના સમયે તુલસીના પાન તોડવાના બદલે બપોર કે સવારના સમયે પાન તોડી લેવા અને પછી ઉપયોગ કરવો તે યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ