હનુમાનજીએ આપી હતી રાવણને ચેલેન્જ અને બાળી હતી આખી સોનાની લંકા, સુંદરકાંડમાં લખાયી છે તેની આખી પ્રેરક કથા…

શુક્રવાર, ૧૯મી એપ્રિલે ચૈત્ર માસની પૂર્ણિમા છે. આ દિવસે હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ આ દિવસે ત્રેતા યુગમાં થયો હતો. ભગવાન શ્રીરામના સેવક અને પરમ ભક્ત એવા હનુમાનજીનું રામાયણમાં ખૂબ જ મહત્વ છે અને એક આખું પ્રકરણ શ્રીરામચરિત માનસનું તેમના ગુણગાન ગાતું લખાયું છે.

A post shared by SPHSS108 (@sphss108_official) on

શ્રીરામચરિત મનસનું પાંચમું પ્રકરણ સુંદરકાંડ છે. આ પ્રકરણને વાંચવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. આ શ્રીરામચરિત મનસનો સૌથી બધુ વંચાતો ભાગ છે, કારણ કે તે હનુમાનજીની બળ, બુદ્ધિ, શૌર્ય, પરાક્રમ અને સામર્થ્યનું વર્ણન કરે છે.

સુંદરકાંડમાં છુપાયેલ છે સફળતાનું રહસ્ય

જી હા, આ પાઠને ધ્યાનથી વાંચશો તો તેમાંથી તમને સમજાશે કે હનુમાનજીએ કેવું ધૈર્ય અને ચાતુર્ય સાથે માતા સીતાને શોધી કાઢવા વાપર્યું હતું. હનુમાનજીએ તેમની પૂછના છેડાથી સમગ્ર સોનાની લંકાને બાળી આ એક એવું પરાક્રમ હતું જેમાં તેમની બુદ્ધિ અને બળ બંનેની પ્રસંશા યુગો સુધી થઈ રહી છે.

સુંદરકાંડમાં સફળતાના ઘણા સ્રોત શોધી શકાય છે. આ પ્રકરણમાં હનુમાનજીએ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી તે જણાવ્યું છે, સફળતા મેળવવા સાથે બીજું શું કરવું જોઈએ અને સફળતા પછી શું કરવું જોઈએ? દરેક દોહા, ચોપાઈ અને સુંદરકાંડના એક એક શબ્દમાં ઊંડા આધ્યાત્મિક ભાવ સાથે ગહન રીતે છુપાયેલો અર્થ છે, જે જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરી શકવા આપણને મદદરૂપ થઈ શકે છે.

જ્યારે લંકામાં માતા સીતાને શોધવા ગયેલા હનુમાનજી રાવણના રાક્ષસો પાસે પકડાઈ ગયા ત્યારે સુંદરકાંડમાં, રાવણે તેમના દરબારમાં હનુમાનને મારી નાખવાનો નિર્ણય લીધો હતો. કારણ કે તેઓ રાજશી જાસૂસ તરીકે પકડાયા હતા. આ જાણીને જ્યારે રાવણને તેમના દરબારી જનોએ આવું દુષ્કર્મ કરવા રોક્યા ત્યારે રાવણે પૂંછડી પર આગ લગાવી દેવાનો આદેશ આપ્યો. રાવણના દરબારમાં એવું કહેવામાં આવ્યું કે તેના અંગો ભંગ કરીને પરત મોકલી દેવો જોઈએ.

સુંદરકાંડની એક ચોપાઈ મુજબ, જિન્હે કે કિન્હિ સિ બહુત બઢાઈ, દેખૌં મૌં તન્હ કૈ પ્રભુતાઈ… એટલે જેમની એટલે જે રામની આ હનુમાન ખૂબ જ પ્રસંશા કરે છે તેમની પ્રભુતાનો પરચો હું પણ જોવા ઇચ્છું છું.

ભય અને નિર્ભયતાની સ્થિતિમાં હતા રાવણ અને હનુમાન

આ પ્રસંગે રાવણ અને હનુમાનજી ભય અને નિર્ભયતા એમ બંને પોતપોતાની સ્થિતિમાં હતા. રાવણ એટલે વારંવાર અટ્ટહાસ્ય કરી રહ્યા હતા કારણ કે આ આવેલા અજાણ્યા વ્યક્તિના ભયને તેઓ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમણે ભર્યા દરબારમાં કહ્યું હું તેના સ્વામીની સમર્થતા જોવા ઇચ્છું છું.

તેમના આ વાક્ય પાછળ તેમને ભય હતો કે રામ દ્વારા તેમનું મૃત્યુ નિશ્ચિત થઈ જશે. જ્યારે હનુમાનને સજા સંભળાવ્યા પછી પણ તેઓ ભય મુક્ત હતા.
હનુમાનજી પાસેથી આ સંકેત લેવા જેવો છે કે અભય ભાવથી કરેલું કોઈપણ સારું કાય હંમેશાં સફળતા આપે છે.

અશાંત અને શાંત ચિત્ત

એ સમયે જ્યારે હનુમાનજીને દરબારમાં આસન ન મળ્યું તો તેમણે પોતાની પૂછડીને માયાવી રીતે આદેશ આપીને મોટી કરી તેનું આસન બનાવીને રાવણની સમકક્ષ બેઠા. ત્યારે રાવણનું મન અશાંત હતું અને હનુમાનજી શાંત ચિત્તે બેઠા હતા.

પોતાનું સ્થાન પોતાની સગવડ મુજબ જાતે જ બનાવીને ગ્રહણ કરવું જોઈએ. કોઈ બીજાએ આપેલું સ્થાન એ મુજબ નહીં આપણે પોતાને યોગ્ય હોય તેવી જગ્યા પોતેજ બનાવવી રહી.

A post shared by gaurav (@gaurav._.244) on

વાદ – વિવાદ

એ સમયે રાવણ વિવિધ વાદ – વિવાદ ઊભા કરીને નવા નવા નિર્ણયો અને યોજનાઓ ઘડવ લાગ્યા હતા. ત્યારે હનુમાનજીનું ધ્યેય સુનિશ્ચિત હતું તેમણે સીતા માતાને શોધીને પ્રભુનો સંદેશો આપવાનો હતો.

A post shared by DR. AWESOME™ (@7he4wesome1) on

આપણે જીવનમાં જો કોઈ વિશેષ કામ લઈને બેઠાં હોઈએ ત્યારે ખોટા વાદ – વિવાદમાં પડ્યા રહેવાને બદલે એ લક્ષ્યને હાંસલ કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

તક મળે તે ચૂકવી નહીં

પૂછડીને જ્યારે આગ લગાડવામાં આવી ત્યારે એ અગ્નીને હનુમાનજીએ રાવણની કેદમાંથી છૂટવાનું અને માતા સીતાને શોધવા માટેનું ઉત્તમ હથિયાર બનાવી લીધું. જરાવારમાં આખી સોનાની લંકાને પીગળાવીને ભસ્મ કરી મૂકી.

સમસ્યા હોય તે ક્ષણે તમારી વિપરિત પરિસ્થિતિમાંથી પણ વિજયની તકનો વિકલ્પ શોધવો જોઈએ એ હનુમાનજીના સુંદરકાંડમાંથી ચોક્કસથી બોધ લઈ શકાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ