આમચૂરની મીઠી ચટણી ભજીયા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે…

કેમછો મિત્રો ? આજે હું જલ્દી બની જતી સ્પેશિયલ ચાટ ની ચટણી બનાવવા ની છું. આપણે રેકડી પર જે ચાટ ખાઈએ છીયે એમાં જે ચટપટો ટેસ્ટ આવે છે એ સીકરેટ ચટણીની રેસીપી છે. તો ચાલો બનાવીયે…

સામગ્રી :-

  • 2 કપ પાણી,
  • 1 1/2 કપ ખાંડ,
  • 2 ટે.સ્પૂન આમચૂર પાવડર,
  • 1 ટી.સ્પૂન વરીયાળી પાવડર,
  • 1 ટી.સ્પૂન સૂઠં પાવડર,
  • 1 ટી.સ્પૂન સંચળ પાવડર,
  • 1/1/2 ટી.સ્પૂન કાશ્મિરી લાલમરચું,
  • 1/2 ટી.સ્પૂન અજમો,
  • 1 ટી.સ્પૂન મીઠું

રીત :-

એક નોનસ્ટિક પાન માં પાણી નાખો તે ગરમ થાય એટલે તેમાં ખાંડ ,મરચું , આમચુર પાવડર , મીઠું ,સંચળ પાવડર , વરીયાળી અને સૂઠં પાવડર ,અજમો નાખો. હવે આ મિશ્રણ થોડુ ઘટ થાય ત્યાં સુધી ઉકાળો.ચટણી ઘટ થાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડી કરી એરટાઈટ ડબ્બામાં ભરી દો.આ ચટણીનો ચાટ ,દહીવડા ,ભેલ વગેરે મા ઉપયોગ કરી શકાય છે.

નોંધ :- * ખાંડ ની જગ્યા એ ગોળ પણ લઈ શકાય. *વાપરતી વખતે ચટણી ફ્રીજમાં થી કાઢી જેવી કન્સિટનસી જોઈયે એ પ્રમાણે નુ પાણી નાખી પાતળી કરવી.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )