આવી ટેસ્ટી બિરયાની તમે ક્યાંય નહિં ખાધી હોય, લોકો સવારના 4 વાગ્યાથી ઉભા રહી જાય છે લાઈનમાં, શું તમે જોયો આ વિડીયો?

બિરયાનીનુ નામ શાંભળતા જ લોકોના મનમાં પાણી આવી જાય. કારણે કે તે નાનાથી લઈને મોટા દરેકની પ્રિય છે. આમ પણ જેમને ખાવાનો શોખ હોય તે તેના માટે કઈ પણ કરતા હોય છે. આજે અમે તમને એવી એક જગ્યા વિશે જણાવીશું જ્યાં બિરયાની ખાવા લોકો લાઈનમાં ઉભા રહે છે. આની જ એક ઝલક કર્ણાટકના હોસકેટોમાં જોવા મળી રહી છે.

અહીં બિરયાનીના શોખીનો એક પ્લેટ બિરયાની માટે અનેક કિમીનું અંતર કાપીને સવારે ચાર વાગ્યાથી દુકાન સામે ઊભા રહી ગયા અને જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ તેમ કતાર પણ લાંબી થતી ગઈ હતી. લગભગ દોઢ કિમી સુધીની લાંબી લાઈનમાં સેંકડોની સંખ્યામાં લોકો બિરયાની ખરીદવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. લાંબી લાઈને જોઈને ઘણા લોકોને વિશ્વાસ ન આવ્યો કે કોઈ બિરયાની માટે આટલી બધી લાંબી લાઈનમાં ઉભા રહે ?

પૈસા પૂરેપૂરા વસૂલ

આ દુકાનની બિરયાની એટલી બધી પ્રખ્યાત છે કે લોકો અનેક કિમી દૂરથી અઙિયા ખાવા આવે છે. આ બિરયાનીની દુકાન વિશે કહેવાય છે કે ત્યાં શહેરની સૌથી સ્વાદિષ્ટ બિરયાની પીરસવામાં આવે છે. જેનો અંદાજ પણ અલગ છે. એક ગ્રાહકે કહ્યું હતું, ‘હું અહીં સવારે 4 વાગ્યે પહોંચ્યો અને સવારે 6.30 વાગ્યે મને મારો ઓર્ડર મળ્યો કેમકે અહીં લાંબી લાઈન હતી. આ બિરયાનીનો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ છે અને પૈસા પૂરેપૂરા વસૂલ છે.’ અનેક લોકોએ કહ્યું હતું કે આવી સ્વાદિષ્ટ બિરયાની આ શહેરમાં બીજે ક્યાંય મળતી જ નથી.

22 વર્ષ અગાઉ આ સ્ટોલ શરૂઆત થઈ હતી

આ દુકાનના માલિકે કહ્યું હતું, ‘અમે લગભગ 22 વર્ષ અગાઉ આ સ્ટોલ શરૂ કર્યો હતો. અમારી બિરયાનીમાં કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો નથી. અમે એક દિવસમાં 1000 કિલોથી વધુ બિરયાની પીરસીએ છીએ.’થોડા દિવસ અગાઉ જ આ દુકાનનો વીડિયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે દક્ષિણ એશિયન દેશોમાં બિરયાની લોકોની સૌથી પસંદગીની ડિશમાંની એક છે. બિરયાની વેજ અને નોનવેજ એમ બંને રીતે બનાવવામાં આવે છે અને તેના માટે ભાતની સાથએ ખાસ પ્રકારના માંસ કે શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્થાળાંતર કરનારા જન-સમુદાયોમાં લોકપ્રિય

અલગ અલગ વિસ્તારમાં બિરયાનીના ઉચ્ચારણમાં ફેરફાર જોવા મળે છે. બિરયાની અથવા બિરીયાની, બિરિઆની, બ્રિયાની, બ્રેયાની, બ્રિઆની, બિરાની જેવા ઉચ્ચારણો લોકો કરે છે. આ વાનગી ભારતીય ઉપમહાદ્વિપના મુસ્લિમ સમુદાયમાં ઉદ્ભવી છે. આ વાનગી ખાસ કરીને ભારતીય ઉપખંડમાં તેમજ આ પ્રદેશમાંથી સ્થાળાંતર કરનારા જન-સમુદાયોમાં લોકપ્રિય છે. તેને ઇરાકી કુર્દીસ્તાન જેવા અન્ય પ્રદેશોમાં પણ બનાવવામાં આવે છે. તેને ભારતીય મસાલા, ચોખા, માંસ શાકભાજી અથવા ઇંડા વાપરીને પણ બનાવવામાં આવે છે.

બિરયાની વિશે છે અનેક લોક વાયકાઓ

ઇતિહાસકાર લીઝી કોલીંગહૅમના મતે, આધુનિક બિરયાનીનો વિકાસ મુઘલ સામ્રાજ્ય (૧૫૨૬-૧૮૫૭)ના શાહી રસોડામાં થયો અને તે ભારતની મૂળ મસાલેદાર ચોખાની વાનગીઓ અને ફારસી વાનગીનું મિશ્રણ છે. ભારતીય રેસ્ટૉટોરન્ટ માલિક ક્રિસ ધિલ્લોંનું માનવું છે કે આ વાનગી પર્શિયાથી મુઘલો દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી. બીજા એક મત અનુસાર મોગલ બાદશાહ બાબર ભારત આવ્યો તે પહેલાં ભારતમાં આ વાનગી બનાવવામાં આવતી હતી.

image source

16 મી સદીના મોગલ પુસ્તક આઈન-એ-અકબરી અનુસાર બિરયાનીઓ અને પિલાફ (અથવા પુલાવ કે પુલાઓ) વચ્ચે કોઈ તફાવત નથી: તે કહે છે કે ભારતમાં પ્રાચીન સમયથી ‘બિરયાની’ શબ્દનો ખૂબ જ ઉપયોગ થાય છે. આવા એક અન્ય સમાન વાયકા અનુસાર તૈમુરના આક્રમણ સાથે બિરયાની ભારત આવી હતી. પણ આ માહિતી ખોટી હોય તેવું લાગે છે કેમકે બિરયાનીના અસ્તિત્વનું તે સમયનું કોઈ લેખિત પ્રમાણ મળતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ