આ રીતે કરો છોકરીને મેસેજ, અને જાણી લો તે તમને પ્રેમ કરે છે કે નહિં…

મેસેજ કરવાની આ પાંચ રીતથી જાણી શકાય છે કે છોકરીના મનમાં તમારા માટે પ્રેમ છે કે ફક્ત દોસ્તી?

કેટલીક વાર આપ કોઈ છોકરીને મનોમન પસંદ કરવા લાગીએ છીએ પણ એ નથી સમજી શકતા કે તે છોકરી પણ આપને પસંદ કરે છે કે નહીં? એવાંમાં અમે આપને જણાવીશું કે કેવીરીતે જાણવું અને પોતાના મનની વાત કહીને આગળ વધવું કે નહીં?

image source

એક સમય હતો જ્યારે આપની પાસે લાગણીઓ વ્યક્ત કરવાના ખૂબ જ સીમિત સાધનો હતા. પરંતુ આજના આધુનિક યુગમાં ઘણા માધ્યમો લોકોની વચ્ચે લાવી દીધા છે જે લોકોને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આજે એવી ઘણી બધી મેસેજિંગ એપ ઉપલબ્ધ છે જેના દ્વારા આપ કોઈ વ્યક્તિ વિશેષને વધારે કઈ કહ્યા વગર આપના મનની વાત એ વ્યક્તિ સુધી પહોંચાડવામાં ખૂબ મદદ કરે છે.

image source

ઘણીવાર આપની ઘણા લોકો સાથે સારી દોસ્તી હોય છે કે પછી એમ કહીએ કે દોસ્તીથી વધારે મનમાં હોય છે. પરંતુ કેવી રીતે આ વાતની ખબર કરવી કે જે આપને વારેઘડીએ મેસેજ કરે છે એ ફક્ત દોસ્તી જ છે કે પ્રેમ? તો આવો અમે જણાવીશું કે કેવીરીતે જાણવું જોઈએ.

હુલામણા નામનો ઉપયોગ કરવો:

image source

જ્યારે કોઈ છોકરી આપને મેસેજ કરતી વખતે આપને આપના હુલામણા નામથી વાત કરે તો આનાથી સારો સંકેત બીજો કોઈ હોઈ શકે નહીં કે તે આપનામાં રુચિ ધરાવે છે. કેમકે સામાન્ય રીતે આવું ત્યારે જ થાય છે જ્યારે આપ કોઈના ખૂબ વધારે નજીક હોવ કે પછી આપ કોઈને દોસ્તથી વધારે માનતા હોય. તો આ ઈશારાથી આપ સમજી શકો છો કે આપ દોસ્તથી સ્પેશિયલ છો.

પર્સનલ ઇમોજીસ કે સ્ટીકર વારંવાર મોકલવા:

image source

જ્યારે આપ કોઈની સાથે જોડવો છો કે કોઈના પ્રત્યે લાગણી રાખો છો. એના આધાર પર આપ ટેક્સટિંગમાં કેટલાક પર્સનલ ઇમોજીસનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ફક્ત ઔપચારિક વાતચીત દરમિયાન લોકો ઇમોજી કે સ્ટીકરનો ઉપયોગ કરવાથી બચે છે. પરંતુ દોસ્તોની વચ્ચે ઉપયોગમાં લેવાતા ઇમોજી એક સ્પેશિયલ દોસ્ત કે લવરને મોકલવામાં આવતા ઇમોજી અલગ હોય છે. એટલે જો કોઈ છોકરી તરફથી લવ ઇમોજી મોટાભાગે આવે છે જ્યારે મેસેજમાં એવી કોઈ વાત હોતી નથી તો કદાચ તે છોકરી પણ આપને પસંદ કરે છે.

આપની સાથે દરરોજ લાંબા સમય સુધી વાત કરવી:

image source

મોટાભાગે એવું જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને પસંદ કરે છે તો પોતાના વ્યસ્તતા ભરેલા દિવસ માંથી પણ સમય કાઢીને તેની સાથે વાત કરે છે. જ્યારે કોઈ છોકરી આપના દરરોજના પ્લાન જાણવા માટે ઉત્સુકતા દેખાડે અને આપના પ્લાનમાં સામેલ થવાની પણ ઈચ્છા જણાવે તો આ પણ એક ઈશારો પ્રેમ તરફ હોઈ શકે છે.

વોટ્સઅપ પ્રોફાઈલ કે સ્ટેટ્સ પર કમેન્ટ કરવી:

image source

જો આપની દરેક પ્રોફાઈલ પિક્ચર કે સ્ટેટ્સ પર છોકરી કમેન્ટ કરે છે કે પોતાની સલાહ આપે છે. આ સિવાય પોતાના પ્રોફાઈલમાં આપની કમેન્ટથી પિક્ચર બદલી લેવું અને આપની પાસે સલાહ લેવી પણ પ્રેમનો ઈશારો હોઈ શકે છે.

નાનપણના પિક્ચર શેર કરવા.:

image source

એમાં કોઈ શક નથી કે મોટાભાગના લોકો પોતાના ફોટોને સારો બનાવવા માટે કેટલીક ફોટો એડિટિંગ એપ કે ફિલ્ટરનો ઉપયોગ કરે છે. આપણા બધાના નાનપણના ફોટો થોડી ક્યૂટ તો થોડી શરમ આવે એવી હોય છે. પણ જો કોઈ પોતાની નાનપણની ફોટો આપને બતાવે છે તો સમજો કે આપ એ વ્યક્તિ માટે સ્પેશિયલ છો. કેમકે મોટાભાગે નાનપણના ફોટા એમની સાથે જ શેર કરીએ છીએ જેની આપણે વધારે નજીક હોઈએ છીએ. જો કોઈ છોકરી આપની સાથે ટેક્સ્ટ કરતી વખતે આવા ફોટો શેર કરે છે તો આ એક ઈશારો છે કે આપ તેના જીવનમાં ખાસ જગ્યા ધરાવો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ