આ સિંહ-સિંહણ મરી રહ્યા છે ભૂખથી, તસવીરો જોઇને સો ટકા થઇ જશો દુખી

ભૂખના માર્યા હાડપિંજર બની ગયેલા આ સિંહ – સિંહણની તસ્વીર જોઈ નેટીઝન્સ દુઃખી

સિંહનું નામ આવે કે તરત જ આપણને જંગલમાં ભલભલા પ્રાણીઓને હંફાવી નાખતો જંગલનો રાજા જ યાદ આવી જાય. પણ આ પ્રાણી સંગ્રાહલયમાં પાંજરામાં પુરી રાખવામાં આવેલા સિંહ – સિંહણને જોઈ તમારી આંખના ખૂણા ભીના થઈ જશે તેટલી દયનીય તેમની હાલત છે.

image source

આ પ્રાણી સંગ્રહાલય સુદાનની રાજધાની ખાર્તૂમમાં આવેલું છે. પ્રાણી સંગ્રહાલયનું નામ છે અલ-કુરૈશી પાર્ક. અહીં તમે તસ્વિરમાં જોઈ શકો છો કે પાંચ સિંહ કુપોષણથી હાડપિંજર બની ગયા છે. તે એટલા નબળા થઈ ચૂક્યા છે કે તમે તેમના પર માંસ નહીં પણ હાડપીંજર દેખાશે. આ અત્યંત દયનીય તસ્વીરો જોઈ લોકો આ સિંહને તેમના માટે કોઈ સુરક્ષીત જગ્યા પર લઈ જવા માંગ કરી રહ્યા છે.

ભૂખ્યા સિંહને બચાવવાનું અભિયાન

image source

આ બાબત પર એક્ટિવિસ્ટ ઉસ્માન સાલિહએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે, ‘જ્યારે મેં આ સિંહોને પ્રાણી સંગ્રહાલયમાં જોયા, ત્યારે તેમનાં હાડકાં જાણે તેમના શરીરમાંથી બહાર ડોકાઈ રહ્યા હતા. હું ભલા હૃદયના લોકો તેમજ કેટલાક સંગઠનોને તેમનું જીવન બચાવવા માટે અપીલ કરું છું.’ ત્યાર બાદ લોકોએ માંગ કરી છે કે આ સિંહને કોઈ એવી જગ્યાએ મોકલવામાં આવે જ્યાં તેમનું પાલન-પોષણ થઈ શકે અને તેઓ પુનઃસ્વસ્થ બની શકે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં સિંહની આ હાલત થઈ છે

image source

પાર્કમાં પશુઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા પશુ ચિકિત્સકનું એવું કહેવું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સિંહોની આ હાલત થઈ છે. તેમાંના કેટલાકનું વજન તો પોણા ભાગનું ઘટી ગયું છે. પાર્કના મેનેજર ઇસામેલુદ્દીન હજ્જારે જણાવ્યું હતું કે સિંહો માટે હંમેશા ખાવાનું મળી રહે તેવું નથી હોતું, તેમના માટે તેમણે પોતે પણ પોતાના ખિસ્સમાંથી રૂપિયા ખર્ચીને તેમને ખવડાવું પડે છે.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી સુદાનની અર્થવ્યવસ્થા ડામાડોળ છે. અહીં સામાન્ય માણસ માટે પણ ખાવા-પીવાના ફાંફા છે તો જાનવરોની તો વાત જ શું કરવી. એક અહેવાલ પ્રમાણે 1993થી 2014 વચ્ચે અહીંના સિંહોની સંખ્યામાં 43 ટકાનો ઘટાડો થયો છે. હવે અહીં માત્ર 20,000 સિંહ જ બચી શક્યા છે.

image source

સોશિયલ મિડિયા પર સિંહની આટલી દયનીય તસ્વીરો જોઈ રવિવારના દિવસે ઘણા બધા પ્રાણી પ્રેમીઓ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. જ્યાં જોવામાં આવ્યું હતું કે પાંચમાંથી એક સિંહને તો રસ્સીથી બાંધીને ગ્લુકોઝનો બાટલો ચડાવવામાં આવ્યો હતો. જેથી કરીને તેને ડીહાઇડ્રેશન ન થાય. તેમની નજીક સડી ગયેલા માસના ટુકડા પણ પડ્યા હતા. પાર્કના વ્યવસ્થાપકોનું કહેવું છે કે પાર્કની ખરાબ હાલતના કારણે પણ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ