ઐશ્વર્યાની નાનપણની આ તસવીર જોઇને તમે પણ નહિં ઓળખી શકો કે કોણ છે આ…

એશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યાનું ખૂબ ધ્યાન રાખે છે. એશ્વર્યા અને આરાધ્યા જ્યારે પણ સાથે જોવા મળે છે ત્યારે મોટાભાગે એશ્વર્યા એક હાથથી આરાધ્યાનો એક હાથ પકડેલો હોય છે અને બીજો હાથ આરાધ્યાના ખભા પર જ જોવા મળે છે.

image source

આ બંને આરાધ્યા અને ઐશ્વર્યાના એક સોશિયલ મીડિયાના ફોટા મુજબ આજે આરાધ્યા ઐશ્વર્યા રાય બચ્ચન ના નાનપણના ફોટા જેવી જ એટલે કે કાર્બનકોપી લાગી રહી છે.

image source

ઐશ્વર્યાએ આરાધ્યાના જન્મ પછી બૉલીવુડ માંથી બ્રેક લીધો હતો. ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા માટે બ્રેક લઈને પોતાનો પૂરો સમય આરાધ્યાના ઉછેર અને ઘરને આપ્યો છે. ત્યારબાદ જ્યાં મોટાભાગની હિરોઇન ફિલ્મ કરવાનું છોડી દે છે ત્યાં ઐશ્વર્યાએ બેક ટુ વર્ક નો ફોર્મ્યુલા અપનાવીને તેણીએ ફરીથી કરિયર પર ફોક્સ કર્યું.

image source

આ પછી ઐશ્વર્યાની કમબેક ફિલ્મ ‘ઝજબા’ જે વર્ષ ૨૦૧૫માં આવી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૬માં આવેલી ‘સરબજીત’ જેમાં ઐશ્વર્યાએ માતાની ભૂમિકા નિભાવી હતી. ત્યાર પછી આવેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કેલી’ માં ઐશ્વર્યાએ રણવીર કપૂરની ગર્લફ્રેંડની ભૂમિકા નિભાવી હતી.

image source

છલ્લે વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘ફન્ને ખાં’ માં રાજ કુમાર રાવ સાથે જોવા મળી હતી. હવે ઐશ્વર્યા એક સારી સ્ક્રીપટની રાહ જોઈ રહી છે. એક વાત સાચી છે કે ઐશ્વર્યા આજે પણ આરાધ્યાના શિડયુલ મુજબ પોતાનું શિડયુલ સેટ કરે છે.

image source

આમ આજે ઐશ્વર્યા ફિલ્મો, પરિવાર અને દીકરીના ઉછેરની જવાબદારી સાથે નિભાવી રહી છે. તેમજ ઐશ્વર્યા પોતાની ફિટનેસ પ્રત્યે પણ ખૂબ સજાગ રહે છે. આ માટે ઐશ્વર્યા ડાયટ પ્લાનને રેગ્યુલર ફોલો કરે છે. એટલે જ ઐશ્વર્યાની બ્યુટી આજે પણ એવી જ છે જેવી તેના કરિયરની શરૂઆત સમયે હતી.

આવો સાથે સાથે જાણીએ તેના આખા દિવસના સિડ્યુલ વિષે જેમાં આખા દિવસ દરમિયાન તે ખોરાક શું લે છે તે જણાશે.

image source

એક ખાસ વાત કે પ્રેગ્નેસી પછી કોઈપણ સ્ત્રી હોય તેનું વજન વધી જાય અને શરીર પણ વધી જાય તો ઐશ્વર્યાએ કેવીરીતે પ્રેગ્નેન્સી પછી જે વધી ગયેલું શરીર અને વજન ઉતારીને ફરીથી બૉલીવુડ કવીનના અવતારમાં જોવા મળી?

ઐશ્વર્યાની સવાર રોજ ગરમ પાણી સાથે મધ અને લીંબુથી શરૂવાત કરે છે.

image source

નાશતા:ઐશ્વર્યા નાશતામાં બ્રાઉન બ્રેડ લે છે તો ક્યારેક ક્યારેક ઓટ્સ પણ લે છે જેમાં ભરપુર ફાઇબર રહેલું છે. તેમજ શરીર માટે ખૂબ હેલ્ધી છે.

લંચ:

image source

મોટાભાગે બપોરે જમવામાં તે બાફેલા શાકભાજી આરોગે છે. ઐશ્વર્યાના કેહવા મુજબ તે ફકત દાળ, ભાત અને શાકભાજી જ ભોજનમાં લે છે.

ડિનર:

image source

રાતે ઐશ્વર્યા હળવો ખોરાક લેવાનું પસંદ કરે છે કેમકે તે પચવામાં સરળ હોય છે. રાતે તે મોટાભાગે બ્રાઉન રાઈસ અને ગ્રીલ્ડ ફિશ ખાવાનું પસંદ કરે છે. ઐશ્વર્યા પુરા દિવસમાં થોડી થોડી વારે જ્યુસ અને ફ્રુટનું સેવન કરે છે. જંક ફૂડ અને તળેલો ખોરાકનું બિલકુલ સેવન કરતી નથી. તે દરરોજ ૮ ગ્લાસ પાણી પીવે છે જેથી તેનું શરીર હાઈડ્રેડ રહે છે.

ઐશ્વર્યાનો વર્કઆઉટ પ્લાન:

image source

ઐશ્વર્યા રોજ જીમ નથી જતી ઉપરાંત તે કોઇ વર્કઆઉટ રૂટિન પણ ફોલો નથી કરતી. ઐશ્વર્યાને જ્યારે ઠીક લાગે ત્યારે અઠવાડિયાના બે દિવસ જીમ જાય છે. તે રોજ સવારે જોગિંગ કરે છે. ત્યારબાદ ૪૫ મિનિટ પાવર યોગને સમય આપે છે. ઐશ્વર્યાનું માનવું છે કે યોગ્ય ખાનપાન અને યોગ કરવાથી પાવરફુલ અને ફલેક્સિબલ શરીર મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ