કૉન નગેટસ -(Corn nuggets) ફ્રોઝન ફુડ ફ્રેન્ચ ફ્રાઇઝ , સ્માઈલીસ, કટલેસ છોડો ઘરે જ બનાવો આ યમ્મી વેરાયટી…

હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું એક કિડ્સ સ્પેશ્યલ વાનગી જે બાળકોને ખૂબ જ ભાવે છે આજકાલ રેડીમેડ મળતા ફ્રોઝન ફુડ ખૂબ જ પ્રચલિત છે, જેવાકે ફ્રેન્ચ ફ્રાઇઝ , સ્માઈલીસ, કટલેસ વગેરે… આ પ્રકારના નાસ્તા બાળકોને ખૂબ જ ભાવે છે આ ફ્રોઝન ફૂડ અડધા પ્રોસેસ કરેલા હોય છે અને તેને લાંબો સમય સાચવવા તેમાં ભરપૂર માત્રામાં પ્રિઝર્વેટિવ વાપર્યો હોય છે જેથી તે ખરાબ ના થાય પરંતુ આ પ્રિઝર્વેટિવ હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે તો આવા નુકસાનકારક ફૂડ બાળકોને ન આપવા એ જ હિતાવહ છે.

તો આજે આવું જ એક ફૂડ “કૉન નગેટસ”તમે ઘરે બનાવીને તમારા બાળકોને ખવડાવી શકો અને એ પણ ડીપ ફ્રાય કર્યા વગર બનાવાઈ એવી રેસિપી હું આજે તમને શીખવાડીશ આજે હું તમને કૉન નગેટસ બનાવતા શીખવાડીશ અને તેને ડીપ ફ્રાય કરયા વગર એકદમ નહીવત તેલ નો ઉપયોગ કરીને એરફ્રાયર મા કેવી રીતે બને તે શીખવાડીશ. આ કૉન નગેટસ તમે બાળકોને ટિફિન બોક્સમાં અથવા શાળાએથી આવે ત્યારે ગરમાગરમ નાસ્તા તરીકે પણ આપી શકો છો આ કૉન નગેટસ ફક્ત બાળકો નહીં પણ કોઈ મહેમાન આવે ત્યારે તમે સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકો છો.

○ એરફ્રાયર બનાવવા ના ફાયદા–

એરફ્રાયર માં બનાવવાથી તેમાં નહિવત તેલનો ઉપયોગ થાય છે અને તેનો સ્વાદ પણ તળેલા જેવો જ આવે છે અને તેનો રંગ પણ તળેલા જેવો જ થાય છે થોડો સમય વધારે લાગે છે પરંતુ તેમાં સતત ઊભું રહેવું પડતું નથી જેમ તળતી વખતે તમારે સતત ઊભું રહેવું પડે છે. એક વખત કોઈપણ વસ્તુ સેટ કરો એટલે તેની side-by-side તમે તમારા રસોડાના બીજા એક્સ્ટ્રા કામ પણ કરી શકો છો કોઈપણ વાનગી બનાવવા માટે તેમાં તેલનો નહિવત જેટલો ઉપયોગ થાય છે જ્યારે આપણે કોઇપણ વસ્તુ તળવા માટે લગભગ અડધા લીટર જેટલો તેલનો ઉપયોગ થઈ જાય છે તો ચાલો આ એરફ્રાયર મા કૉન નગેટસ કેવી રીતે બને અને તેને બનાવવા માટે સામગ્રી શું જોઈશે તે નોંધી લો.

○ સામગ્રી–


○ 3 કપ બાફેલા બટેટાનો માવો

○ 1 કપ બાફેલા sweetcorn

○ અડધો કપ કોર્નફ્લોર

○અડધો કપ બ્રેડ ક્રમ્સ

○ 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ

○ ૧ ટી.સ્પૂન ચાટ મસાલો

○૧ ટી.સ્પૂન મરી પાવડર

○સ્વાદ અનુસાર મીઠું

○૩ થી ૪ ટેબ.સ્પૂન તેલ

○બનાવવાની રીત–

○ સૌ પ્રથમ બટેટાને બાફી લો અને ઠંડા થાય એટલે તેની છાલ કાઢીને તેનો માવો તૈયાર કરી લો.


○ સ્વીટ કૉન દાણાને પણ મીઠું નાખીને બાફી લો તેમાંથી પાણી નિતારીને તેને અધકચરા ક્રશ કરી લો.

○ ત્યારબાદ એક બાઉલમાં બટાટાનો માવો લઈ તેમાં અધકચરા ક્રશ કરેલા sweet corn ઉમેરો બ્રેડ ક્રમ્સ કોર્ન ફ્લોર મીઠું ચીલી ફ્લેક્સ મરી પાઉડર અને ચાટ મસાલો નાખી તેને હળવા હાથે મિક્સ કરી લો.


○ અને તેનો માવો તૈયાર કરો માવો જો ઢીલો હોય તો તેમાં બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર ઉમેરો આ તૈયાર કરેલા માવાને ક્લીનર એપમાં પેક કરીને ૧ થી ૨ કલાક માટે ફ્રીઝમાં મૂકી દો.


○ ત્યારબાદ તે માવાની બનાવતી વખતે બહાર કાઢીને તેના એક સરખા નાના નાના લંબગોળ આકારના બોલ બનાવો ત્યારબાદ એર ફેર ને ૧૮૦ ડીગ્રી પર દસ મિનિટ માટે પ્રીહિટ કરી લો ત્યારબાદ તેની જાળી પર બેકિંગ શીટ મૂકો જેથી nuggets તેના પર ચોંટે નહીં.


○ ત્યારબાદ તૈયાર કરેલ આ બોલ્સને એર ફેર માં સેટ કરી લો અને તેના પર બ્રશ વડે લગાવો અને ત્યારબાદ તેને ૧૮૦ ડીગ્રી પર પંદરથી વીસ મિનિટ સુધી કરો બેક કરો વચ્ચે વચ્ચે ચેક કરતા રહો જો થોડા ડ્રાય લાગે તો પાછું બ્રશથી ઓઇલ લગાવો અને ફરી પાછું બે કરો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને બાકીના ન ગેટ્સને બેક કરવા મૂકી દો.


○ તૈયાર છે તમારા ગરમાગરમ યમ્મી કૉનનગેટસ તેન સોસ અને ચટણી સાથે ગરમાગરમ પીરસી દો.

○ tips —

○આના નગેટસ મા તમે ચીઝ પણ ઉમેરી શકો છો કૉન ના બદલે વટાણા ગાજર પણ ઉમેરી શકો છો તમારી પાસે એરફ્રાયર ના હોય તો તમે તેને ડીપ ફ્રાય કરી શકો છો. ઓવન મા બેક પણ કરી શકો છો.

○ધ્યાનમાં રાખવાની બાબત–

○ બટાટાને બાફતી વખતે કુકર મા સીધા ન મૂકવા તેને કૂકરના ડબ્બામાં બાફવા મૂકવા જેથી તેમાં પાણી ન ચડે પાણીમાં સીધા બાફવાથી બટાટા નો માવો ઢીલો થઇ જાય છે.

○તો ચાલો તમે બનાવો અને ખવડાવો આ સ્વાદિષ્ટ કૉન નગેટસ તમારા બાળકોને અને ઘરના સભ્યોને, અને હું કરું બીજી રેસીપી ની તૈયારી ફરી એકવાર નવી રેસિપી લઈને આવું ત્યાં સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનો ભૂલતા નહિ.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ