ઈતિહાસમાં પ્રથમ વખત બોલિવૂડની 34થી વધુ હસ્તિઓએ મિડિયા વિરુદ્ધ જંગ છેડ્યો, હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

ઈતિહાસમાં પ્રથમ વખત બોલિવૂડની 34થી વધુ હસ્તિઓએ મિડિયા વિરુદ્ધ જંગ છેડ્યો, હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

સુશાંત સિંહ રાજપૂતની મોતની ઘટના બાદ જે વાદ-વિવાદો શરુ થયા છે તે જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ મામલે એક પછી કેસ નોંધાઈ રહ્યા છે. આ કેસ કોર્ટ સુધી પહોંચી રહ્યા છે. આ મામલે તપાસમાં પહેલા પોલીસ પછી સીબીઆઈ, ઈડી અને એનસીબીની ટીમો ઉતરી છે. તેવામાં હવે વધુ એક મોટા સમાચાર આ મામલે આવ્યા છે.

image source

આ વખતે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે બોલિવૂડે. જી હાં સુશાંતના મોત બાદ જે રીતે બોલિવૂડના અભિનેતાઓ અને સમગ્ર ઈડસ્ટ્રીને લઈને ચર્ચાઓ મીડિયામાં ચાલી રહી છે તેને લઈ હવે બોલિવૂડ કાયદાની જંગ ખેલવા મેદાને આવ્યું છે.

image source

છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલીક મીડિયા ચેનલોમાં બોલિવૂડ પર ચાલતા રીતસરના અભિયાનનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે ચાર બોલિવૂડ એસોસિએશનો અને 34 બોલિવૂડ નિર્માતાઓએ હાઈકોર્ટમાં અરજીઓ કરી છે. બોલિવૂડ વિરુદ્ધ બેજવાબદાર અને અપમાનજનક ટિપ્પણી કરવાનું બંધ કરવા માટે અરજી કરવામાં આવી છે. પિટિશનમાં બોલિવૂડ સેલેબ્સના મીડિયા ટ્રાયલ્સ બંધ કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે.

image source

સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓએ “કેટલાક મીડિયા હાઉસ કરેલા દ્વારા ગેરવાજબી રિપોર્ટિંગ” વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ અરજી કરણ જોહર, યશ રાજ, આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાનની પ્રોડક્શન કંપનીઓ અને ચાર ફિલ્મ ઉદ્યોગ સંગઠનો અને 34 નિર્માતાઓ દ્વારા કરવામાં આવી છે.

આ કેસમાં પણ રિપબ્લિક ટીવી અને અર્નબ ગોસ્વામી તેમજ આ ચેનલના પ્રદીપ ભંડારી, ટાઇમ્સ નાઉ અને તેની સાથે જોડાયેલા રાહુલ શિવશંકર અને નવિકા કુમારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અરજીમાં જણાવાયું છે કે ચેનલો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે “બોલિવૂડ અને તેની સાથે જોડાયેલા કલાકારો સામે બેજવાબદાર, અપમાનજનક ટિપ્પણી કરવા અથવા પ્રકાશિત કરવાથી બચવું જોઈએ.” અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને ફિલ્મી હસ્તીઓનાં મીડિયા ટ્રાયલ્સ કરતા અને તેમની પ્રાઈવસીમાં દખલ કરતાં અટકાવવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ