જાણી લો તમે પણ જાયફળના ફાયદા અને નુકસાન વિશે

જો ખાવાની વાત કરીએ, તો ભારતીય વ્યંજનના સ્વાદની તુલના કદાચ જ કોઈ કરી શકે છે. પ્રકાર-પ્રકારના મસલાઓ, જે ના ફક્ત ખાવાનો સ્વાદ વધારે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. એમાંથી જ એક મસાલો છે જાયફળ.

image source

જાયફળ મોટાભાગે દરેક કિચનમાં મળી આવે છે. જાયફળ ખાલી ભોજનના સ્વાદને જ નથી વધારતો, પરંતુ જાયફળના ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. આ લેખ અમે આપને જાયફળના સ્વાસ્થ્ય સંબંધિત લાભ વિષે માહિતી આપીશું.

અમે ફક્ત જાયફળના ફાયદા જ નહિ પરંતુ જાયફળને ઉપયોગ કરવાની પધ્ધતિ વિષે પણ જણાવીશું. ઉપરાંત જાયફળના વધારે ઉપયોગથી થતાં નુકસાન વિષે પણ જણાવીશું.

image source

જાયફળ વિષે વધારે જાણકારી મેળવતા પહેલા જાયફળ શું છે તે પહેલા જાણીશું. જાયફળ શું છે?

જાયફળ એક મસાલો છે, જે જાયફળના ઝાડ(વૈજ્ઞાનિક રીતે મીરીસ્ટીકા ફ્રેગ્રેન્સ)થી મળી આવે છે. જાયફળના ઝાડ પરથી બે મસાલા મળી આવે છે જાયફળ અને જાવિત્રી. મીરીસ્ટીકાના બીજને જાયફળ કહેવાય છે.

image source

ત્યાંજ આ બીજ બીજોપાંગ(આ કેટલાક છોડવા બીજને ઢાંકે છે, આપ તેને બીજને ઢાંકવાવાળા છોતરાં કહી શકાય છે)થી ઢાંકેલા હોય છે, જેણે જાવિત્રી કહે છે. જો કે આ લેખમાં ખાસ કરીને જાયફળ વિષે જાણકારી આપવાના છીએ.

જાયફળના ફાયદા:

image source

જાયફળ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે, પરંતુ જાયફળના ઔષધીય ગુણોના કારણે તેનું મહત્વ વધારે વધી જાય છે. હવે જાણીશું જાયફળના ફાયદાઓ.

૧. અનિદ્રા માટે જાયફળના ફાયદા:

આજકાલ કેટલાક લોકોને અનિદ્રા કે રાત્રે ઊંઘના આવવાની સમસ્યા થાય છે. આખો દિવસ કામ, ઘર અને અન્ય ઘણી બધી વસ્તુઓના કારણે તનવની તકલીફ થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપ અનિદ્રા. આવામાં જાયફળનું સેવન ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે.

image source

જાયફળની અસરથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટીભરીને જાયફળ ભેળવીને પીવાથી ખૂબ સરસ ઊંઘ આવી શકે છે.

૨. પાચનશક્તિ માટે જાયફળના ફાયદા:

વર્તમાન સમયની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો સમયના અભાવે કે પછી ઘરથી દૂર થવાના કારણે ફક્ત બહારનું ભોજન જ ખાય છે. રોજ આમ કરવાથી વધારે તેલ-મસાલાવાળું ખાવાથી પાચનને લગતી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.

આવી પરિસ્થિતિમાં જાયફળનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ જેવી કે ડાયરીયા અને એસિડિટીને મટાડી શકે છે. જાયફળનું સેવન કરવાથી પાચનશક્તિ એટલે કે ડાયજેશનની પ્રક્રિયામાં પણ સુધારો જોવા મળે છે.

૩.દુખાવો ઓછો કરવા માટે જાયફળના ફાયદા:

image source

જાયફળનો ઉપયોગ દુખાવો અને મરોડની તકલીફ માટે પણ કરી શકાય છે. ખાસકરીને સાંધા અને માંસપેશીઓના દુખાવા માટે. જાયફળમાં રહેલ એંટીઓક્સિડેંટ, એંટી ઇન્ફ્લેમેટરી અને બીજા ઔષધીય ગુણ દુખાવામાં રાહત અપાવી શકે છે.

ફક્ત જાયફળ જ નહિ, પરંતુ જાયફળનું તેલ પણ આપની માંસપેશિયો અને સાંધાના દુખાવા માટે ઉપયોગ કરી શકાય છે. અહિયાં સુધી કે સંધિવાની સમસ્યાને પણ ઘટાડી શકે છે.

૪. સંધિવા માટે જાયફળના ફાયદા:

image source

વધતી ઉમરની સાથે હાડકાં નબળા થવા લાગે છે. કેટલાક લોકોને સંધિવાની તકલીફ પણ થઈ જતી હોય છે. જો કે ક્યારેક ક્યારેક નાની ઉમરમાં પણ સંધિવા થઈ જાય છે. એવામાં શરૂઆતથી જ સંધિવા પર ધ્યાન આપવાની જરૂર છે.

image source

સંધિવા થવાના કેટલાક કારણો છે અને તેમાંનું જ એક કારણ છે સોજો પણ છે. જો જાયફળનું સેવન કે જાયફળનું તેલ તેની પર લગાવવામાં આવે, તો સંધિવાનો સોજો અને દુખાવામાં રાહત મળી શકે છે. જાયફળમાં એંટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સંધિવા થી રાહત અપાવી શકે છે.

૫. કેન્સરથી બચવા માટે જાયફળના ફાયદા:

image source

એક સમય હતો જ્યારે કેન્સરની બીમારી ખૂબજ ઓછા લોકોમાં જોવા મળતી હતી, પરંતુ હવે એવું નથી. વર્તમાન સમયમાં કેન્સર શરદી-ખાંસીની જેમ સામાન્ય બીમારી બની ગઈ છે. કેન્સરથી બચવા માટે જીવનશૈલી અને ખાનપાનનું યોગ્ય રહેવું ખૂબ જરૂરી છે.

કેટલીકવાર ઘરેલુ ઉપચાર પણ કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઓછું કરી શકે છે. જાયફળ તેમાંના ઘરેલુ ઉપચાર માંથી એક છે. જાયફળના એસેન્શિયલ ઓઇલ એક એંટી ઓક્સિડેંટના રૂપમાં કામ કરી શકે છે અને કેન્સરને રોકી શકે છે.

image source

આ સિવાય અધ્યયન મુજબ જાયફળ પેટના કેન્સરથી બચાવ કરી શકે છે અને એનું કારણ છે જાયફળમાં રહેલ એંટીમાઇક્રોબિયલ ગતિવિધિ છે. એક અધ્યયન મુજબ એ વાત ખબર પડી છે કે પોતાના દૈનિક આહારમાં જાયફળને સામેલ કરવાથી કેન્સરની સામે ચિકિત્સીય પ્રભાવ પાડી શકે છે.

૬. ડાયાબિટીસ માટે જાયફળના ફાયદા:

image source

ડાયાબીટીસની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળી શકે છે. ફક્ત મોટામાં જ નહિ, પરંતુ યુવા અને બાળકો પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે સમય રહેતા તેની પર ધ્યાન આપવું. એના માટે આપ જાયફળનું સેવન કરી શકો છો.

જાયફળને ટ્રાઈટેરપેનનો સમૃધ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, જે એક યૌગિક છે. ટ્રાઈટેરપેનમાં એંટીડાયાબિટિક ગુણ હાજર હોય છે. જાયફળ ના ફક્ત જાડાપણાને ઓછું કરી શકે છે, પરંતુ ટાઈપ-૨ ડાયાબિટીસને પણ ઓછું કરી શકે છે.

૭. દાંત માટે જાયફળના ફાયદા:

શરીરના અન્ય અંગોની સાથે સાથે દાંતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વધારે ગળ્યું કે અયોગ્ય ખાધ્ય પદાર્થના સેવન કરવાથી દાંત ખરાબ થવા લાગે છે અને તેમાં કેવીટી થવા લાગે છે. એવામાં જરૂરી છે પોતાના દાંતનું ધ્યાન રાખવાની, આ પરિસ્થિતિમાં જાયફળ ઘણું ફાયદાકારક હોઈ શકે છે.

જાયફળ એંટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે અને આ મોંના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક સાબિત થઈ શકે છે. જાયફળયુક્ત ટૂથપેસ્ટ કે પાવડર મોંના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

૮. આંખો માટે જાયફળના ફાયદા:

image source

આજકાલ મોટાભાગના લોકોને આંખ સંબંધિત સમસ્યાઓ થવા લાગી છે. એવામાં યોગ્ય સમયે ધ્યાન આપવું અને પોતાની આંખોનું ધ્યાન રાખવું જરૂરી છે. જાયફળનું સેવન ખૂબ લાભકારક થઈ શકે છે.

આ પ્રોસ્ટાગ્લૈડીન નામનું હોર્મોનના ઉત્પાદનમાં રોક લગાવે છે, આંખોની સમસ્યાને ઓછી કરી શકે છે. આના સેવન પછી પણ જો આપની આંખોની તકલીફ થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો.

૯. દિમાગ માટે જાયફળના ફાયદા:

આજકાલ લગભગ દરેક વ્યક્તિને કોઈને કોઈ તણાવ હોય જ છે. અહિયાં સુધી કે બાળકો પણ તેનાથી બચી નથી શકતા. કેટલીક વ્યક્તિઓમાં તો દૌરા પડવાના લક્ષણ જોવા મળી આવે છે. આવામાં જાયફળનું સેવન કે જાયફળનું તેલ ખૂબ લાભદાયક હોઈ શકે છે.

image source

જાયફળમાં એંટીકોન્વલસેંટ ગુણ હોય છે, જે દૌરા પડવાથી બચવામાં મદદ કરી શકે છે. આ તણાવને ઓછો કરીને દિમાગમાં બ્લડસર્ક્યુલેશનને સુધારે છે અને એકાગ્રતાને વ્યવસ્થિત કરી શકે છે. જાયફળમાં એવું યૌગિક હોય છે, જે મૂડને સારો કરવામાં મદદ કરે છે.

૧૦. રોગ-પ્રતિરોધક ક્ષમતા માટે જાયફળના ફાયદા:

image source

કોઈપણ વ્યક્તિ માટે તેની રોગ-પ્રતિરોધક ક્ષમતાનું યોગ્ય હોવું ખૂબ જરૂરી છે. જો આમ નથી થતું, તો વ્યક્તિ જલ્દી જ બીમાર પડી શકે છે. કેટલાક લોકો ઋતુમાં થોડા પરિવર્તન આવતા જ બીમાર કે શરદી-ખાંસીના શિકાર થઈ જાય છે, કેમકે તેમની રોગ-પ્રતિરોધક ક્ષમતા નબળી હોય છે.

એવામાં જાયફળનું સેવન વ્યક્તિના ઇમ્યુન પાવરને વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે. જાયફળમાં વિટામિન એ, વિટામિન સી, અને વિટામિન ઈ જેવા પૌષ્ટિક તત્વ છે, જે ઇમ્યુનિટીને વધારે છે.

૧૧.કોલેસ્ટ્રોલ માટે જાયફળના ફાયદા:

image source

જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, તો કેટલીક સમસ્યાઓનો શરૂ થઈ જાય છે. હાર્ટ એટેક, કિડનીની સમસ્યા, આંખોનું તેજ ઓછું થવું વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જો જાયફળનું સેવન કરવામાં આવે, તો કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ શકે છે.

image source

જાયફળમાં એથેનોલિક એક્સટ્રેક્ટ થી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ શકે છે. જો કે અત્યાર સુધી એના કોઈ નક્કર પ્રમાણ નથી, પરંતુ જાયફળનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે, તો ઘણી હદ સુધી ફાયદા થઈ શકે છે. ધ્યાન રાખવું કે જાયફળ વિષે આપે એકવાર પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

૧૨. વજન ઓછું કરવા માટે જાયફળના ફાયદા:

આ દિવસોમાં જાડાપણાથી લગભગ દર બીજી વ્યક્તિ પીડાઈ રહી છે. સતત બહારનું ખાવાથી, તૈલીય ખાધ્ય પદાર્થ, સમયસર ના ખાવાથી અને વ્યાયામ ના કરવાના કારણો હોઈ શકે છે. આવામાં શારીરિક ગતિવિધિઓ અને હવા-પીવાનું ધ્યાન રાખવું જરૂરી છે, આ સાથે જ આપના કિચનમાં કેટલાક એવા મસાલા પણ છે, જે વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે.

image source

જાયફળ એવા જ મસાલા માંથી એક મસાલો છે. જાયફળનું સેવન કરવાથી ઘણી હદ સુધી વજન ઓછું કરી શકાય છે. જાયફળ અને તેના સક્રિય ઘટકો શરીરમાં ના ફક્ત એજન્ટનો વિકાસ કરે છે, જે જાડાપણાને ઘટાડે છે પરંતુ ટાઈપ ૨ ડાયાબિટીસ માટે પણ ખૂબ લાભદાયક હોઈ શકે છે. એટલું જ નહિ જાયફળ ચયાપચય સંબંધિત વિકારો માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.

૧૩. ચિંતા દૂર કરવા માટે જાયફળનું સેવન:

image source

દિન-પ્રતિદિન લોકોમાં તણાવ કે ચિંતાની સમસ્યા વધતી જઈ રહી છે. જો યોગ્ય સમયે તેનો ઉપચાર ના કરવામાં આવે, તો આગળ જતા આ એક માનસિક રોગનું કારણ બની શકે છે. એના માટે આપ જાયફળનું સેવન કરી શકો છો, કેમકે જાયફળમાં એંટી ડિપ્રેસેંટની જેમ કામ કરે છે. એના કારણે આપને ચિંતા અને તણાવની સમસ્યાથી રાહત મળી શકે છે.

૧૪. મૂત્ર સંબંધી સમસ્યા:

કેટલાક લોકોને મૂત્રને ના રોકી શકવાની સમસ્યાથી પીડિત હોય છે. અહિયાં સુધી કે તેમના ના ઈચ્છવા છતાં પણ મૂત્રનો રિસાવ થઈ જાય છે. આમ થવાના કેટલાક કારણો હોઈ શકે છે. જેમ કે ઉમરનું વધવું, ગર્ભાવસ્થા કે કોઈ બીમારી, એવામાં આની પર ધ્યાન આપવું જરૂરી છે.

આ વિષયમાં આપે ડૉક્ટર સાથે વાત કરવી જરૂરી છે, સાથે જ કેટલાક ઘરેલુ ઉપાયો પણ અજમાવવા જોઈએ. એવામાં જાયફળનું સેવન એક સારો વિકલ્પ હોઈ શકે છે. આપ જાયફળનું સેવન પાણીની સાથે કરી શકો છો કે પછી ખાવામાં મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

૧૫. ખીલ-મુહાસે માટે જાયફળ:

image source

ત્વચા પર ધૂળ-માટી, પ્રદૂષણ અને કેટલાક અન્ય કારણોથી ચેહરા પર ખીલ થવા સામાન્ય વાત છે. જો આ ખીલ વધારે થઈ રહ્યા હોય અને તેની પર ધ્યાન ના આપવામાં આવે, તો આ દાગ પણ છોડી શકે છે. એવામાં ઘણીવાર કોઈ ક્રીમ કે લોશન પણ કામ નથી કરતી.

image source

આ સ્થિતિમાં ઘરેલુ ઉપચાર ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરેલુ ઉપચાર તરીકે જાયફળ એક સારો વિકલ્પ છે. આપ જાયફળ પાવડરથી બનેલ સ્ક્રબ કે ફેસપેક લગાવી શકો છો. જાયફળમાં એંટીબેક્ટેરિયલ, એંટીફન્ગલ અને એંટીમાઇક્રોબિયલ ગુણ હોય છે, જે ખીલને ઓછા કરવામાં મદદ કરી શકે છે. સાથે જ તેમાં એંટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખીલની લાલાશ અને સોજાને ઓછો કરી શકે છે.

ખીલ-મુહાસે માટે જાયફળનો ફેસપેક

image source

સામગ્રી:

જાયફળનો પાવડર

મધ

બનાવવાની અને લગાવવાની વિધિ:

image source

-આપ જરૂરિયાત મુજબ જાયફળનો પાવડરને મધમાં ભેળવીને એક મિશ્રણ તૈયાર કરી લો.

-હવે આ પેસ્ટને આપના ચહેરા પર લગાવો.

-પછી તેને સુકાવા દો.

-આ ફેસપેક સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ચેહરાને ધોઈ લેવો.

૧૬. એક્ઝિમા માટે જાયફળ:

image source

કેટલીકવાર આપની ત્વચા પર સંક્રમણ થઈ જાય છે અને એક્ઝિમાં એ માંથી એક છે. આ ત્વચા પર જયા થાય છે, ત્યાંની ત્વચા સૂકી અને લાલ થઈ જાય છે અને વાંરવાર ખંજવાળની તકલીફ થાય છે.

આવું થાય ત્યારે ખાવા પીવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમકે કેટલાક ખાધ્ય પદાર્થ એવા પણ હોય છે જેનાથી આ વધી શકે છે. એક્ઝિમાં માટે ડૉક્ટરની સલાહ તો આપ લઈ જ શકો છો આ સાથે જ જાયફળનો પણ ઉપયોગ કરી શકો છો.

૧૭. રિંકલ્સ માટે જાયફળ:

ઉમર વધે છે, તો રિંકલ્સ એટલે કે ઝુરિયો થવી સામાન્ય છે, પરંતુ કેટલીક વાર નાની ઉમરમાં પણ રિંકલની સમસ્યા થઈ શકે છે. એટલા માટે કેટલીકવાર લોકો પ્રકાર-પ્રકારની ક્રીમ અને લોશનનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર વધારે દિવસ સુધી રહેતી નથી.

આ સ્થિતમાં આપ જાયફળનું પેક લગાવી શકો છો. જાયફળમાં એંટીઈફલેમેટ્રી, એન્ટિસએપ્ટીક અને એંટીબેક્ટેરિયલ ગુણ રહેલઆ હોય છે, જે ના ફક્ત રિંકલ્સને ઓછા કરી શકે છે, ઉપરાંત દાગ-ધબ્બાને પણ ઓછા કરી શકે છે.

જાયફળના ઉપયોગ:

image source

હવે જાયફળના ફાયદાની જાણકારી પછી હવે જાયફળના ઉપયોગ કરવાની વિધિ જાણીશું. જાયફળનો લાભ ત્યારે જ થાય છે જ્યારે તેને ઉપયોગ કરવાની વિધિની જાણકારી હોય. જાયફળના લાભ ત્યારે વધારે મળશે, જ્યારે તેને ઉપયોગ કરવાની યોગ્ય હોય.

૧.જો આપને માંસપેશિયો કે સાંધામાં દુખવાની સમસ્યા છે, તો આપ જાયફળનું તેલ લગાવી શકો છો.

૨.આપ ભોજનમાં મસાલા તરીકે જાયફળનો ઉપયોગ કરી શકો છો.

image source

૩. જો આપને શરદી-ખાંસીની સમસ્યા છે કે પછી ઠંડી વધારે લાગે છે, તો આપ જાયફળનો ઉપયોગ કરી શકો છો, કેમકે જાયફળની તાસીર ગરમ હોય છે. આપ ચપટીભર જાયફળ પાવડરને દૂધમાં ભેળવીને સેવન કરી શકો છો.

૪. જો આપને અનિદ્રાની સમસ્યા છે, તો રાતે સૂતા પહેલા ચપટીભર જાયફળ પાવડરને મધની સાથે ભેળવીને ખાવું.

૫. ખીલ કે દાગ-ધબ્બાની સમસ્યા છે, તો જાયફળ પાવડર અને મધ ભેળવીને એક પેસ્ટ તૈયાર કરી લો. અને તેને ચહેરા પર લગાવો. પછી કેટલીકવાર સુકાવા દો અને પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

image source

૬. આ સિવાય આપના મોંમાં ચાંદી, બાળકોને શરદી-ખાંસી, ફાટેલી એડીઓ અને એવી જ કેટલીક અન્ય તકલીફોમાં પણ જાયફળનો ઉપયોગ કરી શકાય છે.

નોંધ:આપે જાયફળને કેટલા પ્રમાણમાં લેવું તે વિષે કોઈ વિશેષજ્ઞ કે ડૉક્ટરની સલાહ લેવી. દરેક વ્યક્તિના શરીર અને તેની જરૂરિયાત અલગ-અલગ હોય છે, એટલે જ મુજબ થી જાયફળનું સેવન કરવું. જો આપને કે આપના બાળકને જલ્દી જ કોઈ વસ્તુના સેવનથી એલર્જી થઈ જાય છે કે પહેલીવાર જાયફળનું સેવન કરી રહ્યા હોવ તો એકવાર ડૉક્ટરની સલાહ જરીર લેવી.

જેમ દરેક વસ્તુના ફાયદા હોય છે તેમ તેના નુકસાન પણ હોય જ છે. તો હવે જાણીશું જાયફળના પણ ફાયદા છે તો તેના કેટલાક નુકસાન હોઈ શકે છે.

જાયફળના નુકસાન:

૧. જાયફળની તાસીર ગરમ હોય છે, એટલે ઉનાળામાં જાયફળનું સેવન કરવુ હિતાવહ નથી.

૨. જાયફળનું સેવન જરૂરિયાત કરતાં વધારે કરવામાં આવે તો વ્યક્તિને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે, ગભરામણ, પેટ ખરાબ થઈ શકે છે, ઊલટી અને ઊબકા જેવી તકલીફો થઈ શકે છે.

image source

૩. ગર્ભવતી મહિલાને જાયફળનું સેવન ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરવું જોઈએ, કેમકે જાયફળણી તાસીર ગરમ હોય છે અને પેટમાં રહેલ શિશુને પણ નુકસાન પહોંચી શકે છે.

૪. એક લોકમાન્યતા મુજબ કેટલીક વાર જાયફળનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી બિલકુલ એવું જ લાગે છે જેવું કોઈ નશીલા પદાર્થના સેવનથી લાગે છે તેવું લાગ્યા કરે છે.

૫. જાયફળથી મોઢું સુકાવાની સમસ્યા પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ